________________
શુદી ૨] રાજકેટ-ચાતુર્માસ
[ ૫૩૭ તેઓ ધર્મની રક્ષા માટે જ ભોજન ચાહતા હતા. એટલા માટે જ્યારે ધર્મ જતા હોય તે વખતે ભજનની અપેક્ષા રાખી શકે નહિ, તેમ ભેજનને માટે ધર્મને જવા પણ દઈ શકે નહિ.”
હરિણી વેશ્યાએ સુદર્શનમુનિને ત્રણ દિવસ સુધી અનુકૂલ અને પ્રતિકૂલ પરિષહે આપ્યાં. આખરે તે એમ વિચારવા લાગી કે, જે થયું તે થયું પણ હવે હું આ મહાત્માને કષ્ટ આપીશ નહિ. એ તે સારું થયું કે હું એમને મારે ઘેર તેડી લાવી. મારું પાપ ખૂબ વધી રહ્યું હતું તે પાપ આ મહાત્માના પ્રતાપથી ઘવાઈ જશે. હું તેમને ઘેર લાવવા માટે નકલી શ્રાવિકા બની હતી પણ હવે હું સાચી શ્રાવિકા જ બનીશ.
. આ પ્રમાણે વિચાર કરી વેશ્યાએ મુનિની ક્ષમાપના માંગી અને કહેવા લાગી કે, આ મહાત્માની કૃપાથી જ હવે હું એ સમજી શકી છું કે, હું જેને સુખ માનું છું એ સાંસારિક સુખની આગળ પણ કોઈ સુખ છે. મેં ત્રણ દિવસ સુધી આ મહાત્માને અનુકૂલ અને પ્રતિકૂલ અનેક પ્રકારનાં કષ્ટો આપ્યાં અને આ મહાત્મા ત્રણ દિવસ સુધી ભૂખ્યા રહ્યા છતાં તેઓ સાંસારિક પદાર્થોમાં લલચાયા નહિ અને પિતાના નિશ્ચયમાં દઢ રહ્યા તે પછી એમ કેમ કહી શકાય કે, “આ સાંસારિક સુખોની આગળ કઈ વિશેષ સુખ નથી?” એટલા માટે હવે હું આ મહાત્માને કષ્ટ આપીશ નહિ, પરંતુ અત્યાર સુધી તો હું નકલી શ્રાવિકા હતી, પરંતુ હવે સાચી શ્રાવિકા બની જીવન વ્યતીત કરીશ.” આ પ્રમાણે વિચાર કરી તેણીએ મુનિ પાસે ક્ષમાપના માંગી અને તેમને છોડી મૂક્યા.
મુનિ વિચારવા લાગ્યા કે, આ વેશ્યા સુધરી ગઈ પણ મારે આત્મા સુધર્યો કે નહિ ? મુનિને એવું અભિમાન ન થયું કે, મેં વેશ્યાને પણ સુધારી દીધી એટલે મારે કાંઈ કરવાનું હવે બાકી નથી. તેઓ તે એમ જ વિચારતા હતા કે, જ્યારે વેશ્યા પણ સુધરી ગઈ તે શું મારો આત્મા સુધરશે નહિ ?
આજે મારા આત્મામાં કેવી નિર્બળતા છે કે, મારે ભિક્ષાત્ત માટે નગરમાં આવવું પડે છે અને આ વેશ્યા જેવાના ભ્રમમાં પડવું પડે છે. જો હું જંગલમાં જ રહું તે શું ત્યાં મને ભિક્ષાન્ન મળી ન શકે છે અને કદાચિત ન પણ મળે તે નહિ પણ હવે મારે નગરમાં ભિક્ષાન માટે જવું ન જોઈએ; પરંતુ જંગલમાં જ રહેવું જોઈએ. આ શરીર પણ શું કામનું છે? આ માતા આ શરીરથી સુધરી નથી પણ આત્માથી જ સુધરી છે. આ શરીરે તે વધારે તેને ભ્રમમાં નાંખી હતી. એટલા માટે જંગલમાં રહેવાથી શરીર જાય તે ભલે જાય પણ આત્માને જાગ્રત કરો.
અભય વ્યત્તરી આય મુનિ કે, બહુત કિયા ઉપસર્ગ
પ્રતિકૂલ અનુકૂલ રીતિસે, અહે કર્મકા વગે. ધન ૧૩૧ છે સુદર્શન મુનિ વેશ્યાના ઘરમાંથી નીકળી જંગલમાં ગયા અને ત્યાં ધ્યાનરૂઢ થઈ બેસી ગયા. અભયા રાણી જો કે દુર્થાનમાં મરી હતી છતાં મરતી વખતે તેને પિતાના દુષ્કૃત્ય વિષે થોડો પશ્ચાત્તાપ થઈ રહ્યો હતો કે, “હું કપિલાના ફંદામાં ક્યાં પડી કે નિર્દોષ ઉપર પણ કલંક ચડાવવું પડયું.” આ પ્રમાણે પશ્ચાત્તાપ થવાને કારણે તે મરીને વ્યંતરી અર્થાત્ જંગલમાં રહેનારી દેવી થઈ. વ્યંતરી થવાથી તેણીને પિતાના પુનર્જન્મની વાત યાદ આવી
૨૩