________________
૮૩૬
શારદા સરિતા ભરાવી દીધે, પછી ધરણ તે વહાણમાં બેસીને ચાલ્યા
બંધુઓ! કર્મની ગતિ કેવી વિચિત્ર છે! ધરણ કયાંથી કયાં આવી ગયે! તે વહાણુમાં બેઠે છે પણ એને લક્ષમીની ચિંતા થાય છે કે એ અબળાનું શું થયું હશે? હજુ તેને પરે પડતું નથી. આમ વિચાર કરતે લમણે હાથ દઈને બેઠે છે ત્યાં એકાએક એ વહાણમાં તેણે લક્ષ્મીને જોઈ. લક્ષ્મીએ ધરણને જે. ધરણ લક્ષ્મીને જોઈને ખુશ થયે કે અહા ! હું જેની ચિંતા કરું છું, જેની શોધ કરું છું તે મને અહીં મળી ગઈ. પણ ધરણને જોઈને લક્ષમીને જશ પણ આનંદ ન આવ્યું. એના મનમાં થયું કે પેલા ભીલ લોકે એને બલિદાન દેવા લઈ ગયા હતા તે પણ કયાંથી છો?
જ્યાં જઉં ત્યાં આ બેલા આગળ ને આગળ આવે છે. ધરણ પ્રેમથી તેની પાસે ગયો. ને પૂછયું- તું અહીં કયાંથી? એટલે ઉપરથી કૃત્રિમ પ્રેમ બતાવતી લક્ષ્મી બેલી સ્વામીનાથ! આપને ભીલ લોકો પકડીને લઈ ગયા ત્યારે હું તે મારું શીયળ સાચવવા કઈ પણ રીતે નાસી છૂટી. ને ફરતી ફરતી સમુદ્રના કિનારે આવી. ત્યાં દૈવયોગે આ વહાણ મને મળ્યું. મેં આ સાર્થવાહને વિનંતી કરી એટલે તેમને મારા ઉપર દયા આવી અને મને વહાણમાં બેસાડી. ધરણ કહે છે પ્રિયા ! હું તારી શોધમાં છું. એમ કહી પોતાને વૃત્તાંત તેને જણાવ્યો ને પોતાની પત્નીને આશ્રય આપીને અહીં સુધી લાવવા બદલ ધરણે સુવદનને આભાર માન્ય. હે મિત્ર! તમે મને સહાય આપી અને મારી પત્નીને બચાવી. તમારા વહાણમાં અમારું મિલન થયું એટલે તમે તે મારા મહાન ઉપકારી છે. હવે આ સુવદન લક્ષ્મીના રૂપ ઉપર મુગ્ધ બનેલું હતું. એણે પણ લક્ષ્મીની જેમ કૃત્રિમ પ્રેમ બતાવ્યું ને કહ્યું- ભાઈ ! તમને તમારી પત્નીને મારા વહાણમાં સંગ થયે જાણે મને પણ ખૂબ આનંદ થયો છે.
હવે સુવદનનું વહાણ સમુદ્રમાં વીશ ગાઉ દૂર ગયું ત્યાં એક સુંદર દેવી તેની પાસે આવીને પ્રગટ થઈ. તે દેવીનું નામ સુવર્ણદેવી હતું. તે દેવી સુવર્ણદ્વીપની અધિષ્ઠાત્રી દેવી હતી. તેણે સુવદનને કહ્યું હે દુષ્ટ સાર્થવાહ! મારી આજ્ઞા વિના તું તારા વહાણમાં મારું દ્રવ્ય ભરી લાવ્યો છું માટે તું મારો અપરાધી છે માટે તું મને એક પુરૂષનું બલિદાન આપ અથવા લીધેલું દ્રવ્ય છેડી દે. નહિતર તારા વહાણને નાશ કરીશ. આ પ્રમાણે કહી સુવર્ણોદેવીએ તેનું વહાણ પકડી રાખ્યું. આ વખતે પવિત્ર હદયના ધરણના મનમાં વિચાર થયે કે આ સાર્થવાહના વહાણમાં મેં મારો માલ ભર્યો છે. વળી એણે મારી સ્ત્રીને બચાવી છે ને એના વહાણમાં મને મારી પત્નીને મેળાપ થયે છે તેથી સાર્થવાહ મારો પરમ ઉપકારી છે. માટે તેને ખાતર મારૂં પિતાનું આ દેવીને બલિદાન થવું જોઈએ. એના ઉપકારને બદલે વાળ એ મારું કર્તવ્ય છે. આ વિચાર કરીને ધરણે વ્યંતરદેવીને કહ્યું – દેવી! આ સાર્થવાહને દોષ નથી.