________________
૪૯]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા વેદાન્તમાં કહ્યું છે કે, મનુષ્ય જ્યાં સુધી જાગ્રત હોય છે ત્યાં સુધી તેની શક્તિઓ ઇન્દ્રિયો દ્વારા બહાર નીકળતી રહે છે, કારણ કે ઈન્દ્રિયે પિતાની શક્તિઓદ્વારા તે કોઈ કામ કરતી હતી નથી. ઈન્દ્રિયઠરિા કામ લેનાર તે બીજે જ કોઈ હોય છે. આંખની આંખ કાનને કાન અને આ પ્રમાણે મનનું મન પણું બીજું જ કઈ હોય છે. ઈન્દ્રિય દ્વારા તેની શક્તિઓ બહાર નીકળે છે. જ્યારે ઈન્દ્રિય કામથી નિવૃત્ત થાય છે અને સુઈ જાય છે તે વખતે તે બધી શક્તિઓ મનમાં કેન્દ્રિત થઈ જાય છે અને ત્યારે મન સ્વપ્ન જુએ છે. - શ્રી ભગવતી સૂત્રમાં સ્વપ્ન વિષ્પક પ્રશ્નના ઉત્તરમાં ભગવાને કહ્યું છે કે, સ્વપ્ન સુતેલે માણસ જોઈ શકતે નથી તેમ જાગ્રત માણસ પણ સ્વપ્ન જોઈ શકતા નથી. પણ જે સુત- , જાગતે અર્થાત અર્ધજાગ્રત અને અર્ધ સુષુપ્ત મનુષ્ય હોય છે તે જ મનુષ્ય સ્વપ્ન જુએ છે. આ ઉપરથી અત્રે એક પ્રશ્ન ઉભો થાય છે કે, સુષુપ્તિ અને જાગૃતિ એ બંને વાતે એક સાથે કેવી રીતે સંભવી શકે ? આ પ્રશ્નને ઉત્તર એ છે કે, ઈન્દ્રિયોથી તે જે સુતે હોય છે અને મનથી જે જાગતા હોય છે તે જ સ્વપ્ન જુએ છે. એ સ્વપ્નમાં જે દશ્ય આ ભવમાં જોયું ન હોય તે દશ્ય પણ જોવામાં આવે છે. સ્વપ્ન પૂર્વજન્મના સંસ્કારને પરિચય પણ આપે છે. સ્વપ્નમાં જે કાંઈ જોવામાં આવે છે તે આત્માએ આ ભવ કે પૂર્વ ભવમાં અનુભવ કરેલ હોય છે. આ અનુભવને આત્મા મેહને કારણે ભૂલી ગએલ હેય છે.
" શાસ્ત્રમાં મૃગાપુત્ર વિષે કહેવામાં આવ્યું છે કે, મૂછ પામ્યા બાદ તે મેહરહિત થયે. આને સાધારણ અર્થ એ છે કે, તેને મૂછ આવી અને એ મેહરહિત થવાને કારણે તેને જાતિસ્મૃતિનું જ્ઞાન થયું.
આ પ્રમાણે સ્વપ્ન પૂર્વભવના સંસ્કારને પરિચય આપનાર હોય છે તે જ પ્રમાણે આવી મૂછ પણ જાતિસ્મૃતિનું જ્ઞાન કરાવે છે. જે પ્રમાણે મૃગપુત્રને મૂછ આવી હતી તે જ પ્રમાણે જ્યારે રાજીમતિએ એમ સાંભળ્યું કે, ભગવાને દીક્ષા લઈ લીધી છે, ત્યારે તેને પણ મૂછ આવી ગઈ. આ પ્રમાણે રાજીમતિને પહેલાં મૂછ આવી અને આખરે તે વિચાર કરતી એ નિશ્ચય ઉપર આવી કે, ભગવાનની માફક મારે પણ દીક્ષા લઈ લેવી જોઈએ.
સિદ્ધાન્તના આ કથન ઉપરથી હવે વિચાર કરે કે, રાજમતિને જે મૂછ આવી તે આખરે કેવી રહી? આખરે એ મૂર્છાને કારણે રાજીમતિએ સંયમ ધારણ કર્યો અને ભગવાન જે માગે ગયા હતા તે જે માગે તે પણ ગઈ અને ભગવાનને એ રીતે સાચા મોહનગારા બનાવ્યા. અને એટલા માટે જ એમ કહેવામાં આવે છે કે –
શ્રી જિન મોહનગારે છે, જીવનપ્રાણ હમારે છે.” . આ વાતને વાસ્તવિક રીતે કહેવાની અધિકારીણી તે રાજીમતિ જ છે. મૂર્છા આવ્યા બાદ તે કહેવા લાગી કે, હવે મારું ચિત્ત ભગવાનની તરફ ચુંટેલું છે એટલા માટે હવે આ સંસાર મારા માટે આનંદદાયક રહ્યો નથી. તે પહેલાં તે એમ વિચારતી હતી કે, ભગવાન મને શા માટે છેડીને ચાલ્યા ગયા પણ પછી તે વિચારવા લાગી કે, ભગવાન મને છોડી નથી ગયા પણ મને અનંત સંસારસાગરને પાર કરવાનો માર્ગ બતાવી ગયા છે. એટલા માટે અનંત સગરને પાર જવાને બદલે સંસારનાં પદાર્થોમાં શા માટે ફસાઈ રહું ?
ગીતામાં કહ્યું છે કે, જે કામ એક ઘડાના પાણીથી થઈ શકે છે, શું તે કામ ક્ષીરસાગરના પાણીથી થઈ ન શકે? જરૂર થઈ શકે. આ જ પ્રમાણે વેદાદિનું અધ્યયન કરવું