SearchBrowseAboutContactDonate
Page Preview
Page 915
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૭૪ શરદા સરિતા બધા વિકારી ભાવે છે. એ આત્માને અનંતકાળથી ભવભ્રમણ કરાવે છે. જેમ વસ્ત્ર અને શરીરને કંઈ લાગતુંવળગતું નથી. શરીરને ૧૦૪ ડીગ્રી તાવ આવ્યું હોય તેથી કપડા ગરમ થઈ જતા નથી. શરીર ઠંડું પડી જાય છે તેથી કપડા ઠંડા થઈ જતા નથી. જે કંઈ બિમારી આવે છે તે શરીરને આવે છે. આત્માને આવતી નથી. જેમ વસ્ત્ર અને શરીર એકબીજાથી ભિન્ન છે તેમ શરીર અને આત્મા ભિન્ન છે માટે ચૈતન્યની પિછાણ કરતાં શીખે. જડના મેહમાં અત્યંત આસક્ત ન બને. શરીર કર્મના બંધનો તોડવામાં સહાયક બને છે તે અપેક્ષાએ શરીરનું રક્ષણ કરો. પણ મેહના પિષણ માટે નહિ. દેવાનુપ્રિયા ! સુખ અને દુઃખમાં સમભાવ રાખી માનવદેહ દ્વારા આત્મસાધના કરી લે. આત્મસાધનામાં માનવદેહ એ ઉત્તમ સાધન છે. જ્ઞાની કહે છે તે આત્મા ! માનવદેહના સાધન દ્વારા તે સાધના કરી નથી તેના કારણે અનંતકાળથી ચતુર્ગતિ સંસારમાં રખડે છે. મનુષ્યની પાસે એક તન અને બીજું મન છે. તન એટલે શરીર શરીર તે સ્થૂલ છે તેથી આપણે બધા તેને પ્રત્યક્ષ જોઈ શકીએ છીએ. પણ મન સૂક્ષ્મ હોવાથી જોઈ શકાતું નથી. દરેક માનવનું શરીર એકસરખું હેતું નથી. કેઈનું શરીર જાડું હોય તે કેઈનું પાતળું હોય, કઈ રોગી, કેઈ નિરેગી, કેઈ ગેરા, કેઈ કાળા કેઈ ઉંચા તે કેઈ નીચા, કેઈ સ્વરૂપવાન તો કઈ બેડોળ હોય છે. આવા શરીરની માનવ કેટલી સંભાળ રાખે છે. ખવડાવે પીવડાવે ને સારા વસ્ત્રાભૂષણે પહેરાવીને શણગારે છે. એથી અધિક શરીરને જે બિમારી આવે તે મોટા મેટા ડોકટરને બોલાવી તેની ચિકિત્સા કરાવીને દવા લે છે. વધુ સમય દેહની સારસંભાળમાં પસાર થઈ જાય છે. છતાં પણ શરીર સાજું રહેશે કે નહિ તે શંકા છે. કારણ કે આ શરીર રેગોનું ઘર છે. છતાં માનવ શરીરને સ્વસ્થ રાખવાને જેટલો પ્રયત્ન કરે છે તેટલે મનને રાખવાને નથી કરતે. તમને ગમે તેટલું સ્વસ્થ રાખશે પણ જ્યાં સુધી મનને સ્વસ્થ નહિ રાખો ત્યાં સુધી કર્મબંધન અટકશે નહિ. તન કરતાં પણ મન દ્વારા જીવ વધુ કર્મ બાંધે છે. ઉપરના દેખાવથી તન ભલે મોટું હોય પણ આમ જોઈએ તે મન મોટું છે. અંદરથી મન પ્રેરણું આપે કે આ જોઈએ ને તે જોઈએ. એટલે મનની માંગ પૂરી કરવા માટે તને આમતેમ ચારે તરફ દડદડ કરે છે. આપણું જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે શરીરના એકેક રૂંવાડા ઉપર પણ બબ્બે ગે રહેલા છે. છતાં શરીરના રોગની ગણત્રી છે પણ મનના રંગેની ગણત્રી નથી. કેધ-માન-માયા-લભ-રાગ-દ્વેષ આદિ મનમાં અસંખ્ય ગે રહેલા છે. છતાં મનુષ્યને જેટલી તનના રોગની ચિંતા છે એટલી મનના રોગની નથી. એક વાત છે કે શરીરને રોગ ઘણી વખત ભેજનની અનિયમિતતાથી ઉત્પન્ન થાય છે ને મનને રેગ વિકાર અને વિકલ્પથી ઉત્પન્ન થાય છે. તનને રેગ
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy