________________
૮૬૧
શારદા સરિતા જીવે ઘણું ખાધું છે. જુના કર્મોને તેડવા માટે તપ કરવાની જરૂર છે. દિવાળી એટલે આત્માને ઉજ્જવળ કરવાનું પવિત્ર પર્વ. દ્રવ્ય-દિવાળી જીવે ઘણીવાર ઉજવી. આ વખતે આપણે ભાવદિવાળી ઉજવીએ. આપણે ત્રણેય ઝુંપડીમાં અઠ્ઠમ કરીને બેસી જઈએ. ને ત્રણેય દિવસ એકચિત્તે નવકારમંત્રનું સ્મરણ કરવાનું છે. તમારૂં ચિત્ત સહેજ પણ બહાર ન જવું જોઈએ. આ બાપ-દીકરાએ જિંદગીમાં એકાસણું પણ કર્યું નથી. હવે અમા કેવી રીતે કરવો? સસરા કહે છે બેટા! મારાથી અઠ્ઠમ નહિ થાય. હું ત્રણેય દિવસ એકાસણું કરીશ. પણ વહુ કહે છે ના. અમ કરવાને છે.
ત્રણે જણ અઠ્ઠમ તપની આરાધના કરવા ઝુંપડીનું દ્વાર બંધ કરીને અંદર બેસી ગયા. ધનતેરસ અને કાળી ચૌદશને દિવસ પૂરો થયે. દિવાળીના દિવસે પ્રભાતમાં તેની ઝુંપડીમાં ઝળહળાટ થયે. પ્રકાશ પ્રકાશ પથરાઈ ગયે. એટલે પિલા બાપ-દીકરાની આંખ ખુલી ગઈ કે આ ઝબકારો શું થાય છે? પણ વહુ તે નવકારમંત્રમાં લીન બની ગઈ છે. હવે વહુ આંખ ખોલે નહિ ત્યાં સુધી એમનાથી આંખ કેવી રીતે ખેલાય? દિવાળીને દિવસ પૂરે થયે. એથે દિવસે સવારમાં વહુ ધ્યાનમાંથી મુક્ત થઈ. એટલે પેલા બંને જણે ઉભા થઈ ગયા. ત્યાં એકદમ દેવી પ્રગટ થઈને વહુને કહે છે બેટા! માંગ માંગ. હું તારા ઉપર પ્રસન્ન થઈ છું. ત્યારે વહુ પૂછે છે તમે કોણ છો? ને મારા ઘરમાં શા માટે આવ્યા છે? ત્યારે દેવી કહે છે બેટા ! હું તારી સાસુ છું. મરીને દેવી થઈ છું. આજે તમે અઠ્ઠમ તપ કરીને બેઠા છે. તે આ ઘરમાં આવીને આ બાપ-દીકરાને ધર્મ પમાડે છે તેથી હું તારા ઉપર પ્રસન્ન થઈ છું. તારી જે ઈચ્છા હોય તે માંગ. ત્યારે કહે છે માતાજી! મારે કંઇ ન જોઈએ. મારા ઘરમાં સંપ-સત્ય-સદાચાર અને શીયળ સદા રહેવું જોઈએ. બીજું મારે કંઈ ન જોઈએ.
દેવી કહે છે બેટા ! તું આ ઘરમાં આવી છે એટલે હવે લીલાલહેર થશે. તું મારી પાસે કંઇ ન માંગે તે કંઈ નહિ. પણ તું જે જગ્યા ઉપર ધ્યાન કરીને બેઠી હતી તે જગ્યાએ ખાડે છે. ત્યાં દશ કેડના કિંમતી રત્નો દાટેલા છે. તારા ઘરમાં સદા સત્ય–સદાચાર–સંપ ને શીયળને વાસ થશે એમ કહીને દેવી અદશ્ય થઈ ગઈ. દેવીના ગયા પછી ઝુંપડીમાં બેદયું તે કિંમતી રત્નો ચરૂ નીકળે. હવે શું બેટ રહે? એક રત્ન વેચીને શેઠે પોતાની હવેલી છેડાવી દીધી. વહેપાર ધંધા શરૂ કરી દીધા. મુનિ શેઠની પેઢી પચાવીને બેસી ગયા હતા તે પણ શેઠને કહેવા આવ્યા કે આપની પેઢી સંભાળી લે. પહેલા હતી તેના કરતાં શેઠની સ્થિતિ વધુ સારી થઈ ગઈ. ધમધોકાર વહેપાર કરવા લાગ્યા. છોકરીના માતા-પિતાએ શેઠની પાસે આવીને માફી માંગી ને દીકરીને ખૂબ પ્રેમથી પિતાને ઘેર તેડાવી. દીકરીએ માતા-પિતાને સારી શિખામણ આપી કે બાપુજી! કાયમ કોઈની સ્થિતિ સરખી રહેતી નથી. આ તે તમારા વેવાઈ હતા. આ