________________
શુદી ૧ ]
રાજકેટ-ચાતુર્માસ
[પરપ
નણી શકે છે. એટલા માટે જડ ચૈતન્યતા વિવેક કરી એમ માનવું જોઈ એ કે, “હું આત્મા આ સંસારમાં દુઃખ આપનાર ખીજું' કાઈ નથી પણ તું પાતે જ પાતાને દુઃખ આપનાર છે.” જે આ પ્રમાણે માને તેનું ચિત્ત સંસારમાં ચોંટી શકે ખરુ? જે આ પ્રકારની સંવેદનાનું ધ્યાન રાખે છે તેનું ચિત્ત સંસારમાં જશે નહિ પણ અમૃત ભાવનામાં જ જશે. જે મહાત્મા આ વાતને બરાબર સમજે છે તેએ સંસારનાં પદાર્થ્યથી લલચાઈ જતા નથી પણ તે પદાર્થોથી વિરક્ત રહે છે. તેએ કાર્યની નિંદામાં પણ પડતા નથી પરંતુ રાગદ્વેષના ત્યાગ કરી આત્માનું કલ્યાણ સાધે છે.
કાઈ માણસને જો ચાક્ષુક મારવામાં આવે તે એક ચાક્ષુક મારીને ખીજો ચાક્ષુક મારવા જતાં થોડા સમયનું અંતર તેા પડશે જ પરંતુ જે કાઈને વિજળી જ પકડાવી દેવામાં આવે તે શું તેમાં ચેાડા સમયનું પણ અંતર પડશે ? નહિ. એ વિજળી તા પ્રાણ જાય ત્યાંસુધી દુઃખ જ આપતી રહેશે. આ જ પ્રમાણે અજ્ઞાન પણ સદાને માટે દુઃખ જ આપનાર- છે.
હંમેશાંનું દુ:ખ કેવા પ્રકારનું હોય છે! એની વ્યાખ્યા કરતાં જ્ઞાનીજને કહે છે કે, સંસારના લેાકેા જેને સુખ માને છે, તેને અમે દુઃખ જ માનીએ છીએ. કાઈ ખીમાર માણસ ક્રાઈ કુપથ્ય પદાર્થોં ખાવામાં આનંદ માને છે પણ ડોકટર તા એને એમ જ કહેશે કે, તું આ શું કરી રહ્યો છે ? એ વસ્તુ તે વધારે દુઃખરૂપ છે. આ રીતે જે પદાથ ના ઉપભાગમાં તે બિમાર માસ આનંદ માની રહ્યો છે તે જ પદાર્થને ડૉકટર દુઃખરૂપ બતાવી રહ્યા છે. તમે આ બન્નેમાંથી કોનું કહેવું સાચુ' 'માનશેા ? તમે એમ જ કહેશે કે, ડોક્ટર, જે કાંઈ કહે છે તે ઠીક જ કહે છે. આ જ પ્રમાણે સાંસારિક લાક્રે અજ્ઞાનતાને કારણે જેમાં સુખ માને છે, જ્ઞાનીજતા તેને જ દુઃખરૂપ માને છે.
દુઃખને સુખ કરી માનિયા, લખ ચેારાસી કી ચાંનિમ,
લમિયા કાલ અનત ભાખ્યા શ્રી ભગવ તું. મુક્તિ મારગ ટ્રાયલા.
આત્મા સુખને દુઃખ અને દુ:ખને સુખ માને છે, એટલા જ માટે ભગવાન અજિત નાથના માગ મુશ્કેલીભર્યો જણાય છે. આત્મામાં આ જ અપૂર્ણતા છે. દુઃખને સુખ માન વાનું અજ્ઞાન મટી જાય તેા ભગવાન અજિતનાથના માર્ગ સરલ બની જાય.!
r
,,
એક મિત્રે પોતાના મિત્રને કહ્યું કે, “ આ સસાર ઊલ્ટા માર્ગે જઈ રહ્યો છે. સસા દુઃખને પણ સુખ માને છે. આ સાંભળી બીજા મિત્રે કહ્યું કે, “તમે ભૂલી રહ્યા છે? કોઈ દુઃખને સુખ માને ખરા ?” ત્યારે પહેલા મિત્રે કહ્યું કે, “હું ઠીક કહું છું. નૈતિક અને આધ્યાત્મિક બન્ને પ્રકારના જીવનમાં આમ જ થઈ રહ્યું છે. ” ... પહેલા મિત્રનું આ ચન સાંભળી ખીજા મિત્રે કહ્યું કે, “ એ કેવી રીતે બને ? ” પહેલા મિત્રે જવાબ આપ્યા કે, 'શું તમે એવા લેાકેા જોતા નથી કે જેઓ એમ કહે છે કે, કાલે ગમે તે થાય પણ આજે તે અમે માજ ઉડાવીશું. ગાંજો-ભાંગ કે દારૂ પીશું. જે લેકા ગાંજો-ભાંગ કે દારૂ પીએ છે તે શુ તેમાં દુ:ખ માનીને પીએ છે! તે લંકા તે તેમાં સુખ માનીને જ પીએ છે, પણ વાસ્તવમાં તેમાં સુખ છે કે દુઃખ ? વૈશ્યાગમન, ચોરી વગેરે સુખ માનીને કરવામાં આવે છે