________________
શારદા સરિતા
જગ્યાએ બીજા કેઈ આવે તે કદી આવું ન કરવું. પિતાએ દીકરીની વાત માન્ય કરી. ને બંને કુટુંબમાં આનંદ આનંદ વર્તાઈ ગયા. - દેવાનુપ્રિયે! આનું નામ સાચી દિવાળી ઉજવી કહેવાય. આવતી કાલે મહાવીર પ્રભુના નિર્વાણ દિન છે. બને તેટલી સારી સંખ્યામાં પિષધ, ઉપવાસ કરજો. એ ન બને તે રાત્રી ભોજનનો ત્યાગ કરવો, નાટક સિનેમાનો ત્યાગ કરે. બ્રહ્મચર્યનું પાલન કરવું એટલું અવશ્ય કરજે. સમય થઈ ગયો છે. વધુ ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૧૦૪
દિવાળી આસે વદ અમાસ ને ગુરૂવાર
તા. ૨૫-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ ! શાસનપતિ ત્રિલોકીનાથ વિશ્વવિજેતા, જગતના જીવોને અમૃતરસનું પાન કરાવનાર પ્રભુ મહાવીર સ્વામીને આજે નિર્વાણ દિવસ છે. વિશ્વપ્રેમની જીત જગાડનાર તેઓ એક મહાન અધ્યાત્મ-ગી હતા. તેમણે જીવન જીવવાને મહાન આદર્શ જગત સમક્ષ રજુ કર્યો. ચેથા આરાના ૭૫ વર્ષ અને સાડાઆઠ મહિના બાકી રહ્યા ત્યારે પ્રભુને જન્મ થયો. ત્રીસ વર્ષની ભરયુવાનીમાં સંસારના તમામ સુખને ઠાકરે મારી સંયમના કઠોર માર્ગે કઠીન સાધના સાધવા તૈયાર થયા. કંઠમાં પહેરેલા હાર, હાથના બાજુબંધ, મસ્તકનો મુગટ, કેડે કંદોરે, વીંટી આદિ તમામ આભૂષણે ઉતાયાં અને પછી માથાની ડાબી બાજુને ડાબા હાથથી અને જમણી બાજુના જમણા હાથથી બે બાજુને અને એક વચ્ચેને એમ પંચમુષ્ટિ ચ સ્વયં કર્યો. તિર્થંકરો હજામ પાસે પિતાનું માથું નમાવે નહીં. પાંચ મુષ્ટીમાં આ લેચ કર્યો. તે કેવા બળવાન અને પરાક્રમી હશે! પ્રભુના લેચના વાળ ઢીંચણભર થઈ વ્રજહીરાના થાળમાં ઈન્દ્ર મહારાજે ઝીલ્યા પછી અનંત સિધોને નમસ્કાર કરી ભગવાન સ્વયં કરેમિભતેને પાઠ ભણ્યા અને મનમાં અભિગ્રહ કર્યો કે આજથી હું મારી કાયાને વસિરાવી દઉં છું. અર્થાત્ જીવનભર દેવ, મનુષ્ય તથા તિર્યંચના કોઈ પણ પ્રકારના ઉપસર્ગો આવશે અથવા કઈ પણ પરિષહ પડશે તે પણ હું મારા માર્ગમાંથી જરા પણ ચલિત નહિ થાઉં. ભગવાને સાડાબાર વર્ષ અને એક પખવાડીયા સુધી અઘોર સાધના કરી. આહારને બદલે પ્રહારે ને પાણીના બદલે માર મળ્યા. કટુ શબ્દોના વરસાદ વરસ્યા, તેમજ તેમની સાધનાથી ડગાવવા કેટલાએ તેમને પ્રલોભનો આપ્યા પણ સાધનાનાં એ અડગ ભેગી કેઈથી ડગ્યા નહિ, કોઈમાં લલચાયા નહિ. પણ આત્મગની એવી પ્રખર ધુણી ધખાવી કે જેમાં સર્વ વાસનાઓ બળીને ભસ્મીભૂત થઈ ગઈ.