________________
૪૪ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[બીજા ભાદરવા
સંસારમાં જ્ઞાની અને અજ્ઞાનીને આ પ્રકારના ભેદ તા ચાલતા જ રહે છે. આ કથનાનુસાર સુદર્શન પણ અભયાના કૃત્ય વિષે એમજ વિચારતા હતા કે, આ માતા મારું કલ્યાણ કરી રહી છે. પેાતાને તત્ત્વજ્ઞાનની અગ્નિમાં હામીને મારા આત્માને ઉજ્વલ બનાવી રહી છે. આ કારણે જ રાજાએ કાંઈ માંગવાનું કહ્યું તે તેણે મારી માતાને કાઈ પ્રકારનું કષ્ટ ન થાય એ જ માંગ્યું.
:
આખરે સત્યને જ વિજય થાય છે એ વાતને લક્ષ્યમાં રાખી સુદÖનની માફક જો નિરપેક્ષ સત્યનું પાલન કરી ન શકેા તે સાપેક્ષ સત્યનું તે અવશ્ય પાલન કરો. જે સંસાર વ્યવહારમાં રહે છે, તેમનીારા નિરપેક્ષ સત્યનું પાલન થઈ શકતું નથી. નિરપેક્ષ સત્યને તે તે જ પાળી શકે છે કે જે સંસારવ્યવહારના ત્યાગી છે. સંસાર-વ્યવહારમાં રહેનાર અમુક વાત સત્ય છે એમ માને છે અને જાણે છે પણ કાયદાની દૃષ્ટિએ તે વાત સત્યસિદ્ધ થતી નથી. આ પ્રમાણે તે નિરપેક્ષ સત્યની ઉપેક્ષા કરી દે છે અને તેથી તેનીદ્રારા સાપેક્ષ સત્ય જ પાળી શકાય છે. જેમકે રાજા ધિવાહને પશ્ચાત્તાપ કરતાં એમ કહ્યું કે, “હું જાણતા હતા કે, આ રાણીનું જ છળકપટ છે પરંતુ તમે ખેલ્યા નહિ અને રાણીના સાક્ષી હતા એટલે સાક્ષીઓના આધારે મારે નિર્ણય આપવા પડયા. સાપેક્ષ સત્યનું પાલન કરવા માટે તમને શૂળીએ ચડાવવાના દંડ આપવા પડયો. ” આ પ્રમાણે ગૃહસ્થદ્વારા નિરપેક્ષ સત્યનું પાલન થઈ શક્યું નથી. પણ આજકાલ તે નિરપેક્ષ સત્યની વાત તે એક બાજુ રહી સાપેક્ષ સત્ય પણ પળાતું નથી. અને સાપેક્ષ સત્યને પણ ઉડાડી દેવામાં આવે છે અને આમ કરવામાં જે કુશળ હેાય છે તે હેાશીયાર વકીલ–ખેરીસ્ટર માનવામાં આવે છે. તમારી ઉપર નિરપેક્ષ સત્યનું પાલન કરવાની જવાબદારી મૂકવામાં આવતી નથી, પરંતુ સાપેક્ષ સત્યનું તેા પાલન કરે. સુદઈન શેઠે તે ગૃહસ્થ હોવા છતાં નિરપેક્ષ સત્યનું પાલન કર્યું હતું તે પછી શું તમે સાપેક્ષ સત્યનું પાલન નહિ કરે? ભક્ત તુકારામે કહ્યું છે કેઃ— 'सत्य बोलते जरी तुका म्हणे तो च हरी. '
ܕܕ
અર્થાત્—જ્યાં સત્ય ખેલવામાં આવે છે ત્યાં જ. ભગવાન છે. એટલા માટે તમે સાપેક્ષ સત્યની અવહેલના ન કરો. સાપેક્ષ સત્યનું પાલન કરતાં કરતાં જ્યારે નિરપેક્ષ સત્યનું પણ પાલન કરવા લાગશો ત્યારે પરમાત્માને ભેટ થવામાં વાર નહિ લાગે. જો તમે સત્યને ધનથી વિશેષ માને છે તે ધનને માટે સત્યને ત્યાગ ન કરેા. સાપેક્ષ સત્યને તે ન ભૂલા. સંસારમાં એવા લાકા પણ થાય છે કે જેમણે સત્યને માટે બધાં કા તા સહ્યાં પણ સત્યને ત્યાગ ન કર્યો.
શંકરાચાર્યનું નામ બ્રાહ્મણ સમાજમાં ધણું ઊંચું માનવામાં આવે છે. તેએ જગદ્દગુરુ પણ કહેવાય છે. આજે તે લેાકા શંકરાચાર્યના શિષ્ય કહેડાવવામાં ગૌરવ માને છે પણ આદ્ય શંકરાચાર્યનાં તત્ત્વોના કેવી રીતે વિરોધ થયા હતા એ સાંભળે તે દિઙમૂઢ થઈ જવાય. આદ્ય શંકરાચાર્યની માતા મૃત્યુ પામી હતી. તેમના તત્ત્વોના વિરાધ થવાને કારણે બ્રાહ્મણ લેાકા કહેવા લાગ્યા કે, હવે તે ઠેકાણે આવશે. આપણે તેની માતાના મૃતદેહને ઉપાડવા નહિ જઈએ, તા તે આપણી ખુશામત કરશે અને આપણી વાત માનશે એટલા માટે તેની માતા મૃત્યુ પામી એ સારું થયું.
બ્રાહ્મણેાના આ વિચાર સાંભળી આદ્ય શકરાચાર્યે વિચાર્યું કે, માતાના મૃતદેઢુ ઉપાડવા માટે મારે મારા તત્ત્વજ્ઞાનના સત્યને કદાપિ છેડી દેવું ન જોઈએ. આ તા મૃતદેહ છે, એના