________________
=
=
= =
-
-
-
- -
-
-
૫૪૦] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો પરમાત્માની સુગંધ છે. એ સુગંધને આધાર લઈ તમે આગળ વધતા જાઓ તે પરમાત્માને ભેટે અવશ્ય થશે.”
તમે કહેશે કે, આત્મા નજદીક કેવી રીતે છે? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, આંખથી જેવું, કાનથી સાંભળવું, નાકથી સુંઘવું અને જીભથી રસ લે, એ બધું કોણ કરે છે? ઈન્દ્રિયોદ્વારા વિષયને ગ્રહણ કરનાર કોણ છે ? તમે અને જોઈ મુગ્ધ બની જાઓ છો પરંતુ રૂપને જોનાર કોણ છે! કેવળ બાહ્ય દેખાવ ઉપર જ લેભાઈ ન જાઓ પરંતુ એ જુઓ કે, રૂપને જેનાર કોણ છે ? પતંગ દીપકના રૂપમાં અંજાઈ જઈ તેમાં જ બળી મરે છે પણ પિતાના આત્માને જોતો નથી. તે જ પ્રમાણે તમે પણ તમારી શક્તિને બાહ્ય આડંબરમાં વેડફી રહ્યા છે પણ એ શક્તિને સદુપયોગ કેવી રીતે કરવો તે ભૂલી રહ્યા છો ! જે શક્તિ પરમાત્માની સાથે ભેટે કરાવવા સમર્થ છે તે શક્તિને તમે આત્માના ગુણને નષ્ટ કરવામાં વેડફી રહ્યા છો. તમે ઈન્દ્રિ દ્વારા જે પદાર્થો જુઓ છો તે પદાર્થોને નિર્ણય તમારી બુદ્ધિ કરે છે. એ બુદ્ધિમાં કોની શક્તિ રહેલી છે એ જુઓ અને તેને જાણે અને એ બુદ્ધિને બહિર્મુખી ન બનાવતાં અંતર્મુખી બનાવો તે તમે પરમાત્માને પણ ભેટી શકશો.
સંસારમાં જે કાંઈ સુધાર કે કુધાર થાય છે એ બધું આત્માની શક્તિથી જ થાય છે. આત્મા અજ્ઞાનતાને કારણે પિતાની શક્તિને આત્મસુધાર કરવામાં સદુપયોગ કરવાને બદલે આત્માને બગાડવામાં દુરુપયોગ કરે છે. આજે જે લડાઈ, ઝગડા, ઝેર–વેર કે કલેશ-કંકાસ ફેલવા પામ્યા છે તે આત્માની ભૂલથી જ ફેલવા પામ્યા છે. જોકે ક્રિયાને ત્યાગ કરી પુરુષાર્થહીન બની રહ્યા છે. જોકે પિતે શ્રમ ન કરતાં બીજાના શ્રમ ઉપર છવવા અને મોજ કરવા ચાહે છે, અને આ જ કારણે સંસારમાં લડાઈ-ઝગડા થવા પામે છે. પણ પિતે શ્રમ ન કરે અને બીજાના શ્રમ ઉપર જીવિત રહેવાની અને મેજ માણવાની વાત કયાંથી આવી છે! આત્માની ભૂલથી જ ને? આત્મા ભૂલથી વિષયોમાં પડી રહ્યો છે અને તેથી જ આ વિષમતા પેદા થવા પામી છે. વિષય-પષણ માટે પૈસા ન હોય તે અનીતિથી પૈસા પ્રાપ્ત કરવામાં આવે છે પણ વિષનું પિષણ તે કરવામાં જ આવે છે. આત્મામાં આ સ્થિતિ કયાંથી પેદા થઈ? જે આ વિષે ઊંડે વિચાર કરવામાં આવે તે જણાશે કે, આત્મા અધ્યાત્મિકતાને ભૂલી જવાથી જ આ વિષમ સ્થિતિ ઉભી થવા પામી છે. જે થયું તે થયું પણ હજી જાગ્યા ત્યાંથી સવાર ગણી ચેતે તે પણ તમે કલ્યાણ કરી શકે છે. કહેવત છે કે,
જે ગઈ સે ગઈ અબ રાખ રહી કે. . જે થયું તે થયું. હજી પણ આત્માની શક્તિ તમારા હાથમાં જ છે. એટલા માટે જાગ્યા ત્યાંથી સવાર ગણુ આત્માની શક્તિને આત્મસુધાર કરવામાં સદુપયોગ કરે તે ધીમે ધીમે તમે એ સ્થિતિને પાસ કરી શકશે કે જે દ્વારા પરમાત્માને ભેટ થઈ શકશે. આત્મા પરમાત્માને ભેટ કરી શકે એવી સ્થિતિને પ્રાપ્ત કરવા માટે ભક્તજને વારંવાર એમ કહે છે કે, “હે છે ! પરમાત્માનું ભજન કરે અને જે પ્રમાણે ભમરે કેતકી પ્રત્યે અનન્ય પ્રેમભાવ રાખે છે તે અનન્ય પ્રેમભાવ પરમાત્મા પ્રત્યે રાખો.”
ભમરે કુલની સુગંધ લે છે પણ શું તે પુલને કે કુલની એક પાંખડીને પણ તેડવાની ઈચ્છા કરે છે ! તે કુલને તેડવા કે બગાડવા ચાહત નથી. ભમરાના આ કાર્યનું ઉદાહરણ આપી ભગવાને મુનિઓને માટે કહ્યું છે કે –