________________
વદ ૩]
રાજકેટ–ચાતુર્માસ
[૪૬૫
ગૃહસ્થને તે લાભ થશે, પણ ગૃહસ્થની ભાવના સાધુઓમાં જેટલી આવશે, એટલી જ સાધુતામાં ખરાબી આવી જશે. એટલા માટે તમે લોકોએ અમારામાં તમારી ભાવના ભરવી ન જોઈએ.
શાહ ઘરે સબ આયે બધાયે, મેતી ચૌક પુરાય; દેવ ગયે નિજ સ્થાન રાયજી, બેલે મંગલ વાય. એ ધન ૧૧૬ . ધર્મ મંડના પાપ ખંડના, તુમ ચરણે સુપસાય;
હુઈ ન હૈ ઈસ જગ માંહિ, સબ જન સાખ પુરાય. . ધન ૧૧૭ શેઠે જો કે પિતાના મનમાં ધર્મની સેવા કરવાને નિશ્ચય કરી લીધો છતાં શેઠ વ્યવહાર કુશળ હતા એટલે તેમણે વિચાર્યું કે, જ્યારે આ બધા લેકેની ભાવના એવી છે તે એકવાર ઘેર જઈ રાજા–પ્રજા વગેરે બધાને સંતોષ આપવો જોઈએ. હું સતર્ક છું, એટલે મને હવે સંસાર બંધનકર્તા થઈ શકશે નહિ.
આજે એમ કહેવામાં આવે છે કે, વૈરાગીને માટે વળી ઉત્સવ શું? પણ તે વિષે શાસ્ત્ર શું કહે છે તે જુઓ. શાસ્ત્રમાં કોઈ વૈરાગીએ એમ કહ્યું નથી કે, અમારા માટે ઉત્સવ કરવામાં આવે કે અમને રાજ્ય આપવામાં આવે. આ તે તેમના માબાપે કે તેમના ધર્મ બંધુઓએ જગતને દીક્ષાનું મહત્ત્વ બતાવવા માટે કે પોતાની જવાબદારી પૂરી કરવા માટે જ વૈરાગી પાસે એક દિવસ રાજ્ય કરવાની વાત માંગી, કે દીક્ષેત્સવ કરાવ્યો, પણ તેમની માંગણીને વૈરાગીએ ન તે નિષેધ કર્યો કે ન તેનું સમર્થન કર્યું.
આ જ પ્રમાણે શેઠ પણ તે લેકેની વાતને નિષેધ કરી ન શક્યા. હવે આગળ શું બને છે તેને વિચાર હવે પછી કરવામાં આવશે.
વ્યાખ્યાન: સંવત્ ૧૯૯૨ બીજા ભાદરવા વદી ૭ શનિવાર
=
=
પ્રાથના વિશ્વન' નૃપ “અચલા પટરાનીજી, તસુ સુત કુલસિણગાર તે સુભાગી; જન્મતાં શાન્તિ કરી નિજ દેશ, મૃગી માર નિવાર હે સુભાગે;
શાન્તિ જિનેશ્વર સાહબ સેલમા. ૧
–વિનયચંદ્રજી કુંભ, ચોવીશી
શ્રી શાન્તિનાથ ભગવાનની આ પ્રાર્થના કરવામાં આવી છે.
પ્રાર્થના કરનાર વ્યક્તિ પ્રાર્થનાદ્વારા શાન્તિની અભિલાષા કરે એ સ્વાભાવિક છે; કારણ કે બધા લેકે શાન્તિ ચાહે છે અને એટલા જ માટે ભગવાનને શાન્તિનાથ કહીને ભક્ત તેમની પાસેથી શાતિની ચાહના કરે છે. પરંતુ જવાનું અને એ છે કે, ભક્ત ભગવાન શાન્તિનાથ પાસેથી કેવી શાન્તિ ચાહે છે? એવી કઈ શાન્તિ છે કે જેને માટે ભક્તએ તન, મન અને વચનની શુદ્ધિ કરવી પડે છે ! ૧૪