________________
પરર] શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ આસો અવે. આ પ્રમાણે તપાસતાં જ્યારે કઈ બાકી ન રહે ત્યારે સમજવું કે હવે આત્મા વિશ્રાંતિને પામ્યો છે. જ્યાં સુધી આત્માને આવું વિશ્રામસ્થાન ન મળે ત્યાં સુધી એમ જ સમજવું કે, હજી આત્મા સાધક દશામાં જ છે.
હવે તમે કે તમારા પિતાના વિષે પણ જુએ કે, તમે કઈ દશામાં છે? મારી દૃષ્ટિએ તે હજી આપણે બધા સાધક દશામાં જ છીએ. હજી આપણા માટે એવી સ્થિતિ આવી નથી કે આપણા માટે હવે તપાસવાનું બાકી રહ્યું નથી. એટલા માટે સંસારના પદાર્થોને તપાસતાં જાઓ અને એ પ્રભુ નથી, એ પ્રભુ નથી’ એમ માની એને છોડતા જાઓ. અને
એવો નિશ્ચય કરે કે, “જે કે મેં પરમાત્માને જોયા નથી પરંતુ આગમ અને ગુરુમુખના વચનથી મને એ વિશ્વાસ થયો છે કે, મારે આત્મા અને પરમાત્મા બને સમાન છે. પણ હું સંસારનાં તુચ્છ પદાર્થો ઉપર મેહિત થઈ રહ્યો છું અને એટલા માટે મારે સંસારનાં પદાર્થો તપાસીને પરમાત્મા કેણુ છે એની શેધ કરવી જોઈએ.”
આ શરીરમાં જે આત્મા રહે છે તે શરીર નથી પણ શરીરી છે. છતાં આ આત્માને એ ધ્યાસ (ભાસ) થઈ રહ્યો છે કે, “હું શરીર જ છું.' આત્માના આ ધ્યાસને દૂર કરે જોઈએ અને સંસારના પદાર્થોને તપાસતાં તપાસતાં પરમાત્માની શોધ કરવી જોઈએ.
તમે એ તે જાણે છે કે સંસારના પદાર્થો ઇન્દ્રિયગ્રાહ્ય છે. નાકથી ગંધ, જીભથી રસ, આંખથી દશ્ય, કાનથી શબ્દ અને હાથથી સ્પર્શને અનુભવ થાય છે. આ પ્રમાણે પદાર્થો ઇન્દ્રિયગ્રાહ્ય છે, એટલા માટે એ જુઓ કે ઈન્દ્રિયે મેટી છે કે પદાર્થો મોટાં છે? કાન મૂલ્યવાન છે કે મેતી? તમે કાનને મૂલ્યવાન માનો છો છતાં જેટલું ધ્યાન ખેતીનું રાખવામાં આવે છે તેટલું ધ્યાન કાનનું રાખવામાં આવતું નથી. આ પ્રમાણે સંસારનાં બધાં પદાર્થોથી ઇન્દ્રિયે મોટી છે. હવે ઇન્દ્રિયને તપાસવી જોઈએ કે એનાથી મોટું કોણ છે? એને માટે કહ્યું છે કે –
इन्द्रियाणि पराण्याहुरिन्द्रियेभ्यः परं मनः । આ પ્રમાણે ઇન્દ્રિયોથી મન મોટું છે. મનના સહકાર વિના ઈન્દ્રિય કાંઈ કરી શકતી નથી. કાન તમને પણ છે અને ગધેડા-કૂતરાને પણ છે. પણ તમારા કાન અને તેમના કાનમાં કોઈ અંતર છે કે નહિ ? તમારામાં જે માનસિક શક્તિ છે તે માનસિક શક્તિ ગધેડા-કૂતરામાં નથી. કેઈ વાત સાંભળી તમે તે વિષે જે અને એટલે વિચાર કરી શકે છે તે અને તેટલે વિચાર ગધેડા-કુતરા કરી શકતા નથી. ગ્રામોફોનની રેકોર્ડ ઉપર કુતરાને ફેટે જોતાં જાણે તે કુતર ધ્યાનપૂર્વક ગાયન સાંભળી રહ્યો હોય એમ જણાય છે. આ પ્રમાણે શબ્દથી કુતરા–સાપ વગેરે પણ મુગ્ધ થઈ જાય છે, પરંતુ આ શબ્દ અમને ફસાવનાર છે કે મુક્ત કરનાર છે, તે તેઓ જાણતા હતા નથી.
તમારામાં આ પ્રકારની વિચાર કરવાની શક્તિ છે. એટલા માટે જ્યારે પદાર્થોની તરફ ઇન્દ્રિયો ઢળે ત્યારે એમ વિચારવું કે આ પદાર્થો કરતાં તે ઇન્દ્રિયો શ્રેષ્ઠ છે. અને જ્યારે ઈોિ મેટી જણાય ત્યારે એમ વિચારવું કે, આ ઇન્દ્રિય કરતાં તે મન મોટું છે. પછી મનની બુદ્ધિની સાથે સમતુલના કરવી કે આ બંનેમાં કોણ મોટું છે? મન સંકલ્પવિકલ્પ જ કરી શકે છે પણ કોઈ પ્રકારનો નિશ્ચય કરી શકતું નથી, પરંતુ બુદ્ધિ નિર્ણય કરી શકે છે.