________________
-
-
-
-
-
-
* શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આક્ષે
નામ પતિતપાવન છે. જો વાત કેવળ ઉપરથી કહેવામાં આવેલી ન હોય પણ હૃદયથી કહેવામાં આવી હોય તે પરમાત્માનું નામ પતિતપાવન છે તે પછી પતિને તરફ ઘણુ કેમ કરી શકાય? હા, પતિને એવું આશ્વાસન તે આપી શકાય કે, ભાઈ! તમારે હવે ગભરાવાની જરૂર નથી. તમે પરમાત્માના નામની છાયામાં આવી જાઓ તે તમે પણ પાવ થઈ શકે છે. આ પ્રમાણે પતિને આશ્વાસન તે આપી શકાય પણ તેમના તરફ ધૃણાભાવ તો બતાવી ન શકાય. પરમાત્માનું નામ જો સાચા હૃદયથી લેવામાં ન આવે પણ કેવળ લોકોને બતાવવા માટે જ પરમાત્માનું નામ લેવામાં આવતું હોય તે તે એ વાત બુદી છે નહિ તે પરમાત્માના નામમાં સારામાં સારી શક્તિ રહેલી છે. - પરમાત્માના નામમાં ઘણુ શક્તિ રહેલી છે, પરંતુ પરમાત્માનું નામ લઈ શું કરવું? અનેં પરમાત્માનું નામ ક્યા ઉદેશે લેવું એ પણ જુઓ. ભમરો પહેલાં કુલને તે નથી કિન્તુ તેની સુગંધથી જ ફુલને પત્તો મેળવે છે અને એ સુગંધના આધારે જ કુલની પાસે પહોંચી શકે છે. ફુલની પાસે પહોંચવા છતાં પણ તે પુલને તેડતા નથી પણ તેની સુગંધ લઈ તૃપ્ત થાય છે. આ જ પ્રમાણે ભક્તો સંસારમાં ફેલાએલી પરમાત્માની શક્તિને પરમાત્મારૂપ ફુલની સુગંધ માની તેના આધારે પરમાત્માની સમીપ પહોંચે છે છતાં તેઓ એમ ચાહતા નથી કે, હે ! પ્રભે! તારી શક્તિ મને આપે તે હું આમ કરું, તેમ કરું; પણ તેઓ પરમાત્મા પ્રત્યે એ જ પ્રાર્થના કરે છે કે, હે! પ્રભો ! મારામાં એવી શક્તિ પ્રગટે છે, જે પ્રમાણે ભમરે ફુલની સુગંધમાં મસ્ત રહે છે તે જ પ્રમાણે હું પણ તારા નામનું સંકીર્તન કરવામાં મસ્ત રહું.’
સાચા ભક્તો પરમાત્મા પાસે આ જ ચાહે છે. બીજી બાજુ કેટલાક લેકો એવા પણ હેય છે કે જેઓ એમ કહે છે કે, અમે પરમાત્માનું નામ લેતાં લેતાં દુર્બલ થઈ ગયા છતાં પણ અમારી ઉન્નત્તિ ન થઈ. તમે તે પરમાત્માના નામમાં બધી શક્તિઓ હેવાનું કહે છે પણ પરમામાનું નામ લેનારાઓમાં અને ધર્મને નામે જેવો ઢોંગ ચાલે છે તે ઢગ બીજે કયાંય ચાલતું નથી. તે પછી અમે પરમાત્માના વિષે આપની કહેલી વાત ઉપર વિશ્વાસ કેમ કરી શકીએ ? અને જ્યારે અમારું હૃદય જ ધર્મ કે પરમાત્માના નામ વિષે આટલું વિરુદ્ધ છે ત્યારે અમને પરમાત્માનું નામ સંકીર્તન કરવા માટે જ ઉપદેશ આપ એ તે બળતા હૃદયમાં ઘી હેમવા સમાન છે.
જે લેંકે આ પ્રમાણે કહે છે તે લેકેને એટલું જ કહેવાનું છે કે, “તમે જે ખરબીને માટે કહી રહ્યા છે તે ખરાબી પરમાત્માના નામથી થવા પામી નથી પરંતુ તે, ખરાબી સ્વાસ્થી અને ઢોંગી લોકોને કારણે જ પેદા થવા પામી છે.” તે લેકે પ્રગટમાં તે પરમાત્માનું નામ લે છે પણ તેઓ શા માટે પરમાત્માનું નામ લે છે તે જુઓ. કહેવત છે કે –
રામ નામ સબ કઈ કહે, ઠગ ઠાકુર ઔર ચાર,
ધવ પ્રલાદ જાસું તરે, વોહ નામ કુછ ઔર. સાધારણ રીતે ચેર પણ પરમાત્માનું નામ લે છે પણ શા માટે ! એટલા માટે કે, ઘરના લેંકે તે ઘસઘસાટ સૂતા રહે અને હું સારી રીતે ચૅરી કરી શકું. દુકાનદારે દુકાન ખેલતી વખતે પરમાત્માનું નામ લેં છે પરંતુ શા માટે ? એટલા માટે કે “હે ! પરમાત્મા !