________________
૫૩૮ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસા
"
કે “ હું રાજાની રાણી હતી અને આમ કરવાથી મારી આવી ગતિ થઈ છે. જો મને મારા આ કૃત્યને વિષે પશ્ચાત્તાપ થયા ન હેાત તેા ન જાણે મારી કેવી ગતિ થાત!
જે જંગલમાં મુનિએ ધ્યાન લગાવ્યું હતું. તેજ જંગલમાં તે વ્યંતરી પણ રહેતી હતી. તેણીએ મુનિને જોયા. તે વિચારવા લાગી કે, આ તા તે જ છે કે જેને વિચલિત કરવાના મે પૂર્વભવમાં પ્રયત્ન કર્યાં હતા, છતાં જે વિચલિત થયા ન હતા. તે વખતે તે હું માનવી હતી પણ હવે તે હું ન્તરી છું. હવે તે મારી પાસે એવી શક્તિ પણ છે કે હું નાનું— મારું, સુંદર કે ભયંકર જેવું ચાહુ તેવુ રૂપ બનાવી શકું છું. એટલા માટે મારી એ શક્તિથી તે ક્રમ વિચલિત થઈ નહિ શકે?
વ્યન્તરીએ મુનિને વિચલિત કરવાના વિચાર કર્યાં. મુનિને આ વાતની કાંઈ ખબર નથી. તે તે ધ્યાનમાં જ એમાં છે અને પરમાત્માનું જ સ્મરણ કરે છે. મુનિને આ પ્રકારના ઉપસર્ગો સહેવાં પડે એ સારું છે કે ખરાબ ? મુનિને જંગલમાં વધારે દિવસ રહેવુ નથી કારણ કે, જંગલમાં અન્નપાણી વિના વધારે દિવસ શરીર પણ ટકી ન શકે એટલા માટે આ વ્યન્તરી તેમને માટે એવી સાયિકા થઈ પડી જે પ્રમાણે ગજસુકુમાર મુનિને માટે સામલ સહાયક થયા હતા. સામલે જો કે મુનિના મસ્તક ઉપર ધગધગતા અંગારા · મૂકયા હતા—જે ઉપસ કર્યાં હતા પણ મુનિએ તેને ઉપસ માન્યા ન હતા પણ તે ઉપસર્ગને સહાયતા માની હતી; કારણ કે તેમણે પરમાત્માની સાથે એકાંગી પ્રીતિ આંધી હતી. તમે પણ પરમાત્માની સાથે એવી એકાંગી પ્રીતિ બાંધા અને પરમાત્માને દુઃખનિકંદન સમજી તેમની પ્રાથના કરા તા તેમાં કલ્યાણ રહેલુ છે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ આસૈા શુદી પ મંગળવાર
પ્રાથના
સુમતિ જિજ્ઞેશ્વર સાહિબાજી, ‘મેઘરથ ’ નૃપને નંદ;
6
સુમ ગલા
માતા તણા, તનય સદા સુખકંદ.
પ્રભુ ત્રિભુવન તિલેાજી. !! પ્રભુ॰ u —વિનયચંદ્રજી કુભટ ચાવીશી
શ્રી સુમતિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પરમાત્માની પ્રાર્થના એ આધ્યાત્મિક વિષય છે, આધિભૌતિક વિષય નથી. આજે ધૃણા લાકે તેને ભ્રમ, વહેમ કે ઉપયાગમાં ન આવે એવા અભ્યાવહારિક વિષય સમજે છે; પણ આધ્યાત્મિક વિષય જેટલા ઉપયેગી, હિતકારી અને સરલ છે તેટલા ખીજો કાઈ પદાથ ઉપયેગી, હિતકારી કે સરલ નથી. આ ઉપરથી પ્રશ્ન એ થાય છે કે જ્યારે આધ્યાત્મિક વિષય એવા ઉપયેગી છે તો પછી એ વિષે એ મત કેમ છે? એક તે આધ્યાત્મિક વિષ્ણુને ઉપયાગી અને બીજો અનુપયેાગી કેમ કહે છે ?