________________
વદ ૨ ]
રાજકાટ-ચાતુર્માસ
[૪૬૧
જેમ સેનાનું ચિહ્ન નિશાન માનવામાં આવે છે તેમ ખર્યાસમિતિ એ સાધુનું ચિહ્ન છે. એટલા માટે સાધુ-સાધ્વીએએ ઈર્યાસમિતિ વિષે બહુ જ સાવધાની રાખવાની આવશ્યકતા રહે છે. સાધુ-સાધ્વીઓએ એ વાતનું ધ્યાન રાખવું જોઈએ કે, અમે સંસારની ધમાલ જોવામાં કે કાષ્ઠની સાથે વાત કરવામાં યસમિતિની અવહેલના કરી ન નાંખીએ. જો અમે સંસારની આ પ્રકારની ધમાલ જોવામાં ન પડીએ પણ ભગવાનની આજ્ઞાનું પાલન કરવામાં ધ્યાન રાખીએ તેા રાજાની આજ્ઞાનું પાલન કરવાથી નાકરતે જેવા લાભ થાય તેથી અધિક લાભ અમને પણ થાય.
આજે પ્રાયઃ એવું બને છે કે, સાધુઓને કાઈ કાંઈ કહે છે તે તેઓ સામા દખાવવા લાગે છે. કાઈ સાધુને જો એમ કહેવામાં આવે કે, તમારામાં આ ભૂલ છે; તેા એ ભૂલને ભૂલ માની જો સાધુ પ્રતિક્રમણ કરી શુદ્ધ થઈ જાય અને ભવિષ્યમાં તેવી ભૂલ ન થાય તેનું ધ્યાન રાખે તેા તે ઠીક છે; પણ જો કાઈ સાધુ એમ કહેવા લાગે કે, અમને સાધુને કહેનાર તમે કાણુ છે અને આ પ્રમાણે કહીને નારાજ થઈ જાય તા તેવા સાધુ સુધરી શકતા નથી. શાસ્ત્રમાં કહ્યું છે કે, સાધુને જો કોઈ ત્યાગેલા ધરની પાણી ભરનારી દાસી પણ શિક્ષા આપે તે તેને પણ માનવી, પરંતુ તેની અવહેલના ન કરવી. તું અમને કહેનાર કાણુ છે એમ તેને પણ કહી શકાય નહિ.
તમે કહેશો કે, સાધુ જો ઈયર્યાસમિતિનું ધ્યાન ન રાખે અને કહેવું ન માને તેા એવી દશામાં શું કરવું ? સાધુએ વિના તેા કામ પણ ચાલી શકતું નથી. તેમની આવશ્યકતા તે છે જ. આ પ્રશ્નના ઉત્તર એ છે કે, જો તમે તમારા આત્માને શુદ્ધ રાખા અને દઢતા ધારણ કરી રાખેા તા સાધુઓએ પણ માગ ઉપર આવવું જ પડશે. તમે કોઈ સાધુને કહેા અને તે તમારું કશું ન માને તે તમારે એમ સમજી લેવું જોઈએ કે, એ સાધુએ ઈર્યા-ભાષાસમિતિનું પાલન કરનાર નથી પણ અનાથતામાં પડી રહ્યા છે. આ પ્રમાણે તમે તમારા આત્માને દૃઢ રાખે। તા સાધુએ માટે સુધરવા સિવાય ખીજો એકેય માર્ગ નથી.
બીજી ભાષાસમિતિ છે. ખીજાને દુઃખ થાય એવી કટુ અથવા સાવદ્ય ભાષા સાધુ ખેલી શકે નહિ. આજે સાધુએમાં ભાષાના વિવેક બહુ ઓછે જોવામાં આવે છે. સાધુએના લેખ જુએ તે તેમની ભાષાથી એ જાણવું મુશ્કેલ થઈ પડે કે એ લેખ સાધુઓનેા હશે કે ગૃહસ્થના ? કદાચ એમ કહે। કે, મુનિના આશય સારા છે પણ શું ગૃહસ્થના આશય ખરાબ હાય છે ? પહેલાં ગુપ્તિને જોવી કે સમિતિને ? આશય સારા હેાવા છતાં પણ શું ભાષાનું ધ્યાન ન રાખવું ? શ્રી દશવૈકાલિક સૂત્ર, શ્રી આચારાંગ સૂત્ર અને શ્રી પદ્મવા સૂત્રમાં મુનિએએ કેવી ભાષા ખેલવી . મને કેવી ભાષા ન ખેાલવી એ વિષે ઘણા વિચાર કરવામાં આવ્યા છે.
સાધુ જો ભાષાસમિતિના જાણકાર હાય ! તેઓ પોતાના સંયમની રક્ષા કરવાની સાથે સંસારને સુધાર પણ કરી શકે છે. જેમકે કોઈ કહે કે, સાધુ લમપદ્ધતિમાં સુધાર કરી શકે કે નહિ ? સાધારણ રીતે તેા લગ્નના વિષે સાધુ એમ જ કહેશે કે લગ્નથી સાધુઓને ચું મતલબ ? પણુ જાણકાર સાધુ તે। લગ્નપતિને સુધાર કરવા માટે તમારી સામે મેધકુમાર જેવા કાઈનું ચિરત્ર રજુ કરશે કે જે દ્વારા લગ્નપદ્ધતિમાં આવે! સુધાર કરી શકાય છે.