________________
૪૯૨ ]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[બીજા ભાદરવા
ખાટા સિક્કાના સંગ્રહ બુધ્ધિમાન લેાકો કરતા નથી. સંસારમાં એવી પદ્ધતિ પ્રચલિત છે કે, જેમની પાસે વધારે સિક્કા હાય છે તે મોટા માણસ માનવામાં આવે છે પણ જો તે સિક્કા સાચા હાય, ખાટા ન હેાય તેા. આ જ પ્રમાણે જે વ્રત-નિયમમાં તા અસ્થિર છે પણ ઉપરથી સાધુ બની ખેસેલ છે તે ખાટા સિક્કાની સમાન છે. તેમની કાઈ કદર કરતું નથી. સત્પુરુષાની સેવાથી પાપી પશુ સુધરી જાય છે પણ તેમની સત્પુરુષ છે. ઢાંગીની સેવાથી કાંઈ લાભ થતા નથી.
સેવાથી જે સુધરે છે તે
અનાથી મુનિ આ વિષે ત્રીજું ઉદાહરણ આપે છે. તે કહે છે કે, કાચના ટૂકડા ગમે તેટલા ચમકતા હાય અને હીરા-પન્નાની માફક જ કેમ દેખાતા ન હેાય, છતાં તે રત્ન નથી અને રત્ન જેટલી તેની કીંમત અંકાતી નથી. કોઈ વ્યક્તિ કાચના ટૂકડાને રત્ન કહી બતાવે તો કોઈ અજ્ઞાન માણુસ ભલે તેને રત્ન માની લે, પણ જાણકાર માણસ તેને રત્ન માની શકશે નહિ અને રત્ન માની તેને સંગ્રહ પણ કરશે નહિ.
અનાથી મુનિ આ ત્રણ ઉદાહરણા આપી એમ કહે છે કે, જે પ્રમાણે આ ખાલી મુઠ્ઠી, ખાટા સિક્કો અને કાચના ટૂકડા અસાર છે, તે જ પ્રમાણે વ્રત–નિયમેાના પાલન વિના કેવળ સાધુવેશ અને બહારની ક્રિયા પણ અસાર છે. જે બહાર તા સાધુપણું બતાવે છે અને અંદર કોઈ ખીજો જ ભાવ રાખે છે-સાધુપણાને પાળવાનેા ભાવ રાખતા નથી–તે પણ અસાર છે.
આ ઉદાહરણાને ચાહા તે દૃષ્ટિએ ધટાવી શકેા છે. દુનિયાને માટે પણ પ્રસિદ્ધિ છે કેઃઊંચી સી દુકાન, પ્રીસે પકવાન;
પાંચસાં કી પૂજી પર, પન્નૂહ સાં કા દિવાલા હૈ!
અર્થાત્—પૂજી તે થાડી છે પણ ઉપરના દેખાવ બહુ બતાવવામાં આવે છે કે જેથી લોકા તેને ધનવાન સમજી પેાતાનું ધન સોંપી જાય. આ જ વાત એ સાધુએને માટે પણ સમજવાની છે કે, જેઓ સાધુપણાની પૂછ ન હેાવા છતાં ઉપરથી ઢાંગ બતાવે છે. જે સાચા તત્ત્વજ્ઞાની હશે તે તે અંદર કાંઈ ખીજું રાખી અને ઉપરથી કાંઈ ખીજું જ બતાવી કાઈ તે કદાપિ ઠગવાના પ્રયત્ન કરશે નહિ.
જો કે, અનાથી મુનિએ જે કાંઈ કહ્યું છે તે સાધુઓને લક્ષ્યમાં રાખી કહ્યું છે પણ આ વાત બધાને એક સરખી લાગુ પડે છે. તમારે શ્રાવક્રાએ પણ એ વાતની સાવધાની રાખવી જોઈ એ કે અંદર તેા કાંઈ બીજી રાખે। અને ઉપરથી કાંઈ ખીજું ન બતાવેા. શાસ્ત્રમાં કહ્યું છે કેઃ—
मायी मिच्छादिठ्ठी अमायी सम्मदिठ्ठी ।
અર્થાત્~~~જે અંદર તા કાંઈ બીજુ જ રાખે છે અને ઉપરથી કાંઈ ખીજી જ બતાવે છે તે મિથ્યાદષ્ટિ છે. સમષ્ટિ તેા તે છે કે, જે કપટભાવ રાખ્યા વિના અંદર જેવું હાય છે તેવું જ બહાર બતાવે છે.
કદાચ કાઈ એમ કહે કે, અમે શ્રાવક છીએ પણ આખરે અમે ગૃહસ્થ છીએ એટલા માટે જો અમે ઉપરને ભપંકેા ન રાખીએ તો અમારું કામ ચાલી શકતું નથી. ઉપરથી તે અમારું ‘પેાલીસી ’રાખવી જ પડે છે. પર`તુ જ્ઞાનીએ આ વિષે કહે છે કેઃ—