________________
૫૨૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો
ત્યારે બહુરૂપિયે તે રાજાને કહેવા લાગ્યો કે, આપને હસાવવાને મેં આટલો બધો પ્રયત્ન કર્યો છતાં પણ તમે કેમ હસ્યા નહિ? રાજાએ વિચાર્યું કે, હું શા માટે હસ્યો નહિ એ વાત તેને અનુભવ કરાવીને બતાવવી જોઈએ. અનુભવ કરાવ્યા વિના એ વાત- એની સમજમાં આવી શકશે નહિ. આ પ્રમાણે વિચાર કરી રાજાએ એક કુવા ઉપર એક તૂટેલી જેવી ખુરશી મુકાવી કે જે જોતાં હમણું તે ખુરશી તૂટી જશે એવી લાગતી હતી. એ ખુરશી ઉપર પાતળા દેરાથી એક તલવારને હટાવવામાં આવી. પછી બહુરૂપિયાને તે ખુરશી ઉપર બેસાડવામાં આવ્યો અને ઠઠ્ઠામશ્કરી કરનારાઓને કહેવામાં આવ્યું કે, આને હસાવવાનો તમે તનતે પ્રયત્ન કરે. મશ્કરાઓએ તે બહુરૂપિયાને હસાવવાને ઘણો પ્રયત્ન કર્યો, પણ તે હસ્યો નહિ, ત્યારે રાજાએ તે બહુરૂપિયાને પિતાની પાસે બે લાવીને પૂછયું કે, “તમને હસાવવાને આટલે બધે પ્રયત્ન કરવામાં આવ્યો છતાં તમે કેમ હસ્યા નડિ!” બહુરૂપિયાએ જવાબ આપ્યો કે, “હું હસું કેવી રીતે ? મારી ઉપર તે તલવાર લટકી રહી હતી, અને તે માથે પડશે એ ભય હતું ત્યારે બીજી બાજુએથી હમણાં જ કુવામાં પડી જઈશ એવો મને ભય રહ્યા કરતું હતું. એવી દશામાં મને હસવું ક્યાંથી આવે !” "
આ અનુભવ કરાવીને મેં કહ્યું કે, “જ્યારે હું ધ્યાનમાં હતું કે, આ આત્મા જ વૈતરણી નદી અને કૂટશામલી વૃક્ષ છે ત્યારે મને હસવું ક્યાંથી આવી શકે !” આ પ્રમાણે વિચાર કરવાથી હકેઈને મેહ ઉડી જાય છે અને સંસારથી ભય પેદા થવા પામે છે. આ દિશામાં સંસારના પદાર્થો કેમ લલચાવી શકે? અને હસવું પણ કેમ આવી શકે?
મતલબ કે, અનાથી મુનિના સ્થાન ઉપર ઊંડો વિચાર કરવામાં આવે છે. સંસારનાં પદાર્થો બંધનકારક નીવડી ન શકે અને આત્મા મેહમાં પડી શકે નહિ. જે સંસારનાં પદાર્થોની સાથે મેહ કરવામાં આવે તો આત્મા વૈતરણી નદી કે કૂટશાલ્મલી વૃક્ષરૂપી કુવામાં અને તલવારની ધારની સ્થિતિમાં પડી જાય. જો કે, આ વાતને વિચાર પ્રત્યેક આત્માએ કરવું જોઈએ પરંતુ જે સાધુ થઈને પણ તે વિષે વિચાર કરતા નથી તેના માટે એમ સમજવું જોઈએ કે, તે અંધકારમાંથી નીકળી અંધકારમાં જઈ રહ્યો છે. ઉપનિષતમાં કહ્યું છે કે – તમઃ વારિત ચેડવિમુપરા અવિદ્યા એ જ અંધકાર છે. સાધારણ રીતે અવિદ્યાનું વર્ણન ઘણું વિસ્તૃત છે પરંતુ સંક્ષેપમાં જેનશાસ્ત્ર જેને “મેહઃજનિત દશા, કહે છે તે જ અવિદ્યા છે. અનિત્યમાં નિત્ય, નિત્યમાં અનિત્ય, આત્મામાં અનાત્મા, અનાત્મામાં આત્મા, આવો અધ્યાસ કરવો એ જ અવિદ્યા છે. જેનશાસ્ત્રમાં કહ્યું છે કેકરે અવતન્ના સાથે કાવત્રા
. ' અર્થાત-જીવમાં જીવસંજ્ઞા અને અજીવમાં જીવસંજ્ઞા રાખવી એ જ મિથ્યાત્વ છે. અને આ મિથ્યાત્વને જ અવિદ્યા કે મોહ પણ કહેવામાં આવે છે. અવિનાશીને નાશવાન અને નાશવાનને અવિનાશી માનવું એ અવિદ્યા છે. આ પ્રકારની અવિદ્યાવાળો અંધકારમાં જ છે. જો કે આ અવિદ્યા છે પણું જે પ્રકૃતિને માનતા નથી કે સંસારને માનતા નથી. પણ કેવલ વિદ્યાની જ વાત કરે છે તે તેથી પણ વધારે અંધકારમાં છે. જે ચૈતન્યને જ માને છે, જેને માનતા નથીવિદ્યાને જ માને છે, અંવિદ્યાને માનતો નથી તે પણ અંધકારમાં છે. જે વિદ્યા અને અવિદ્યાને યથાસ્થાને માની, અવિદ્યાનો ત્યાગ કરે છે તે જ આત્મતત્ત્વને