________________
-
-
શુદ ૧૪]
રાજકેટ-ચાતુર્માસ
[ ૫૩
'
આપની કૃપાથી દૂર થઈ.” આ પ્રમાણે વિચાર કરી તેણીએ પિતાના પુત્રને કહ્યું કે, પુત્રો ! ઉઠો, તમારી ભાવના સફળ થઈ છે. ચાલો, તમારા પિતાને વધાવીને ઘેર લાવીએ !
શેઠ શગીના સ્થાને જઈ રહ્યા હતા ત્યારે શેઠાણી બહાર પણ નીકળી ન હતી પણ હવે તેને વધાવવા જઈ રહી છે. આ ઉત્કૃષ્ટ ભાવનાને જ પ્રતાપ છે.
મનેરમા સખીઓની સાથે શેઠ અને ધર્મનાં મંગલ ગીત ગાતી બહાર નીકળી. તે વખતે તેમને કેટલી બધી પ્રસન્નતા થતી હશે ! તે શેઠની સામે આવી. શેઠને પણ મનેરમા અને પુત્રોને જેઈ કેટલી બધી પ્રસન્નતા થતી હશે! કઈ ઉપવાસીને અન્ન કેવું પ્રિય લાગે છે એ વાતને જેમણે ઉપવાસ કર્યો હોય તે જ જાણી શકે છે. આ જ પ્રમાણે શેઠ અને શેઠાણીની પ્રસન્નતાને પણ તે જ જાણી શકે છે કે જેમણે તેમની માફક ભાવ તપ કર્યું ; બીજે કંઈ જાણું શકે નહિ. અન્નને રસ ઉપવાસ કરનારને જ સારે લાગે છે.
શેઠને જોઈ શેઠાણીના હૃદયમાં અને શેઠાણીને જોઈ શેઠના હૃદયમાં કે આનંદ થયો હશે. ત્યાં ઉપસ્થિત સ્ત્રીઓ મનોરમાને જઈ કહેવા લાગી કે, આ સતીએ આપણું મસ્તક ઊંચું રાખ્યું છે, અને આપણું મુખને ઉજ્જવલ બનાવ્યું છે.
આ પ્રમાણે ગુણગાન કરી સ્ત્રીઓએ મનોરમાને આદરપૂર્વક આસન ઉપર બેસાડી પણ લેકે કહેવા લાગ્યા કે આજે અમારે ત્યાં સીતારામની જોડી પ્રગટ થઈ છે એટલા માટે આ સતીને તે શેઠની પાસે જ બેસાડવી જોઈએ. અધું શરીર તે ઉપર રહે અને અર્ધ શરીર નીચે રહે એ ઠીક નથી.
બધા લેકેએ મળીને મને માને પણ સુદર્શનની પાસે સિંહાસન ઉપર બેસાડી દીધી. શેઠ શેઠાણી, જાણે સીતારામની જોડી બેઠી હોય એમ લાગતાં હતાં.
લોકેએ સુદર્શનને કહ્યું કે, અત્યારે અહીં સભા એકઠી થઈ છે. એટલા માટે આપ એ બતાવો કે, તમે તમારા કયા નિશ્ચય ઉપર કેવી રીતે દઢ રહ્યા અને અમે તમને અત્યાગ્રહ કર્યો છતાં તમે શા માટે બોલ્યા નહિ ?”
સુદર્શને જવાબમાં કહ્યું કે, તમે લેકે તથા આ રાજા પણ મને હાથ જોડે છે તે મારા આ હાડને નહિ પણ કઈ શક્તિવિશેષને હાથ જોડે છે. જે શક્તિને તમે બધા લોકો હાથ જોડ છે એ શક્તિ તમારા બધામાં પણ છે એટલા માટે તમે લેકે એમ ન સમજે કે, હું સિંહાસન ઉપર બેઠે છું પરંતુ એમ સમજો કે, આપણે બધાની શુભ ભાવના જ આ સિંહાસન ઉપર બેઠેલ છે. શરીરની વાત તે જુદી છે પણ આત્માની એકતામાં બધાયને સમાવેશ છે અને બધા આત્મા સિદ્ધ થયા બાદ સમાન જ છે.
આ વાત તમને જલ્દી સમાજમાં આવી જાય એટલા માટે આ વાતને સરળ કરીને તમને કહું છું.
એક માણસનું રત્ન એવાઈ ગયું. તેને યાદ આવ્યું કે, હું અમુક રસ્તેથી આવ્યો હતો એટલે મારું રત્ન ત્યાં જ ક્યાંય ખોવાઈ ગયું હશે. તે રત્નને શોધવા માટે પાછો ફર્યો. તેને માર્ગમાં અનેક ચીજે જોવામાં આવી પણ તે ચીજો માટે તે એમ કહેવા લાગ્યો કે, એ રત્ન નથી. આ પ્રમાણે માર્ગમાં જે કઈ ચીજ જોવામાં આવતી તેને માટે તે એમ જ કહે કે, એ રત્ન નથી. આ દષ્ટાન્ત પ્રમાણે જ્ઞાનીજને પણ જેતિ નેતિ કહે છે અર્થાત