________________
શુદ ૧૧] રાજકેટ-ચાતુર્માસ .
[૪૪૧ યથાસમયે ઉઠ્યા. મનુષ્ય જ્યારે સુઈને ઉઠે છે ત્યારે તેનું શરીર સ્વાભાવિક રીતે પગ તરફ જાય છે અને તેનું મુખ પણ પગની તરફ જ ફરે છે. આ પ્રમાણે કૃષ્ણ જ્યારે જાગીને ઉઠવ્યા ત્યારે તેનું મુખ અર્જુન તરફ ફર્યું, અને દુર્યોધન કૃષ્ણની પીઠ તરફ રહી ગયો. દુર્યોધને વિચારવા લાગ્યો કે, અર્જુન કૃષ્ણને પહેલાં આમંત્રણ આપી દેશે અને સંભવ છે કે કૃષ્ણ તેનું આમંત્રણ સ્વીકારી લે, માટે મારે આગમનનું કારણ પહેલાં બતાવી દેવું જોઈએ. આ પ્રમાણે વિચાર કરી દુર્યોધને કહ્યું કે, “મહારાજ ! આપની સેવામાં હું પણ આવ્યો છું. હું પણ આપના મસ્તકની સેવા કરી રહ્યો હતો. દુર્યોધનને અવાજ સાંભળી કૃષ્ણ તેની તરફ જોયું અને તમે પણ આવ્યા છો ? એમ કહ્યું. કૃષ્ણ બન્નેને આવવાનું કારણ પૂછયું. બન્નેએ પિતાના આગમનનો ઉદ્દેશ કહી સંભળાવ્યો. કૃષ્ણે કહ્યું કે, “તમે બન્ને મારે ત્યાં આવ્યા છે એટલે તમને બન્નેને હું સંતુષ્ટ કરવા ચાહું છું. હવે એક બાજુ તે મારી યાદવી સેના છે અને બીજી બાજુ હું એકલું છું. આ બન્નેમાંથી તમે જેને ચાહે તેને પસંદ કરી શકો છો. પણ અર્જુન! તું હમણાં શાંત રહે, પહેલાં દુર્યોધનને માંગવા દે. દુર્યોધન પહેલાં માગી લે પછી જે બાકી રહે તેથી તે સંતોષ માનજે.”
કૃષ્ણનું કથન સાંભળી દુર્યોધન પ્રસન્ન થયા. અને તે મનમાં વિચારવા લાગ્યો કે, “યુદ્ધમાં તે સેનાની જરૂર રહેશે. યુદ્ધના વખતે એકલા કૃષ્ણ શું કરી શકે? માટે હું યાદવી સેનાને માંગું. યાદવી સેનાદ્વારા હું પાંડવોને પરાજિત કરી શકીશ. મારું ભાગ્ય ચડીયાતું છે અને તેથી જ કૃષ્ણ મારું માન પહેલાં સાચવ્યું છે. આખરે મારાં બળને પ્રભાવ પડ્યો ખરે !” ( આ પ્રમાણે વિચાર કરી દુર્યોધને કહ્યું કે, આપ મને યાદવી સેના આપે. કૃષ્ણ કહ્યું કે, ઠીક. યાદવી સેના તમારા પક્ષમાં યુદ્ધ કરવા આવશે. પછી કૃષ્ણ અર્જુનને કહ્યું કે, “ તમારા પક્ષમાં તો હવે હું રહ્યો.” અર્જુન ઘણું જ પ્રસન્ન થયા અને કહેવા લાગ્યું કે, હું જે ધારતો હતો તે જ થયું. કૃષ્ણ પિતાની યાદવી સેનાને દુર્યોધનની સાથે જવાનો હુકમ કર્યો, અને પછી અર્જુનને કહ્યું કે, “તેં તે મને યાદવી સેના આપી ખરીદી લીધું છે. એટલા માટે હવે હું તારી સાથે છું.” - શું તમે પણ ઈશ્વરને ખરીદવા ચાહે છે? જો ખરીદવા ચાહે છે તો તમે બદલામાં શું આપવા ચાહે છે? તમે કઈ વસ્તુને ત્યાગ કરશો? મીરાંએ કહ્યું છે કે –
માઈ મને ગિરિધર લીનો મેલ, કેઈ કહે હલકે, કેઈ કહે ભારી, કોઈ કહે અનતેલ; માઈ.
કોઈ કહે મહંગા, કેઈ કહે સસ્તા, કેઈ કહે અનમેલ. માઈ જેમને પરમાત્મા પ્રત્યે પ્રેમભાવ હશે તે તો, તે સસ્તા છે કે મેંઘા છે એની ચર્ચામાં ઊતરશે નહિ પણ તેને ખરીદી લેશે. તેમની કીંમત કેટલી દેવી પડે છે. એને માટે
પાસ ન કોડી રહી મને મુફતખુદા કે મોલ લિયા, ઐસા સૌદા કિયા.
જ્યારે પિતાની પાસે કેડી પણ ન હોય ત્યારે પરમાત્માને ખરીદી શકાય છે. અર્જુનના જેવા દાસ બને ત્યારે જ કૃષ્ણને ખરીદી શકાય છે.