________________
૫૦૦]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
ઢોંગ બતાવવાથી ભલે લેકે તેને સાધુ સમજે પણ તે પોતે તે સારી રીતે જાણે જ છે કે, મારામાં સાધુપણું નથી. પછી આ પ્રકારની ઠગાઈ કરવાથી શું લાભ? ધર્મના નામે લેકેને ઠગવાની નીચતાના જેવી નીચતા બીજી કઈ હશે ? કહેવત છે કે:- ---
જીભ સફાઈ કરકે ભાઈ ધમી નામ ધરાવે,
પિલી મુદ્રી જહા અસારે મેં બતલાવે. હદયમાં જુદું રાખવું અને ઉપરથી બીજું કાંઈ બતાવવું એ એક પ્રકારની ઠગાઈ છે.
આ ઉપરથી એ પ્રશ્ન થાય છે કે, તે પછી સાધુપણું ન લેવું એ જ સારું છે શું? આ પ્રશ્નનો ઉત્તર એ છે કે, માને કે, એક માણસ એમ કહે કે, પાઠશાળામાં જનારા કેટલાક લેકે મૂર્ણ પણ હોય છે અથવા મૂખ પણ કહેવાય છે. અમે પાઠશાળામાં જતા જ નથી એટલા માટે અમે મૂર્ખ કહેવાતા નથી. એક માણસ આ પ્રમાણે કહી પાઠશાળામાં જાતે જ નથી. બીજો એક માણસ એ હેય છે કે જે પાઠશાળામાં જાય તે છે પણ પાઠ બરાબર યાદ કરતો નથી એ કારણે તે માસ્તરની સેટીને માર પણ ખાય છે અને માસ્તર તેને મૂર્ખ પણ કહે છે. અને ત્રીજો માણસ એ છે કે જે પાઠશાળામાં પણ જાય છે અને અભ્યાસ પણ બરાબર કરે છે. આ ત્રણ પ્રકારના માણસેમાંથી તમે કયા માણસને સારો સમજશે ! તમે એમ જ કહેશે કે, પહેલે માણસ પાઠશાળામાં જ જતું નથી તે તે નાલાયક જ છે પરંતુ જે બીજે માણુસ, જે પાઠશાળામાં જાય છે પણ અભ્યાસ બરાબર કરતું નથી તે માસ્તરને માર તે ખાય છે પણ તે કઈને કઈ દિવશે સુધરી જશે. અને ત્રીજો માણસ છે. સારે જ છે પરંતુ પહેલે માણસ તે બધાથી ખરાબ છે. તે પહેલા માણસ કરતાં બીજે માણસ પણ સારે છે. - સાધુપણું વિષે પણ આ જ વાત સમજે. શાસ્ત્રમાં કહ્યું છે કે, એક આરાધકની પાછળ અનેક વિરાધકે પાછળ પડ્યા છે, પણ તે વિરાધકે પણ તેમનાથી તે સારા જ છે કે જેઓ વિધક પણ બન્યા નથી. જે વિરાધક છે તેઓ પણ કઈને કઈ દિવસ સુધરી શકશે. જે શ્રેષ્ઠ છે તે તે એમ જ વિચારશે કે, હું નિશાળે તે જાઉં જ છું તે પછી અભ્યાસ બરાબર શા માટે ન કરું? પણ જે આ સાધુતાની પાઠશાળામાં જતા જ નથી તે નિશાળે જનારાથી સારે કહી શકાતું નથી.
સંસારના વિષે પણ આ જ વાત સમજે. સંસારમાં એક તે એવા પ્રકારના માણસે હોય છે કે જેઓ “ધર્મનું નામ પણ ન લે” એમ કહે છે. તે લેકે ધર્મને સ્વીકાર કરતા નથી, તેનું પાલન પણ કરતા નથી અને ધર્મનું નામ-નિશાન રાખવા પણ ચાહતા નથી. બીજા પ્રકારના માણસો એવા હોય છે કે જેઓ ધર્મને સ્વીકાર તે કરે છે પણ તેનું પાલન કરતા નથી. અને ત્રીજા પ્રકારના લેકે એવા હેયે છે કે તેઓ ધર્મને સ્વીકાર કરે છે અને તેનું પાલન પણ કરે છે. આ પ્રમાણે ત્રણેય પ્રકારના માણસો સંસારમાં છે પણ વિચારવા જેવી વાત તો એ છે કે, જેમણે ધર્મને સ્વીકાર જ કર્યો નથી તેમને ધર્મની ટીકા કરવાને શું અધિકાર છે? જે પાઠશાળામાં ગયા નથી તેમ જતો નથી તેને પાઠશાળાની ટીકા કરવાની શી જરૂર છે ! આ જ પ્રમાણે જેણે ધર્મને જ સ્વીકાર કર્યો નથી તે વ્યક્તિ ધર્મની ટીકા કેમ કરી શકે? પણ આજે તે ધર્મ બાપ વિનાના પુત્રની માફક અનાથ થઈ રહ્યો છે તેની રક્ષા કાણું કરે? એટલા માટે જે ચાડે છે તે ધર્મની ટીકા કરવા માંડે છે.