________________
૪૬૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ
[ બીજા ભાદરવા
કરે. તેને પતિત ન કરે. આ નાની ઉંમરને વ્યર્થ ગુમાવી ન દે. જાગ્રત થાઓ અને સમયને સદુપયોગ કરે. કેવળ ચાલબાજીથી-ચાલાકીથી આ સંસારમાંથી મુક્ત થઈ શકાતું નથી એટલા માટે નિદ્રાને ત્યાગ કરી જાગ્રત થાઓ.”
એક પુસ્તકમાં વાંચ્યું હતું કે, કોઈ પાગલખાનામાં એકવાર આગ લાગી. તે વખતે દયાળુ લેકો પાગલખાનામાં રહેતા પાગલેને કહેવા લાગ્યા કે, બહાર નીકળો, પણ તે પાગલ લેકે કહેવા લાગ્યા કે, “તમે લેકે તે થોડીવાર જ દીવાળી ઉજવો છો પણ અમે તે સારી રીતે દીવાળી ઉજવી રહ્યા છીએ. પાગલ તે તમે છો, અમે નથી.” આ પ્રમાણે કહીને તે પાગલ લેકે પ્રસન્ન થવા લાગ્યા.
' આવા પાગલ લેને કેવી રીતે સમજાવી શકાય ? આ જ પ્રમાણે જે લેકે સંસારનાં કામમાં પાગલ થઈ રહ્યા છે તેમને પણ કેવી રીતે સમજાવવા ? કેટલાક લોકો કહે છે કે, ધર્મ કે ઈશ્વરની શક્તિ ક્યાં છે? પણ ધર્મ કે ઈશ્વરની શક્તિ ન જોઈ શકવામાં દેષ કેન છે, એ કેમ જોતા નથી ? કઈ માણસ કાન બંધ કરી વાગતાં વાજાને માટે કહે કે વાજાં ક્યાં વાગે છે? તે આને માટે બીજો શું કહી શકે? આ જ પ્રમાણે લેકે પિતાના વિષે જેતા નથી કે તે શું કરે છે. ભક્ત લેકે તે પોતાની ભૂલ જોઈને જ એમ કહે છે કે –
હે ! પ્રભુ મેરે હી સબ દેષ. ભક્તો કહે છે કે, ધર્મ કે ઈશ્વરની શક્તિ જોવામાં આવતી નથી તેમાં ધર્મ કે ઈશ્વરને દોષ નથી પરંતુ અમારે જ દોષ છે. ભક્તોની માફક તમે પણ તમારી ક્રિયા જુઓ કે, તમે શું કરી રહ્યા છે ? તમારી ક્રિયામાં તમને જે અપૂર્ણતા જણાતી હોય તેને દૂર કરવાને પ્રયત્ન કરે. વેશ અને વચનમાં તે વૈરાગ્ય રાખવામાં આવે અને પાપને હૃદયમાં છુપાવવામાં આવે તે શું તે ઠીક કહેવાય ? આ પ્રમાણે હૃદયની કુટીલતાથી ધર્મ કે પરમાત્માની શક્તિ જોઈ શકાતી નથી. સૂક્ષ્મદર્શક યંત્રને જે બરાબર ગોઠવી સીધું રાખવામાં આવે છે તે તેની દ્વારા વસ્તુ જોઈ શકાય છે પરંતુ જો તેને જરા આડું રાખવામાં આવે તે વસ્તુ જોઈ શકાતી નથી. આ જ પ્રમાણે પરમાત્માની શક્તિ પણ તેની રીતિ પ્રમાણે જોઈ શકાય છે. જ્યારે સ્કૂલ વસ્તુમાં આડું અવળું ચાલી શકતું નથી તો પછી સૂકમ વસ્તુમાં તે તે ચાલી જ કેમ શકે ?
સુદર્શને આ પ્રમાણે બધાને ઉપદેશ આપે. લેકે કહેવા લાગ્યા કે, હવે શેઠને સરઘસના આકારમાં ઘેર લઈ જવા જોઈએ. શેઠ વિચારવા લાગ્યા કે, મેં આ લોકોને તે આ પ્રકારને ઉપદેશ સંભળાવ્યું પણ હવે મારે પિતાએ ઘેર રહેવું જોઈએ કે જંગલમાં જવું જોઈએ. મારી અભયા માતાને જે દુઃખ થયું છે તેનું કારણ મારે ગૃહવાસ જ છે. હું જ્યારે પારકે ઘેર જતો હતો ત્યારે તે કપિલા માતાને દુઃખ થયું અને જ્યારે પારકે ઘેર જવાને ત્યાગ કર્યો અને પિતાના ઘેર રહ્યો ત્યારે અભયા માતાને કષ્ટ થયું. આ પ્રમાણે બધાં દુઃખો ગૃહવાસને કારણે જ છે. હવે તે જે ધર્મના પ્રતાપથી શુળીનું સિંહાસન થઈ ગયું તે ધર્મની જ સેવા કરવી.
શેઠ અમરચંદ પીત્તલીયાજી કહેતા હતા કે, “માખણમાં જેટલી વધારે છાશ રહી જાય, તેટલું માખણ વધારે ખરાબ થઈ જશે, પણ છાશમાં જેટલું માખણ વધારે રહી જાય, તેટલી છાશ વધારે સારી રહેશે. ” આ જ પ્રમાણે સાધુની ભાવના ગૃહસ્થમાં આવવાથી