________________
શારદા સરિતા
પ્રભુએ એકલા સંયમ લીધે ને જંગલમાં વસીને આત્માનું મંગલ કર્યું. આવા પ્રભુને આજે આપણે ગુણ ગાઈએ છીએ. જેઓ સમય ઓળખીને કામ કાઢી લે છે તે સંસાર અટવીને પાર પામી જાય છે. તમે સમજે તે મનુષ્ય જીવનની એકેક પળ કેટલી કિંમતી છે ! સમય એ માનવજીવનનું અમૂલ્ય ધન છે. સમય એ જીવનને અમૂલ્ય ખજાનો છે. જે મનુષ્ય એક ક્ષણની કિંમત નથી સમજતે તે હજાર ક્ષણને નકામી ગુમાવી દે છે. સમય કેની રાહ જોતો નથી. અઢાર દેશના રાજાઓને સમયની કેટલી કિંમત હતી! તેઓ બધા ખાવાપીવાનું છોડી પ્રભુની પાસે છ પૈષધ કરીને બેસી ગયા હતા. નિવૃત્તિ માટે તપ કર્યો હતો. તમને જેટલે સંસારને રસ છે તેનાથી અનંતગણું રસ તેમને ભગવાનની વાણી સાંભળવાનું હતું. કારણ કે હવે ફરીને પ્રભુની વાણી સાંભળવા મળવાની ન હતી. માટે જેટલે લાભ લેવાય તેટલો લઈ લઈએ. જે મનુષ્ય સમયને ઓળખે છે તેનું જીવન ધન્ય બની જાય છે. સાધન તે બધાને પ્રાપ્ત થયું છે, પણ તેને ઉપયોગ કરતાં આવડે જોઈએ. એક દષ્ટાંત દ્વારા સમજાવું.
એક રાજકુમાર અને બે વણિક પુત્રે આ ત્રણે જણા એક સ્કુલમાં સાથે ભણતા. ત્રણ જણ વચ્ચે ખૂબ મિત્રાચારી હતી. મોટાના સે મિત્ર બને. ગરીબના ઓછા બને. રાજકુમાર અને વણિક પુત્રે પણ શ્રીમંતના પુત્ર હતા. ત્રણે ગાઢ મિત્ર હતા. ત્રણે જણું ભણી રહ્યા પછી બે વણિક પુત્રોએ વિચાર કર્યો કે રાજાના પુત્રની દસ્તી વધુ કરવામાં માલ નહિ. માટે આપણે તેની દસ્તી ઓછી કરી નાંખવી સારી. એટલે આ બે જણાએ રાજકુંવર પાસે જવા આવવાનું ઓછું કર્યું. ત્યારે રાજકુમારને વિચાર થયે કે મિત્રે દૂર કેમ રહે છે? ભણતા હતા ત્યારે એમને મારા પ્રત્યે કેટલે પ્રેમ હતો ! અને આમ કેમ બન્યું?
એક દિવસ રાજકુમારે બંને મિત્રોને ખૂબ આગ્રહ કરીને બેલાવ્યા. ત્રણે જણ બગીચામાં ફરવા માટે ગયા. એક બાંકડા ઉપર બેઠા છે તે વખતે રાજકુમાર પૂછે છે! તમે મારાથી દૂર ને દૂર કેમ રહે છે? શું આપણે ભણતા હતા ત્યાં સુધી જ મિત્ર હતા? હવે આપણે મિત્ર નથી? ત્યારે વણિક પુત્રે કહે છે કુમાર! આપને મૈત્રીભાવ ખૂબ પ્રશંસનીય છે પણ આપ રાજકુમાર છે ને અમે વણિક પુત્ર છીએ. આપ ગાદીએ બેસશે ને અમારે તે બંધ કરવાનું છે. આપ અમને કંઈ ઓછા રાજા બનાવવાના છે? તેથી સાહેબ અમે ઓછા આવીએ છીએ. આપની તોલે અમે કયાં આવવાના છીએ! અરે મિત્રે ! હું તમને પણ રાજા બનાવીશ. આથી વણિક પુત્રે ખુશ થયા ને કહે ભલે. સમય જતા રાજકુમાર રાજા બન્યા. વણિક પુત્ર મોટા વહેપારી બની ગયા. પણ બન્યું એવું કે બે વહેપારીમાંથી એકની ભાગ્યદશા પલટાતા દુકાનમાં મેટી ખોટ આવી. વહેપાર પડી ભાંગ્યે ને ગરીબ બની ગયો. દેણું વધી ગયું. લેણીયાત ખૂબ હેરાન કરે છે ત્યારે તે રાજકુમાર પાસે આવી નમ્ર વિનંતી કરે છે કે આપ અમને વચન આપ્યું