________________
૫૧૬]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
પણ એ જ ઉદ્દેશની પૂર્તિ માટે થ જોઈએ. પણ પેલા મૂખ ખેડુતની માફક કેટલાક લેકે વિદ્યા આદિને ઉપયોગ ઊલટી રીતિએ કરે છે એટલા માટે અનાથી મુનિ અમને અને તમને સાવધાન કરે છે. ગૃહસ્થ તે સંસારના લોભી હોય જ છે, એટલા માટે તેઓ તે ચમત્કાર જોવા ચાહે જ છે તથા કેટલાક સાધુઓ પણ પિતાના ધ્યેયને ભૂલી જઈ બીજી બાજુ ચાલ્યા જાય છે. એવા લેકેને માટે જ અનાથી મુનિ એ બતાવી રહ્યા છે કે, બેયને ભૂલી જઈ બીજી બાજુ જનારા સાધુઓ પિતાની શક્તિને દુરુપયોગ કેવી રીતે કરે છે !
કોઈને હાથ જોઈ એમ કહેવું કે, તું બહુ ભાગ્યશાળી છે. જે હું તારા પૂર્વભવનું અને ભવિષ્યનું વૃત્તાન્ત સંભળાવું છું. આ પ્રમાણે કેને ભૂત-ભવિષ્યના વૃત્તાન્ત કહી સંભલાવવાં, કેાઈનાં નાક-કાન આદિ જોઈ લક્ષણ બતાવવાં, કોઈને પદ્મિની, હસ્તિની, ચિત્રણી આદિ સ્ત્રીઓનાં ભેદ બતાવવા અને કોઈને નિમિત્ત બતાવી આમ કરીશ તે આમ થશે એમ લક્ષણ-જ્યોતિષ બતાવવું એ ઉન્માર્ગે જવા જેવું છે અને પિતાની શક્તિને દુરુપયોગ કરવા જેવું છે. ગૃહસ્થ તે એમ ચાહશે જ. દુનિયા મૂકે છે કેવળ મૂકાવનાર જોઈએ. આ પ્રમાણે લેભી ગૃહસ્થ, આવું ઊલટું કામ કરનાર સાધુને પ્રોત્સાહન આપે છે; પરંતુ સાધુઓએ આવું ઊલટું કામ કરવું એ ઝેરી વૃક્ષને પોષવામાં ગેરઉપયોગ કરવા સમાન, શક્તિને દુરુપયેગ કરવા જેવું છે. - આ ઉપરથી કઈ એમ કહે કે, “કઈ સાધુને નિમિત્ત લક્ષણનું જ્ઞાન હોય તે પછી
એનો ઉપયોગ શે ? જે કોઈને આ જ્ઞાનને લાભ આપે નહિ તે એમનું જ્ઞાન શા કામનું? વળી કોઈ સાધુ નિમિત્ત-લક્ષણ બતાવે છે એમાં વાંધો શું? બકિ ઉપદેશથી તે કોઈને જૈન પણ બનાવી શકાતા નથી, પરંતુ આ પ્રકારનો ચમત્કાર બતાવીને ઘણાને જૈન બનાવી શકાય છે. એટલા માટે જૈન ધર્મના ઉદ્યોત માટે સાધુ નિમિત્તલક્ષણને ઉપયોગ કરે તે એમાં શું વધે છે? આ સિવાય જે પ્રમાણે પાણીને ઉપગ ખેતીમાં કરવામાં આવે છે, તે જ પ્રમાણે લક્ષણશાસ્ત્રને ઉપગ લક્ષણ બતાવવામાં કરે એમાં શું ખરાબ છે?”
આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, સાધુઓને લક્ષણદિને ઉપયોગ કરવાથી ઘણી હાનિ થાય છે. વળી લક્ષણશાસ્ત્રને જાણકાર પડેલાં પિતાનાં લક્ષણે જુએ કે, મારામાં જે કામ કરવાનાં લક્ષણ નથી તે કામમાં હું ન પડું, તથા કામમાં જે લક્ષણો છે તે કામ જે ભગવાનની આજ્ઞામાં હોય તે તેમાં હું પડું, અન્યથા નહિ. આ પ્રમાણે સર્વપ્રથમ પિતાનાં લક્ષણો તપાસવાં જોઈએ. અથવા કોઈ વૈરાગી છે તે તેનાં લક્ષણ જોઈ એ જાણી લેવું જોઈએ કે, આ આદમી ધર્મને પ્રાપ્ત કરી પાળી શકશે કે નહિ ? જે તે ધર્મનું પાલન કરી શકે એવો જણાય તે જ તેને દીક્ષા આપે. આ જ પ્રમાણે જ્યારે તે લક્ષણશાસ્ત્રને જાણકાર હોય તે તે આયુષ્યના વિષે પણ ઘણું જાણી શકે કે આનું આયુષ્ય આટલું બાકી છે. જે અવસર આવ્યો હોય અને કઈ તેને સંથાર કરાવવા માટે કહે છે, આયુષ્ય ઓછું જાણી સંથારે કરાવી શકાય છે; અથવા એમ કહી શકે છે કે આનું આયુષ્ય હજુ બાકી છે, એટલા માટે તે દઢ ન રહી શકે એના કરતાં હમણાં સંથારો ન કરાવો એ સારું છે. આ પ્રમાણે લક્ષ શાસ્ત્રને ઉપયોગ વિવેક રાખવામાં પણ કરી શકાય છે, પરંતુ લક્ષણશાસ્ત્રને આવો ઉપયોગ કરવાને બદલે, જે એમ કહે કે, “તને ધન, સ્ત્રી કે પુત્રની પ્રાપ્તિ થશે.” તે એ તે જે સંસારને ખરાબ