________________
શારદા સરિતા
આ વહાણમાં તેમણે મારું દ્રવ્ય મુકેલું છે માટે હું અપરાધી છું, એ તે નિર્દોષ છે. માટે મને તમે બલિદાન તરીકે સ્વીકારે. ધરણના આવા વચન સાંભળી દેવી બેલી કે- તું આ સમુદ્રમાં પડતું મૂક. ત્યારે ધરણે સુવદન સાર્થવાહને કહ્યું કે આ મારી પત્નીને માર્કદી નગરીમાં મારા માતા-પિતાને સોંપી દેજે. એમ કહી નવકારમંત્રનું
સ્મરણ કરી ધરણે સમુદ્રમાં પડતું મૂકયું. એટલે પેલી વ્યંતર દેવીએ તેને ત્રિશૂળ વડે ઉપાડી સુવર્ણદ્વીપમાં મૂકો. પછી તે વહાણ આગળ ચાલ્યું. ત્રિશૂળની અણી ધરણના શરીરમાં ભરાવાથી લેહી નીકળે છે, ખૂબ વેદના થાય છે. એવી બેહાલ સ્થિતિમાં ધરણ સુવર્ણદ્વીપમાં પડે છે. આ તરફ ધરણું દરિયામાં પડવાથી લક્ષ્મી ખૂબ રાજી થઈ. બસ, હવે તે એ મરી જશે. સુવહન અને લક્ષ્મી એક થઈ ગયા હતા. તેમણે વિચાર કર્યો કે આ કેડોની સંપત્તિ આપણને મળી. હવે નિરાંતે આનંદ કરીશું. ધરણના પ્રાણ કંઠે આવી ગયા છે. વેદનાને પાર નથી. લક્ષ્મીને આનંદનો પાર નથી. હવે ધરણનું અને લક્ષ્મીનું બનેનું શું થશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન ન. ૧૦૦ આ વદ ૯ ને શનિવાર
તા. ૨૦-૧૦–૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેને!
સુજ્ઞ બંધુઓ ! સંસાર એક વિરાટ સમુદ્ર છે. આ વિરાટ સમુદ્રમાં છવ વિવિધ ગતિઓમાં ને વિવિધ એનિઓમાં પરિભ્રમણ કરે છે. આ જીવને જન્મ લેવા માટે ચાર ગતિ, પાંચ જાતિ અને રાશી લાખ છવાની છે. આપણે પ્રત્યક્ષ જોઈએ છીએ કે આ પૃથ્વી ઉપર અનેક પ્રકારના જીવે છે. અનેક છ આકાશમાં ઉડે છે, અનેક છે પૃથ્વી ઉપર ચાલે છે, અનેક જીવો પાણીમાં તરે છે, ને તેમાં પણ જુદી જુદી જાતિના હોય છે. જેમાસામાં કીડી-મંકેડા-ડાંસ-મચ્છર પુદા-પતંગીયા આદિ અનેક પ્રકારના જીવોની ઉત્પતિ થાય છે. આ દરેક જી જન્મે છે ને મરે છે, ને ચતર્ગતિમાં ભમે છે. આ તે પૃથ્વી ઉપરના જીની વાત થઈ. આપણી ઉપર દેવલેક છે ને નીચે નરક છે. અનંતતિર્યચના છે પણ આ સંસારમાં વસે છે ને તેમનું જીવન વિતાવે છે. આ ઉપરથી આપણે સમજી શકીએ છીએ કે આ સંસાર કે અનંત અને વિરાટ છે. આપણને કેવળજ્ઞાન પ્રાપ્ત થયું નથી એટલે સંપૂર્ણ જગતને જાણી કે જોઈ શકીએ તેમ નથી. પણ કલ્પના તે અવશ્ય કરીએ છીએ.
આપણે આત્મા થેર્યાશી લાખ છવાનીમાં જન્મ લેતે લેતે માનવજન્મ પામે છે. અનંત જન્મોની યાત્રા કરતાં કરતાં મહાન પુણ્ય માનવ જન્મરૂપી ધર્મક્ષેત્રમાં પડાવ નાંખે છે. આ માનવભવ આપણને જેમ તેમ નથી મળે. મહાન પુણ્યના ઉદયથી મળે છે.