________________
શુદી ૭]
. . રાજકેટન્ચાતુર્માસ ..
[પક
- વ્યંતરીનું રાક્ષસી રૂપ જોઈને અને તેનું કોર કથન સાંભળીને પણ સુદર્શન મુનિ ધ્યાનમાંથી જરાપણ વિચલિત થયા પણ પહેલાંની માફક જ ધ્યાનમગ્ન થઈ બેસી રહ્યા. સે. મનમાં વિચારતા હતા કે, માતા પહેલાં તે રૂપમાં પરીક્ષા કરતી હતી પણ હવે તે આ રૂપમાં મારી પરીક્ષા કરી રહી છે. પહેલાં તેણીએ રાગની પરીક્ષા કરી હતી હવે તે દ્વેષની પરીક્ષા કરી રહી છે. પણ જ્યારે હું રાગની પરિક્ષામાંથી પસાર થઈ શકે છું તે પછી દેશની પરીક્ષામાંથી પસાર થઈ જવું શું મુશ્કેલ છે! જ્યારે સ્ત્રીઓમા તેત્રરૂપ સાગરમાંથી નીકળી ગયા તે આ દ્વેષરૂપ ખાડામાંથી નીકળવું શું મુશ્કેલ છે? તેના નેત્રની તીક્ષણ ધારમાંથી બચવું પહેલાં જેટલું મુશ્કેલ હતું તેટલું તલવારની ધાસ્માંથી બચવું મુશ્કેલ નથી. એટલા માટે માતાના પ્રયત્નોથી હું પતિત થઈ શકું એમ નથી. આ માતાની મારા ઉપર કેવી કૃપા છે!આ માતા મારા કલ્યાણને માટે જ કેટલે બધા પ્રયત્ન કરી રહી છે અને તે માટે તેને કેવું કેવું રૂપ ધારણ કરવું પડે છે. જો હું આ પરીક્ષામાં નાપાસ થઈ જાઉં તે એમાં મારું પણું અપમાન છે અને આ માતાનું પણ અપમાન છે. - સુદર્શન મુનિ આ પ્રમાણે ઉજ્જવલ વિચાર કરી આત્માને ઉજ્જવલ બનાવી રહ્યા હતા. વ્યંતરી આખરે પ્રયત્ન કરતી થાકી ગઈ. હવે આગળ શું થાય છે તે વિષે યથાવસરે. વિચાર કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૨ આસો સુદી ૭ ગુરૂવાર
:
પ્રાર્થના “પ્રતિષસેન” નરેશ્વર સુત, “પૃથવી” તુમ મહતા; " સુગણ નેહી સાહબ સાથે, સેવકને સુખકારી. શ્રી ાિરાજ સુયાસ, પૂરે આસ હમારી. '
–વિનયચંદ્રજી કુંભટ વીશી શ્રીસુપાર્શ્વનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
આ પ્રાર્થનાની કડીઓ સરલ છે એટલા માટે કેવલ તેના ભાવને હૃદયવ્યાં ઉતારવાની જ જરૂર છે. આ પ્રાર્થનામાં કહેવામાં આવેલા ભાવે અનેક પ્રકારે હૃદયમાં ઉતારી શકાય છે. જેમની જેવી ભાવના હશે તે તે રીતે આ પ્રાર્થનાના ભાવને પિતાના હૃદયમાં ઉતારી શકે છે. છતાં હું મારી પિતાની ભાવના પ્રમાણે આ પ્રાર્થનાના બાવોને તમારી સમક્ષ પ્રોટ કરું છું. જે મારી ભાવના પ્રમાણે કહેવામાં આવેલા ભાવો તમારી ભાવના સાથે મળી જાય તે તે એ ભાવેને તમે તમારા હૃદયમાં સ્થાન આપો. આ વિષે કોઈના ઉપર બળજબરી કરી શકાય નહિ. જે વાતને જે રૂપમાં જાણી છે તે વાતને તે જ રૂપમાં બીજાની સામે પણ મૂકવી એ ધર્મ છે. પછી આ વાતને સ્વીકારે કે ન સ્વીકારે એ પિતાની મરજી ઉર
૨૫.