________________
-
-
--
શુદી ૬]
રાજકેટ-ચાતુર્માસ
[ ૫૪૭
એવો આંખના આંધળો અને માલતુજાર મોકલ કે જેથી અમને ખૂબ માલ મળી જાય ! આ પ્રમાણે અનેક લકે પરમાત્માનું નામ લે છે પણ પોતપોતાના સ્વાર્થની ખાતર. આવા સ્વાથી લેકેના કારણે જ પરમાત્માના નામસ્મરણ વિષે ઊલટી વાત કરવામાં આવે છે પરંતુ સાચા ભક્તજને પરમાત્માનું નામ પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે લેતા નથી પરંતુ “એટલા માટે લે છે કે –
પાપ પરાલ કે પૂંજ બન્યો અતિ માન હમે અપાશે
સે તુમ નામ હતાશન સેતી સહજહિ પ્રજલત સાર.” સાચા ભક્તજનો પિતાનાં પાપોને નષ્ટ કરવા માટે પરમાત્માનું નામ લે છે. તેઓ પિતાના પાપનું પિષણ કરવા માટે પરમાત્માનું નામ લેતા નથી. પાપનું પોષણ કરવા માટે પરમાત્માનું નામ લેનારની કે ધર્મને ટૅગ કરનારની બધા લેકેએ નિંદા કરેલ છે. તુલસીદાસજીએ એવું નિંદ્ય કામ કરનારને ઉપાલંભ આપતાં કહ્યું છે કે –
જે જન્મે કલિકાલ કરાલા, કરતબ વાયસ મેષ મરાલા;
વંચક ભક્ત કહાઈ રામ કે, કિંકર કંચન કેહિ કામ કે.
તુલસીદાસજી કહે છે કે, કલિયુગમાં એવા ઠગ લેકે જમ્યા છે કે જેઓ કામો તે ‘કાગડાનાં કરે છે પણ વેશ તો હંસને રાખે છે. તે ઠગ લે કે પિતાને ભગવાનના ભક્ત કહેવડાવે છે પરંતુ વાસ્તવમાં તેઓ કનક-કામિની અને કામક્રોધના દાસ હોય છે.
મતલબ કે, આવા લોકોને કારણે જ પરમાત્માના નામ વિષે વિસંવાદ થવા પામ્યો છે - પણ એમાં પરમાત્માના નામને શે દેષ ? એ દોષ તે નામ લેનારાઓને છે કે જેઓ ઉપરથી તે પરમાત્માનું નામ લે છે પણ હૃદયમાં કોઈ બીજા જ પ્રકારને ભેવ રાખે છે. પરમાત્માનું નામ પાપનું પિષણ કરવા માટે લેવાનું સમર્થન કઈ પણ કરતું નથી. જે પાપનું વિણ કરવામાં પરમાત્માના નામને દુરુપયોગ કરે છે તેની બધા લેકે નિંદા કરે છે. જે શાસ્ત્રો ઉપર તમારો, અમારે અને બધા અસ્તિઓને વિશ્વાસ છે તે શોમાં પ્રમાણે પણ આ વિષે આપી શકાય એમ છે. અનાથી મુનિનો અધિકાર-૬૧
અનાથી મુનિ પણ રાજા શ્રેણિકની સામે એવા લેકેની નિંદા કરી રહ્યા છે કે જેઓ -પરમાત્માના નામે કે ધર્મના નામે ખરાબ કામ કરે છે અને ખરાબ કામ કરવા છતાં પણ સંસારમાં પિતાને સાધુ કહેવડાવે છે. સંસારમાં સારા અને ખરાબ એમ બંનેય પ્રકારના લેક હોય છે. હજારો વર્ષ પહેલાં પણ એવા લોકો હતા કે જેઓ સાધુતાના નામે અસાધુતાનાં કામ કરતા હતા. પણ એવા કાયર લેકેને કારણે સાધુ માત્રની નિંદા કરવી કે સાધુ માત્રને ખરાબ કહેવા એ અનુચિત છે. શાસ્ત્ર કહે છે કે, આ સંસાર સાધુઓને કારણે જ શાંતિ ભેગવી રહ્યો છે. જ્યારે સાધુઓ આ સંસારમાં નહિ હોય ત્યારે આ પૃથ્વી લાલ ગોળાની માફક તપીને લાલચોળ થઈ જશે અને તે વખતે આ પૃથ્વી ઉપર રહેવું બહુ મુશ્કેલ થઈ ‘જશે. ભગવાને કહ્યું છે કે, આ પંચમકાલના અંતમાં જ્યાં સુધી એક પણ સાધુ-સાધ્વી કે શ્રાવક-શ્રાવિકા રહેશે ત્યાંસુધી શાંતિ રહેશે. આ પ્રમાણે ધર્મને કારણે જ શાંતિ મળી રહી છે. ધર્મને નામે ઢગ ચલાવનાર લેકેને કારણે ધર્મની નિંદા કરવી એ ઉચિત નથી,