________________
શારદા સરિતા
૮૭૩.
ભગવાનના મુખેથી આ વાત સાંભળી ગૌતમસ્વામીને જરા આંચકા આવ્યું કે અહે પ્રભુ! હું આટલા વખતથી તારા ચરણની ઉપાસના કરૂં છતાં મને કેવળજ્ઞાન ન થયું કે આ કંઈ નહિ સમજનારા તાપસે કેવળજ્ઞાન પામી ગયા! ભગવાન કહે છે તે ગૌતમ! તને મારો રાગ છે એટલે કેવળજ્ઞાન થતું નથી. મારે ને તારે આ એક ભવને સબંધ નથી.
તારે ને મહારે ગાયમા રે, ઘણું કલકી પ્રીતિ, આગે હી આપાં ભેલા રહ્યા વળી લોક બડાઇની રીત, મેહ કર્મને લીજે થે જીતજી, કેવળ આડી યહી જ ભીંત છે,
ભગવાન સર્વજ્ઞ હતા. એ જાણતા હતા કે ગૌતમને મારા ઉપર અસીમ નેહ છે. એ જ્યાં સુધી દૂર નહિ થાય ત્યાં સુધી કેવળજ્ઞાન પામવાને નથી. એટલે કેવા પ્રેમ ભર્યા મીઠાશ શબ્દથી કહે છે હે વત્સ ગૌતમ ! તારે ને મારે સ્નેહ ઘણું લાંબા કાળથી ચાલ્યો આવે છે. એ પણ દરેક વખતે હું મટે અને તું ના બનીને પૂર્વભામાં આપણે સાથે રહ્યા છીએ. પણ હવે એ રાગ અને મોહ છોડ પડશે કારણ કે કેવળજ્ઞાનની પ્રાપ્તિમાં મારા પ્રત્યેને શગ દિવાલરૂપ છે. તું મારે અત્યંત વિનયવાન અને પટ્ટશિષ્ય છે. તને મારા પ્રત્યે અત્યંત રાગ છે તેને છોડી કેવળ જ્ઞાનની પ્રાપ્તિ કર. ત્યારે ગૌતમસ્વામીએ કહ્યું એ મારાથી બની શકે તેમ નથી. છેવટે ભગવાન નિર્વાણ પામ્યા એટલે ગૌતમસ્વામીને રાગ છૂટી ગયે. એ રાગની દિવાલ તૂટી જતાં કેવળજ્ઞાનને દિપક પ્રગટાવ્ય. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૦૬ કારતક સુદ ૩ ને રવીવાર
તા. ૨૮-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ ને બહેને!
જમાલિ અણગાર ભગવાનની આજ્ઞાનું ઉલ્લંઘન કરી વિહાર કરી શ્રાવસ્તી નગરીમાં પધાર્યા છે. ભગવંત ફરમાવે છે કે હું જેવો! આ સંસારમાં સુખ નથી. છતાં જીવ અનાદિકાળથી પિતાના સ્વરૂપને ભૂલી પરમાં રમણતા કરી રહ્યો છે. જેમ મૃગલા ઝાંઝવાના જળને જોઈને પાણીની માથી ત્યાં દેડે છે પણ તેની તૃષા છીપતી 'નથી તેમ અજ્ઞાની છે જ્યાં સુખ નથી ત્યાં સુખ માનીને તેમાં મુગ્ધ બની સુખ મેળવવા માટે દેડડ કરે છે. કેઈ ધનમાં, કેઈ આબરૂમાં, કે પુત્રપરિવારમાં અને કઈ સત્તામાં સુખ માને છે પણ તે સુખ નશ્વર છે ને આત્માના સુખે શાશ્વત છે.
આત્મા અને શરીર બંને જુદા છે. રાગ-દ્વેષધ-માન-માયા અને લોભ આ