________________
વદ ૦)) ]
રાજકેટ–ચાતુર્માસ
[ ૫૧૫
कर्मेन्द्रियाणि संयम्य य आस्ते मनसा स्मरन् ।
इन्द्रियार्थान्विमूढात्मा मिथ्याचारः स उच्यते ॥ અર્થાત-જે કઈ ઈન્દ્રિયને રોકીને ધ્યાની તે બની જાય છે, પણ જે તેના મનમાં વિષયની વાસના દેડતી હોય તે તેના માટે સમજવું જોઈએ કે, તે અહંકારથી વિમૂઢ થઈ રહ્યો છે અને મિથ્યાચારી બની રહ્યો છે. તે જે કાંઈ કરે છે તે સંસાર-વ્યવહારના કારણે જ કરે છે. એટલા માટે પરમાત્માની પ્રાર્થના કરવા માટે અંતરાત્માને પવિત્ર બનાવવાની જરૂર રહે છે.
અત્રે એક પ્રશ્ન ઉભો થાય છે કે અંતરાત્માને પવિત્ર કરવા માટે વ્યવહારની જરૂર છે કે નહિ ? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, ભલે પિતાના માટે વ્યવહારની જરૂર ન પણ હોય છતાં જગતના કલ્યાણને માટે બાહ્ય વ્યવહારની પણ જરૂર રહે છે. કારણ કે, જનતા બાહ્ય વ્યવહારને જ જુએ છે અને બાહ્ય વ્યવહાર જેઈને જ તે અન્તરાત્મા તરફ વળે છે; એટલા માટે બાહ્ય વ્યવહારની પણ જરૂર છે, પરંતુ કેવળ બાહ્ય વ્યવહારમાં જ ન રહી જતાં અન્તરાત્માને પણ પવિત્ર બનાવવો જોઈએ. અનાથી મુનિને અધિકાર–પ૭
આ જ વાત અનાથી મુનિ રાજા શ્રેણિકને કહી રહ્યા છે. તેઓ કહે છે કે, જેઓ ઘરબાર છોડીને સાધુ થયા છે તેઓ પાછા વિષયના ગુલામ બની જાય એ ઘણું દુઃખની વાત છે. જે ઉપર ચડતો જ નથી તેની વાત તે જુદી છે, પરંતુ જે ઉપર ચડીને પાછો નીચે પડે છે, એના તરફ બધાની નજર પડે છે; એના માટે હાહાકાર મચી જાય છે. આ જ પ્રમાણે જેઓએ ધર્મને સ્વીકાર કર્યો નથી તેની વાત તે જુદી છે, પણ ધર્મને સ્વીકાર કરી જે પાછો ઈન્દ્રિયોને વશ થઈ પતિત થઈ જાય છે તેને માટે એ ચિંતાનો વિષય છે.
जे लक्खणं सुविणं पउंजमाणे, निमित्तकोऊहलसंपगाढे ।
कुहेडविज्जासवदारजीवी, न गच्छई सरणं तम्मि काले ॥४॥
જ્યારે કોઈ સંયમ ધારણ કરે છે ત્યારે હું પ્રભુમય જીવન વ્યતીત કરીશ એવો તેને વિચાર હોય છે, પણ શાસ્ત્રો અને ગ્રન્થનું અધ્યયન કરી હોશિયાર થાય ત્યારે મનમાં બીજી ભાવના પેદા થાય તે એ કોના જેવું છે ? તો એને માટે જણાવવાનું કે, માનો કે, કઈ ખેડુતે પાણીને એક બંધ બાંધે. બંધ બાંધતી વખતે તે તેની ભાવના એવી હતી કે, હું આ પાણીદ્વારા ખેતરને સીંચી સારી ખેતી પેદા કરી શકીશ, અને જે તે ચાહે તે તે પાણી- . દ્વારા તે સારી ખેતી પેદા કરી પણ શકે છે. પણ તે મૂખ ખેડુત તે પાણીદ્વારા આકડા કે ધતુરા જેવા ઝેરી વૃક્ષને સીંચે અને આંબા જેવા મીઠા વૃક્ષને સીંચતા નથી તે તે ઠીક ગણાય? પાણીને તે એવો સ્વભાવ હોય છે કે જે વૃક્ષને પાણી સીંચવામાં આવે તે વૃક્ષને પિષણ મળે. પરંતુ જે પાણી સારી ખેતી પેદા કરી શકે છે, તેને ઉપયોગ એમાં ન કર એ પાણુને દુરુપયેગ તે થયું કહેવાય ને? - આ જ પ્રમાણે પિતાનું અને જગતનું કલ્યાણ કરવું એ સંયમ લેવાને ઉદ્દેશ હતો. વાસ્તવમાં સંયમ લીધા બાદ આ જ ઉદ્દેશની પૂર્તિ કરવાની હોય છે અને વિદ્યાને ઉપયોગ