________________
શારદા સરિતા
૮૯૯
ગ અને સેનકુમાર ને શાંતિમતિ ત્યાં બેસી રહ્યા. થોડીવાર પછી હરિષણ સજાએ મેકલેલા ઘોડેસ્વારે દેડતા જ્યાં સાનુદેવ સાર્થવાહના માણસો છે ત્યાં આવ્યા ને પૂછયું કે રાજકુમારને તેની પત્ની સહિત અહીં જોયા છે? માણસોએ જવાબ આપ્યો કે અમે જોયા નથી ને જાણતા નથી તેથી તપાસ કરી ઘોડેસવારો ચાલ્યા ગયા પછી સાનુદેવે ખબર આપી કે હવે તમે આ. પછી બંનેને જમાડયા ને પછી બધાએ ચાલવા માંડયું.
અંતરતિકા અટવીમાં પ્રવેશ – ચાલતા ચાલતા દંતરતિકા નામની એક મેટી અટવામાં આવી પહોંચ્યા. તે અટવીમાં રહેનારા આદિવાસી લોકે બધા લૂંટારા હતા. સાર્થને આવેલ જેઈને એ ભીલે ચારે તરફથી એકદમ આવીને આ સાથે ઉપર તૂટી પડ્યા ને ધન–માલ બધું લૂંટવા માંડયું. ત્યારે શૂરવીર સેનકુમાર હાથમાં તલવાર લઈને એ ભીલેની સાથે યુદ્ધ કરવા લાગ્યો. સેનકુમારનું શૂરાતન જોઈ ભીલ લેકે ભયભીત બનીને ભાગી ગયા. સેનકુમારરૂપી બાજપક્ષીથી ભીલરૂપી પક્ષીઓ જીવ લઈને પલાયન થઈ ગયા એટલે પલ્લીપતિ સેનકુમાર સામે આવ્યો પણ બળવાન સેનકુમારે પલ્લી પતિને પણ પૃથ્વી ઉપર પછાડી બેભાન કરી નાંખે. પલ્લીપતિને ભાન આવ્યા પછી સમજાયું કે આ કોઈ મહાન બળવાન પુરૂષ છે તેથી તેના ચરણમાં પડી ગયો ને માફી માંગીને લૂટેલું ધન બધું પાછું આપ્યું. ત્યાર પછી સેનકુમારે ચમત્કારી ત્રિશૂળને સ્પર્શ કરાવી ઘાયલ થયેલા ભીલેને સાજા કર્યા.
આ ચમત્કાર જેઈને પલ્લીપતિ કહે છે આપ તે કઈ દેવપુરૂષ છે. તમે અમારા ઘેર પગલાં કરે. અમને કંઈ ધર્મની વાત સમજાવે તો અમારે ઉદ્ધાર થાય. આ રીતે ખૂબ આગ્રહ કરી પલ્લી પતિ સેનકુમારને અને સાનુદેવને ખૂબ આગ્રહ કરી પિતાની પલ્લીમાં લઈ ગયે. જેવા તેઓ પલ્લી તરફ જવા પગ ઉપાડે છે ત્યાં સાનુદેવના એક માણસે દેડતા આવીને ખબર આપ્યા કે આપણું બહેન શાંતિમતિ રાજકુમારી કયાંય દેખાતા નથી. બધા માણસો છે પણ એ દેખાતા નથી. ત્યારે પલ્લી પતિએ પૂછયું શાંતિમતિ કોણ છે? ત્યારે સાનુદેવે કહ્યું- આ રાજકુમારના પત્ની અને શંખરાજાની પુત્રી છે.
વાત એમ બની હતી કે જયારે સેનકુમાર ભલે સાથે યુદ્ધ કરતે હતો ત્યારે તેણે શાંતિમતિ સાનુદેવને સોંપી હતી. પણ સાનુદેવ યુદ્ધની ઉપાધિમાં પડે એટલે તેની સંભાળ લઈ શકે નહિ. સાનુદેવે પૂછ્યું કે એ રાજપુત્રી ક્યાં ગયા તે તું જાણે છે? ત્યારે તેણે કહ્યું- હા, જયારે આ ભીલે આપણું ઉપર તૂટી પડયા ને રાજકુમાર લડવા ગયા ત્યારે તેઓ બેબાકળા બનીને સ્વામીનાથ સ્વામીનાથ ! કરતાં જઈ રહ્યા હતા. હું તેમની પાછળ દોડયે પણ વચમાં મારા ઉપર લાકડીને ઘા પડવાથી હું મૂછિત બની ગયો. સાર્થના માણસોના મુખેથી આ વાત સાંભળતાં સેનકુમાર અને સાનુદેવ બેભાન થઈને ધરતી ઉપર ઢળી પડયા. એટલે પલ્લીપતિએ તેમને પાણુ છાંટી સ્વસ્થ ક્યાં ને