________________
કજર]
શ્રી જવાહિર વ્યાખ્યાન સંગ્રહ [બીજા ભાદરવા લડાઈના સમયે આ પ્રમાણે એકની આજ્ઞામાં રહેવું એ કાંઈ નાની સૂની વાત નથી. અમે આ પ્રકારની દ્રવ્ય લડાઈને ઠીક માનતા નથી, તેમ ગીતા પણ તેને ઠીક કહેતી નથી.
કે ગીતાને યુદ્ધનું પુસ્તક કહે છે, પણ અમે તે કહીએ છીએ કે, તેમાં પણ અહિસાનું જ નિરુપણ છે. ગીતામાં જે યુદ્ધનું વર્ણન છે તે યુદ્ધ તે દૈવી પ્રકૃતિ અને આસુરી પ્રકૃતિનું યુદ્ધ છે. આ વાતની અત્રે ચર્ચા કરવાની નથી. અહીં તે કેવળ એટલું જ કહેવાનું છે કે, એ ભૌતિક યુદ્ધમાં પણ અને કહ્યું હતું કે, ભલે આખી સેના કે રાજ્ય ચાલ્યું જાય પણ હું કૃષ્ણને તે છોડી શકું નહિ. આ જ પ્રમાણે જો તમે પણ પરમાત્માને તમારા પક્ષમાં લેવા ચાહે તે તમે એવો નિશ્ચય કરે કે, ભલે આખા સંસારની સંપત્તિ ચાલી જાય પણ હું સત્યને છોડીશ નહિ. શાસ્ત્રમાં કહ્યું છે કે, તે ર૬ હુ મધું | અર્થાત સત્ય એ જ ભગવાન છે..
અર્જુન પણ કૃષ્ણને એમ કહી શક્તા હતા કે, હું પણ આમંત્રણ આપવા માટે આવ્યો છું, એટલા માટે અડધી સેના મને પણ મળવી જોઈએ. પણ અર્જુને એમ ન કહ્યું. તેણે તે સેનાને ત્યાગ કરી કૃષ્ણને જ પોતાના પક્ષમાં લીધા, અને એ કારણે જ કૃષ્ણ અર્જુનને કહ્યું હતું કે, “હે! અન! તું દૈવી સંપત્તિને ભગવનાર છે. હું એમ વિચારતા હતા કે, સંસારમાં દેવી સંપત્તિને કોઈ ભક્તા છે કે નહિ? પણ હવે દૈવી સંપત્તિને ભેગવનાર તું મને મળ્યો છે તે હું આખા સંસારને તારી સમક્ષ ઉપસ્થિત કરી શકું છું.” - અર્જુન અને કૃષ્ણને નર-નારાયણની જોડી કહેવામાં આવે છે. અને નરને પક્ષ લીધે છે, અને કૃષ્ણ નારાયણને પક્ષ લીધો છે. અને એટલા માટે તેમને નર-નારાયણની જોડી કહેવામાં આવે છે. " ગીતામાં દૈવી સંપત્તિના લક્ષણ તરીકે નિર્ભયતા અને અહિંસાને બતાવવામાં આવેલ છે. આ ઉપરથી ગીતા કાઈને મારવાની શિક્ષા આપનારું પુસ્તક નથી એમ કહેવાય છે. પોતાના આત્માને નિર્મલ બનાવવા માટે દૈવી સંપત્તિનાં ગુણોને અપનાવવા જોઈએ. કેવળ બાહ્ય સ્નાન કરવાથી કાંઈ વળતું નથી, પણ જ્ઞાનયોગ વડે પવિત્ર થવાથી આત્મકલ્યાણ થાય છે. આત્માને ઓળખવાનું ફળ પ્રાણી માત્ર પ્રત્યે દયાભાવ રાખો એ છે. જ્યારે તમારામાં જ્ઞાન પ્રગટશે ત્યારે તમે પ્રાણી માત્ર ઉપર દયા કરશે. કૃષ્ણ અર્જુનને કહ્યું કે, તેં મને ચતુરાઈથી તારા પક્ષમાં લઈ લીધે એટલા જ માટે હું કહું છું કે, તું દૈવી સંપત્તિને ભક્તા છે. દૈવી સંપત્તિ આત્માની ઉન્નતિ સાધે છે અને આસુરી પ્રકૃતિ આત્માની અવનતિ કરે છે.
મતલબ કે, આ દૈવી સંપત્તિને અપનાવવી એ ઈશ્વરને જ અપનાવવા જેવું છે. પછી એ ઈશ્વરને ઈશ્વર કહે કે બીજા કેઈ કહે. નામને ભેદ ભલે રહે, ગુણ જ જેવા જોઈએ. કહ્યું છે કે –
રામ કહો રહમાન કહો, કાન્હ કહો મહાદેવ રી;
પારસનાથ કહે કે બ્રહ્મા, સકલ બ્રહ્મ સ્વયમેવ રી—આનંદઘનજી - રામ કહે, રહેમાન કહે, કૃષ્ણ કહે કે બ્રહ્મા કહે અથવા બીજા કેઈ નામથી કહે. નામનાં ગુણમાં કાંઈ ભેદ નથી. ગુણ જ જોવા જોઈએ. જે કોઈ આદમી