________________
શારદા સરિતા
એ ભાવનાના બળે એક વખત બ્રહ્મચારીનું દર્શન કરી પાપમય જીવનને પવિત્ર બનાવી દીધું ને સ્વર્ગમાં ગઈ. ભાવનામાં જબ્બર તાકાત છે. તમે જાણે છે ને કે માતા પિતાના પુત્રને દૂધપાન કરાવે છે તેમાં જે તાકાત છે તે બાટલીના દૂધમાં નથી. બાટલીના દૂધમાં ને માતાના દૂધમાં ઘણું અંતર છે. કારણ કે માતા દૂધપાન કરાવે છે તે વખતે માતાના હૃદયમાં બાળક પ્રત્યે અસીમ વાત્સલ્ય હોય છે, પ્રેમ હોય છે. ને પુત્ર પ્રત્યે માતાની સદા શુભ ભાવના હોય છે એટલે એ દૂધ બાળકને માટે અમૃત સમાન બની જાય છે.
હવે બીજું ઉદાહરણ લઈએ. ખેડૂત વર્ષાકાળમાં ખેતરમાં અનાજ વાવે છે ને ઉપરથી વરસાદ પડે છે. એને જેટલો જોઈએ તેટલો વરસાદ વરસી જાય તે એક મહિના સુધી ફરીને એને પાણીની જરૂર પડતી નથી. કારણ કે વરસાદના પાણીમાં એટલું સત્વ હોય છે. પણ વરસાદ ન આવે તે કૂવાનું કે તળાવનું પાણી પંપ દ્વારા જમીનને આપવામાં આવે છે. પણ એ પાણીનું સત્ત્વ સાત-આઠ દિવસ રહે છે. વરસાદનું પાણી છે. કૂવા અને તળાવનું પણ પાણે છે છતાં પાણી પાણીમાં મોટું અંતર છે. બહારના પાણુમાં ને વરસાદના પાણીમાં માતાના દૂધ અને બાટલીના દૂધ જેટલું અંતર છે. એવી રીતે ભાવનાપૂર્વકની દાન-શીયળ-તપની આરાધના કરવામાં અને ભાવનારહિત ક્રિયા કરવામાં મોટું અંતર છે. આપણે ત્યાં સામાયિક-પ્રતિક્રમણ છે. વૈષ્ણવમાં સંધ્યાવંદનઆરતી છે. મુસ્લીમમાં નમાજ છે ને ક્રિશ્ચનમાં પ્રાર્થના કરે છે. આ ક્રિયાઓ કરતી વખતે દરેકનું મન ઈશ્વરમાં હોય છે. સૌ પ્રભુને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ! અમારું જીવન પવિત્ર બને. અમને સાચો માર્ગ બતાવો. ભાવના દરેકની સમાન છે. ફરક ભાષામાં છેભાવમાં નથી.
મુસ્લીમ નમાજ પઢતી વખતે પ્રભુને શું પ્રાર્થના કરે છે હે ખુદા!ડું ગુન્હેગાર છું. મારો ગુન્હો માફ કરે. સંધ્યા કરવાવાળા એવી ભાવના ભાવે છે કે હે ભગવાન! દિવસભરના વ્યવહારમાં મારાથી જે કાંઈ હિંસા થઈ હોય, મારા દ્વારા કેઈના દિલમાં દુઃખ થયું હોય તે મને ક્ષમા કરે. ત્યારે આપણે પ્રતિક્રમણ કરતી વખતે આખા દિવસભરમાં જે જે પાપ થયા હોય તેને યાદ કરીને હૃદયપૂર્વક આલોચના કરતાં પ્રભુની સાક્ષીએ તેના મિચ્છામિ દુકકડું દઈએ છીએ. એ પણ અપરાધની ક્ષમા માંગીએ છીએ. કઈ પ્રાર્થના કરે છે, કે ભક્તિ કરે છે, કેઈ સંધ્યા કરે છે, કે પૂજા કરે છે, કેઈ નમાજ પઢે છે ને કઈ પ્રતિક્રમણ કરે છે. પણ એ દરેકને આશય તે પાપથી મુકત બનવાનું છે. અંતઃકરણપૂર્વક ધર્મક્રિયાઓ કરનાર પાપથી છૂટે છે. સાચા ભાવથી ધર્મક્રિયા કરનાર વ્યકિતચાહે મુસ્લીમ હોય કે હિંદુ હેય, જેન હોય કે વૈષ્ણવ હોય એ બહારથી દેખાવ નથી કરતે.
મહંમદ સૈયદ નામને એક ફકીર થઈ ગયું. એણે સંપૂર્ણ પરિગ્રહને ત્યાગ