________________
૪૪૪]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [ બીજા ભાદરવા પણ છે એ વાત તેમણે જાણવી જોઈએ. આજના વૈજ્ઞાનિકે પણ કહે છે કે, કઈ અદશ્ય શક્તિ અવશ્ય છે પણ તે જોવામાં આવતી નથી. પરંતુ તે અદશ્ય શક્તિ કેવી રીતે દેખી શકાય ! એ તે પૂર્ણ થયે જ જોઈ શકાય છે. તમે અહંકારને સંપૂર્ણ ત્યાગ કરી નાખે તે તમે પણ અદશ્ય શક્તિને જોઈ શકશે. પણ તમારી પૂર્ણતાને તે અહંકાર આવી રહ્યો છે માટે અહંકારને દૂર કરી પૂર્ણતા પ્રગટાવે. સૂર્ય પ્રકાશ શા માટે આપે છે! પૃથ્વી શા માટે સ્થિર રહે છે અને સમુદ્ર શા માટે મર્યાદા રાખે છે! આ વિષે વિચાર કરવાથી તમને જણાશે કે, અદશ્ય કઈ શક્તિ અવશ્ય છે.
તમારે ત્યાં શું ભોજન બન્યું છે તેની તમને ઘણીવાર ખબર હોતી નથી. પણ જ્યારે તમે જમવા બેસો ત્યારે તમારી પ્રકૃતિને અનુકૂલ ભેજન આવે તે તમે પ્રસન્ન થાઓ છે. એટલા માટે ત્યાં પણ કઈ અદષ્ટ કામ કરે છે કે નહિ ? કરે છે. છતાં તમે રસોઈ જમીને દૃશ્ય વસ્તુની જ પ્રશંસા કરે છે; અને અદશ્ય શક્તિને ભૂલી જાઓ છો! જે અન્ન-ધી વગેરે ન હોત તે શું એ રસેઈ બની શકત ? જે અદશ્ય શક્તિના પ્રતાપથી અન્ન-ઘી આદિ બનેલ છે તેને તે ભૂલી જાઓ છે અને અભિમાનને વશ થઈ દશ્ય વસ્તુની પ્રશંસા કરો છો ! જ્યારે આ પ્રકારનું અભિમાનનો ત્યાગ કરશે ત્યારે જ અદૃશ્ય શક્તિનું ભાન થશે અને પછી તમે આગળ જતાં પૂર્ણ પણ બની શકશે.
સુદર્શન અદશ્ય શક્તિને જાણતા હતા. તેને અદશ્ય શક્તિ ઉપર પૂરેપૂરો વિશ્વાસ હતો. પૂર્વ ભવમાં તેનું આયુષ્ય લાંબું ન હતું એટલે દેવોએ તેને બચાવ્યો ન હતો પણ આ ભવમાં તેનું આયુષ્ય બાકી હતું. એટલા માટે સુદર્શનની સત્યશીલની સાધનાએ દેવાનું આસન ચલાયમાન કર્યું. આસન ચલિત થવાથી દેવે વિચારવા લાગ્યા કે, આ શું થયું ? ધ્યાન કરતાં
જ્યારે તેમને જણાયું કે, સુદર્શનને શૂળીએ ચડાવવામાં આવ્યું છે. ત્યારે તેઓ કહેવા લાગ્યા કે, “આ તે બહુ અનર્થ થઈ રહ્યો છે. જે અમે આ અનર્થને અટકાવીશું નહિ તે અમારું આસન પણ પડી જશે. એટલા માટે શેઠને વાળ પણ વાંકે થવા દેવો ન જોઈએ. શેઠે પહેલાં પણ ઘણે ત્યાગ કર્યો હતો અને આજે પણ શેઠને કોઈને પ્રતિ ક્રોધ કે કષાય નથી.” આ પ્રમાણે વિચાર કરી દેવે સુદર્શનની રક્ષા કરવા માટે તૈયાર થયા.
રાજાના સુભટએ સુદર્શનને ઉપાડી જેવો શૂળી ઉપર ચડાવ્યો કે તરત જ શૂળીના સ્થાને સિંહાસન બની ગયું. સુભટે એમ વિચારતા હતા કે, અમે શેઠને શૂળી ઉપર ચડાવીએ છીએ અને ધાર્મિક નગરજને પણ શેઠને શૂળી ઉપર ચડાવતાં જોઈ હાહાકાર કરવા લાગ્યા. અને કહેવા લાગ્યા કે, “હે ! પ્રભો ! ભલે અમને શૂળી ઉપર ચડાવ પણ આ ધર્માત્મા સુદર્શનને તે બચાવો. જે લેકે સુદર્શનના પ્રતિપક્ષી હતા તેમનું હૃદય પણ પીગળી ગયું. ભક્ત લેકે કહેતા હતા કે, અમે એમ જાણતા હતા કે, હવે તે સુદર્શન શેઠ બેલશે પણ એમને તો પરમાત્મા પ્રત્યે પૂર્ણ વિશ્વાસ હોવાથી હજી સુધી કાંઈ બોલતા નથી. ખરેખર ! તેમનામાં પરમાત્મિક શક્તિ જ છે.”
સુભટોએ સુદર્શનને શૂળી ઉપર ચડાબે પણ દેએ એ શુળીને સિંહાસન બનાવી દીધું અને માથે છત્ર પણ કરી દીધું. શુળીને સ્થાને સિહાસન થયેલું જોઈ નગરજને આશ્ચર્યચકિત થયા અને પ્રસન્ન થઈ સુદર્શનને જય જયકાર કરવા લાગ્યા. હવે આગળ શું થાય છે તેને આગળ વિચાર કરવામાં આવશે.