________________
૮૯૮
શારદા સરિતા
ચંપાનગરી છોડીને ઉદ્યાનમાંથી મધ્ય રાત્રે એકલા ચાલી નીકળ્યા. ચાલતાં ચાલતાં એક અઘોર વનમાં આવી પહોંચ્યા. બંને જણા સુકમળ છે. શાંતિમતિ કદી આટલું પગપાળા ચાલી નથી ને સેનકુમાર પણ ચા નથી. શાંતિમતિ ખૂબ થાકી ગઈ. એને ખૂબ તરસ લાગી એટલે એક વૃક્ષ નીચે બંને જણા વિશ્રાન્તિ લેવા માટે બેઠા. સેનકુમાર નજીકમાંથી પાણી લઈ આવ્યો ને બંને જણાએ પિતાની તૃષા શાંત કરી.
સાનુદેવ સાર્થવાહનું મિલન - આ બંને વ્યકિત વૃક્ષ નીચે પ્રેમથી બેઠા હતા તે વખતે એક સાર્થવાહ મુસાફરી કરતે કરતે એક ગામથી બીજે ગામ વહેપાર કરવા માટે જતો હતો. ત્યાં આ નવદંપતિને જોઈને પ્રૌઢ વયના મુખ્ય પુરૂષ ત્યાં આ ને સેનકુમારને પ્રણામ કરીને બે હે રાજકુમારી આ૫ આવા જંગલમાં બંને એકલા કેમ છે? આ સાંભળી બંનેના મનમાં થયું કે હું રાજકુમાર છું. તેની આને ક્યાંથી ખબર? જેમ પરિચીત હોય તેમ વાત કરે છે, તે એ કેણ હશે? એટલે આશ્ચર્યથી સેનકુમારે પૂછયું - મહાનુભાવ ! હું રાજકુમાર છું તે આપને કયાંથી ખબર પડી? ને આપ કોણ છે? કયાંથી આવ્યા છે ? તે જણાવે.
- કુમારના મધુર વચન સાંભળી સાર્થવાહ કહે છે આપની મુખાકૃતિ ઉપરથી જણાઈ આવે છે કે આપ રાજકુમાર છો ને આ અમારી રાજકુમારી છે. વળી હું રાજપુર નગરને સાનુદેવ નામને સાર્થવાહ છું અને અત્યારે માટે સાથે લઈને વહેપાર કરવા માટે તામ્રલિપ્તી નગરી જઈ રહ્યો છું. અહીંથી થોડે દૂર અમારા સાર્થને પડાવ છે. પણ તમને દૂરથી મેં જોયા એટલે અહીં મળવા માટે આવ્યો છું. આપના અને અમારી રાજપુત્રીને દર્શન થવાથી આજે હું કૃતાર્થ થયે છું. પણ આપને અહીં પરિવાર વિના એકલા જોઈને મને આશ્ચર્ય થાય છે. તો આપને વાંધો ન હોય તે મને કહો. સાર્થવાહ સાનુદેવની વાત સાંભળી સેનકુમારે કહ્યું – હું આવી સ્થિતિમાં અહીં કેમ આવ્યો છું તેમાં મોટું કારણ છે. તે વાત હું અવસરે આપને જણાવીશ પણ અત્યારે મારે તમારી સાથે તામ્રલિપ્તી નગરીમાં આવવું છે. ત્યારે સાર્થવાહે કહ્યું - ખૂબ આનંદની વાત છે. ખુશીથી આપ મારી સાથે ચાલે ને મારા સાર્થને અલંકૃત કરે ને અત્યારે મારા ઉતારે આવી ભજન–પાણી ગ્રહણ કરે.
સેનકુમાર કહે છે સાનુદેવ! મારા કાકાએ મારી શોધ માટે ઘોડેસ્વારે અને માણસોને દેડાવ્યા હશે! કારણ કે કાકાને મારા પ્રત્યે ખૂબ પ્રેમ છે એટલે મારી શોધમાં માણસ આવવા જોઈએ. માટે તેઓ મારી તપાસ કરીને પાછા ફરે પછી હું આગળ વધીશ. ત્યાં સુધી અમે અહીં બેઠા છીએ. તમારા સાથે કાલે જોઈને કદાચ તમારી પાસે આવીને પૂછશે કે અમારા રાજકુમારને જોયા છે? તે તમે ના પાડી દેજે. અમે અહીં છીએ તે તેમને કહેશે નહિ. સેનકુમારની વાત સાંભળી સાર્થવાહ પોતાના કાફલામાં