SearchBrowseAboutContactDonate
Page Preview
Page 100
Loading...
Download File
Download File
Page Text
________________ શુદ ૧૦ ] રાજકેટ-ચાતુર્માસ [ ૪૩૧ અનાથી મુનિ કહે છે કે, “હે ! રાજન ! ઘણું લેક નિન્યધર્મને સ્વીકાર કરે છે પણ મહાવ્રતનું પાલન થઈ ન શકવાને કારણે પડી જાય છે. આવા લોકો અનાથ જ છે.” મહાવ્રતમાં કેવી રીતે સ્થિર રહી શકાય એને માટે પાતંજલિ યોગદર્શનમાં કહ્યું છે કે – વિતવધ પ્રતિપક્ષમાપન ઉપર્યુક્ત કથનને સરલ અર્થ એ જ છે કે, વિતર્કોને દૂર કરવા માટે પ્રતિપક્ષી ભાવના કરવી જોઈએ. વિતક શું છે અને પ્રતિપક્ષ ભાવના શું છે એને વિચાર ઘણે લાગે છે, એટલે અત્રે એ વિષે સંક્ષેપમાં કહું છું. “વિતર્ક ને અર્થ ઊલટ તર્ક થાય છે. જેમકે પાંચ મહાવ્રતાથી વિપરીત હિંસા, અસત્ય, ચેરી, મૈથુન અને લેભ–તૃષ્ણા છે. મહાવતે તો ધારણ કર્યો છે પણ તે વતેથી વિપરીત હિંસાદિને વિતર્ક આડે આવે છે તે વખતે શું કરવું? એને માટે કહ્યું છે કે એ વિતને હટાડવા-દૂર કરવા. પણ એ વિતર્કોને કેવી રીતે દૂર કરવાં ? એને માટે કહ્યું છે કે, પ્રતિપક્ષી ભાવનાધારા એ વિતર્કોને દૂર કરવા. આ મહાવતે માટે કહેવામાં આવ્યું છે પણ અણુવ્રત વિષે પણ જ્યારે વિતર્ક ઊભાં થાય ત્યારે પ્રતિપક્ષી ભાવનાદ્વારા તેને પણ દૂર કરવા એમ સમજવું. અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એ પાંચ મહાવ્રત છે. અહિંસાને સામાન્ય અર્થ હિંસા ન કરવી એ થાય છે. કેટલાક લોકો કહે છે કે, અહિંસા તે કાયરની છે. પણ વાસ્તવમાં અહિંસા કાયરની નહિ પણ વિરેની છે. જે સાચે વીર હશે તે જ અહિંસાનું પાલન કરી શકશે. સાચે અહિંસક એવો હોય છે કે તે ઈન્સોને પણ હરાવી શકે છે. તે હમેશાં લડતે જ રહે છે, વિપક્ષને નાશ જ કરતા રહે છે. કદાચ તમે કહો કે, અહિંસકના હાથમાં તલવાર તે હોતી નથી તે પછી તે કેવી રીતે લડે છે? આ પ્રશ્નને ઉત્તર એ છે કે તેમની પાસે તે જીવની રક્ષા કરવાનું સાધન જે રજોહરણ હેય છે, એ રજેહરણ જ અહિંસકની તલવાર છે. આ રજોહરણ પણ એક દ્રવ્ય ચિન્હ છે. અહિંસક પાસે સાચું શસ્ત્ર તે પિતાની ભાવના જ છે. અહિંસાના વિપક્ષને હટાડવાની જે ભાવના છે તે જ અહિંસકનું શસ્ત્ર છે. મતલબ કે, વિપક્ષને હટાડવા માટે પ્રતિપક્ષી ભાવના કરવી જોઈએ. અહિંસાનો વિતક હિંસા છે. એ હિંસાને હટાડવા માટે હિંસાની પ્રતિપક્ષી ભાવના-અહિંસાને અપનાવવી જોઈએ. અર્થાત્ હિંસાના વિતર્કને અહિંસાદ્વારા દૂર કરે જઈએ. હિંસાના વિતર્કને દૂર કરવા માટે મૈત્રી, પ્રદ, કરુણુ અને મધ્યસ્થ ભાવના ભાવવી જોઈએ. બાલભાષામાં પણ ગુણીજને કે વંદના, અવગુણ જાન મધ્યસ્થ; દુ:ખી દેખ કરુણુ કરે, મિત્ર ભાવ સમસ્ત આ ચાર ભાવના છે. પહેલી ભાવના પ્રમોદ ભાવના છે. અર્થાત ગુણીજનેને જોઈ વંદના કરી પ્રમોદ પામવો. ગુણીજનોના ગુણોને મતલબ વ્યવહારના ગુણેથી નથી. કારણ કે વ્યવહારના ગુણ જેટલા વધારે તેટલી વધારે ધમાલ થાય છે. વ્યવહારના ગુણેમાં તે સંસારમાં જે ગુણ છે તેથી વિશેષ ગુણી દે છે. દેવ ત્રણ જ્ઞાનના સ્વામી છે, પણ તેમને વંદના
SR No.023362
Book TitleJawahir Vyakhyan Sangraha Part 02 - Anathimuni and Sudarshan Charitra
Original Sutra AuthorN/A
AuthorJawahirlal Maharaj
PublisherMahavir Jain Gyanoday Society
Publication Year1937
Total Pages364
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy