________________
વદ ૯]
રાજકેટ—ચાતુર્માસ
[ ૪૯૫
કાઈ પણ રીતે અગ્નિસંસ્કાર કરવાના છે. આ પ્રમાણે વિચાર કરી તેમણે પોતાની માતાના મૃતદેહનું એક એક અંગ કાપ્યું અને એક એક અંગને લઈ જઈ બન્યું. આખા મૃતદેહ તેમના એકલાથી ઉપાડી શકાય એમ ન હતું એટલા માટે તેમણે આમ કર્યું પણ પેાતાના તત્ત્વજ્ઞાનના સત્યને ત્યાગ કર્યો નહિ.
જે લેાકેા આ પ્રમાણે ખીજાના કદના લાભ લે છે અને ખીજાને કષ્ટમાં પડેલા જોઈ પતિત કરવા ચાહે છે તેઓ શું સત્યનું પાલન કરે છે ખરા ?
મતલબ કે, આદ્ય શંકરાચાર્યે પેાતાની માતાના મૃતદેહને ઉપડાવવા માટે પણ પેાતાના તત્ત્વજ્ઞાનના ત્યાગ કર્યાં નહિ તેા પછી ઘેાડા પૈસાને માટે સત્યને ત્યાગ કરવા શું ઉચિત છે ? તમારાથી જો નિરપેક્ષ સત્ય અને નિરપેક્ષ યાનું પાલન થઈ શકતું ન હેાય તા સાક્ષેપ સત્ય અને સાપેક્ષ ઘ્યાનું તેા અવશ્ય પાલન કરે. જે નિરપેક્ષ યાનું પાલન કરે છે તે તે મેઘરથ અને પુરાણામાં પ્રસિદ્ધ થએલ શિબિ રાજાની માફક કબુતરની રક્ષા માટે પણ શરીરનું અલિદાન આપી દે છે. તમારાથી જો એટલેા ત્યાગ થઈ શકતા ન હેાય તે જે અપરાધી નથી તેમને તે ન જ મારા. જે નિરપરાધીઓને પણ મારવા તૈયાર થઈ જાય છે તે નિરપેક્ષ યાનું પાલન શું કરે?
હું ઘાટકેાપરમાં હતા. ત્યાં મેં જીવયાને ઉપદેશ આપ્યા હતા. તે ઉપદેશના પ્રભાવ લેાકેા ઉપર ઘણા જ પડ્યો હતા. તેમાં પ્રેમજીભાઈ તે તા દયાની લગની એવી લાગી હતી કે, કુરલા અને વાંદરાના કતલખાનામાં જે જીવા મરે છે તેમને કાઈ પણ ઉપાયે બચાવવા. જો કે, કતલખાનાંઓમાં જે જીવા મરે છે તે જીવાને પાતે મારતા નથી પશુ જે દયાળુ લાંકા હાય છે તે તેા બધા ઉપર ધ્યા કરે છે અને એમ વિચારે છે કે, અમને જે પશુઓ દૂધ આપે છે તે પશુએ આમ શા માટે મારી નાંખવામાં આવે ? પ્રેમજીભાઈ અને બીજા ભાઈઓએ મળીને તે માટે ઘાટકેાપરમાં એક સંસ્થા સ્થાપિત કરી. પ્રેમજીભાઈ તેના વાઈસ પ્રેસીડેન્ટ બન્યા હતા. હમણાં તેમના દેહાન્ત થયા છે કે જેમના સ્મરણમાં ધાટકાપર વગેરે સ્થાનામાં તેમને શાક પણ માનવામાં આવ્યા હતા. અમારે ત્યાં શાક તા માનવામાં આવતા નથી એટલા માટે એમના વિષે એટલું જ કહેવાનું છે કે, તે ભાઈએ જીવદયા માટે આટલા આત્મભાગ આપ્યા હતા તે શું તમે જીવદયા માટે કાંઈ કરી નહિ શકે!? જે લેાકેા અહીંની સંસ્થાએ જોઈ આવ્યા છે તેઓ કહેતા હતા કે, જો અહીં' અનાથાશ્રમ ન હેાત તેા ન જાણે કેટલા બાળકો મૃત્યુને પામત ! જો આ વિષે વિચાર કરવામાં આવે તેા જણાશે કે, ભારતના મનુષ્યાની કદર કુતરા જેટલી પણ થતી નથી; અંગ્રેજ લેકે પોતાના કુતરાંને ગાડીમાં ખેસાડે છે પણ ભારતના મનુષ્યાને ખાવાનું પણ મળતું નથી. આ વાતને પૂર્વાપર વિચાર કરી તમે લોકો શ્રીમન્ત બનીને બેસી જ ન રહે। પશુ ગરીઓ ઉપર દયા કરેા. જો તમે નિરપેક્ષ દયા રાખી શકેા તા તે સારું જ છે નહિ તે સાપેક્ષ દયા રાખા તાપણુ કલ્યાણ જ છે.