________________
વદ ૯ ]
રાજકોટ–ચાતુર્માસ
[ ૪૮૯
देवा वि तं नमस्सन्ति जस्स धम्मे सया मणो। અર્થાત-જેમનામાં ધર્મ છે તેમને દેવે પણ નમસ્કાર કરે છે. વાસ્તવમાં દેવે મોટા છે કે મનુષ્યો? સાંસારિક વૈભવ અને ભોગવિલાસમાં દેવો ભલે બેટા ગણાતા હોય પરંતુ ધર્મપાલનમાં તે મનુષ્યો જ મોટા છે. દેવે વિલાસ માણી શકે છે પરંતુ ધર્મનું પાલન કરી શક્તા નથી. ધર્મનું પાલન તે મનુષ્યો જ કરી શકે છે. એટલા માટે દેવો નહિ પણ મનુષ્ય જ મોટા છે.
એ બે ગાંધર્વો વચ્ચે થતી વાત, રાજાએ સાંભળી. રાજા વિચારવા લાગ્યો કે, “કઈ પણ રીતે એ તત્ત્વજ્ઞાનીને નીચે પાડે જોઈએ. સાંસારિક વૈભવોમાં લલચાવી તેને તત્ત્વજ્ઞાનથી. પતિત કરે અને તત્ત્વજ્ઞાન મોટું નહિ પણ સંસારનાં વૈભવ મોટાં છે એ વાત સિદ્ધ કરવી.” આ પ્રમાણે વિચાર કરી રાજા સવારના પહોરમાં દશ હજાર ગાયો અને એક મૂલ્યવાન હાર લઈ રથમાં બેસી તે તત્ત્વજ્ઞાની પાસે ગયો. તત્ત્વજ્ઞાની પાસે જઈ તેણે કહ્યું કે, હું આપને આ બધી ગાયો, આ હાર તથા આ રથ ભેટમાં આપું છું અને આપ મને તત્વજ્ઞાન સંભળા, એટલું જ આપની પાસે ચાહું છું. રાજાના આ કથનના ઉત્તરમાં એ તત્ત્વજ્ઞાનીએ રાજાને કહ્યું કે, “હે ! ક! તું અહીંથી જેમ આવ્યો તેમ પાછો ચાલ્યો જા. તું તત્ત્વજ્ઞાન સાંભળવાને યોગ્ય નથી.”
રાજા ક્ષત્રિય હતા છતાં તે તત્ત્વજ્ઞાનીએ તેને શુદ્ધ કેમ કહ્યો? આને ખુલાસો કરતાં શંકરભાષ્યમાં કહ્યું છે કે, જેમના હૃદયમાં તો બીજું હોય છે અને ઉપરથી બીજું કાંઈ કહે છે તથા જે સંસારના વૈભવના સંતાપથી શેકાકુલ રહે છે તે શુદ્ર કહેવાય છે. :
એ તત્ત્વજ્ઞાનીનું કહેવું સાભળી રાજા ચેકી ઊઠ્યો. તે વિચારવા લાગ્યો કે, વાસ્તવમાં તે હસે ઠીક જ કહેતા હતા. આ તત્ત્વજ્ઞાની તે મારા વૈભવને તુચ્છ માને છે અને મને શુદ્ર કહે છે. એ આટલે દરિદ્રી હોવા છતાં તેને સંસારના વૈભવ તુચ્છ લાગે છે. એની દષ્ટિમાં તે સ્વર્ગ પણ તુચ્છ છે. એને એટલે પણ વિચાર થતો નથી કે, હું આવો તત્વજ્ઞાની થઈને પણ દુઃખી છું. વાસ્તવમાં આ સાચે તત્ત્વજ્ઞાની છે અને તત્ત્વજ્ઞાનીની આગળ સાંસારિક વૈભવ તુચ્છ જ હોય છે.
રાજા આ પ્રમાણે વિચાર કરી તત્ત્વજ્ઞાનીને કહેવા લાગ્યો કે, આપ મારે અપરાધ ક્ષમા કરે. હું આ ગાય, આ હાર વગેરે આપી આપને તત્ત્વજ્ઞાનથી પતિત કરી એમ બતાવવા ચાહતે હતું કે, તત્વજ્ઞાનની અપેક્ષાએ સાંસારિક વૈભવ જ મોટાં છે, પણ મારો આ અપરાધ હવે માફ કરો અને મને તત્ત્વજ્ઞાન સંભળા. રાજાના આ કથનના ઉત્તરમાં તત્ત્વજ્ઞાનીએ કહ્યું કે, તું જે તત્ત્વજ્ઞાન સાંભળવા ચાહે છે તે તારા આ વૈભવને દૂર કરી મારી સામે બેસ, હું તને તત્ત્વજ્ઞાન સંભળાવું છું. - આ પ્રાર્થનામાં પણ કહ્યું છે કે –
જીવાદિકને તત્વ હિયે ધર, હેય ય સમજીને રે;
તીજે ઉપાદેય ઉલખીને, સમક્તિ નિર્મલ કીજે રે. સુજ્ઞાની આ પ્રાર્થનામાં આ તત્ત્વજ્ઞાન બતાવવામાં આવ્યું છે પણ તમે આ તત્ત્વજ્ઞાનને સમજવા માટે કઈ ચીજને ત્યાગ કરે છે એ જુઓ. ઉપરથી તે તત્ત્વજ્ઞાનની વાત કરે અને હૃદયમાં