________________
૭૮૮
શારદા સરિતા કર્યો હતે. ખુદાની બંદગીમાં પિતાને સમય વ્યતીત કરતા હતા. એ સદા એક ભજન ગાયા કરતું હતું કે સાચા સંતને હું શિષ્ય છું, હું યહૂદી છું, હું મુસ્લીમ છું, ને હિન્દુ પણ છું. કારણ કે મંદિરમાં ને મસ્જિદમાં લેકે કેવળ પરમાત્માની ઉપાસના કરે છે. મહંમદ સૈયદની આવી ભાવનાને કારણે ઘણુ માણસે એના મિત્ર બની ગયા હતા. ને ઘણાં એના શત્રુ પણ બની ગયા હતા. દારા શિકોહ નામનો એક માણસ એમને પરમભકત હત ને ઔરંગઝેબ એમનો કટ્ટો દુશ્મન હતું. ઔરંગઝેબ દારા શિકોહને પણ શત્રુ હતો. કારણ કે મુસ્લીમ હોવા છતાં હિંદુ ધર્મની ઉપાસના શા માટે કરે છે? એ વાતની ઔરંગઝેબને મહંમદ સૈયદ ઉપર ઈર્ષ્યા હતી. એક વખતે ઔરંગઝેબે એના માણસોને આજ્ઞા કરી કે મહંમદ સૈયદને પકડીને લઈ આવે. પકડીને એમને ઔરંગઝેબ પાસે હાજર કર્યો. ઔરંગઝેબે કહ્યું કે તમે હિંદુ ધર્મ છોડી દે ત્યારે મહંમદે કહ્યું - બાદશાહ! તમે શા માટે હિંદુ ધર્મ પ્રત્યે આટલી ઈષ્યા કરો છો? દરેકને ધર્મ સમાન છે. હિંદુ ધર્મ એક વખત તમારે પણ સ્વીકારવો પડશે. એટલે ઔરંગઝેબે કેધાયમાન થઈને કહ્યું કે તમે મુસ્લીમ ધર્મના ફકીર હોવા છતાં ધર્મના દ્રોહી છે. માણસને કહ્યું કે એમને ફાંસીએ ચઢાવી દે. એમને શૂળીની શિક્ષા કરવાનું ફરમાન થયું.
મહંમદ સૈયદ શૂળીની શિક્ષાની વાત જાણી આનંદમાં આવી ગયા. શૂળી ઉપર ચઢતાં ચઢતાં શું બોલ્યા-અહો! આજનો દિવસ મારે માટે પરમ સૌભાગ્યને છે, ખૂબ આનંદને છે. જે શરીર મને ખુદાને મળવામાં આજ સુધી આડખીલરૂપ હતું તે આ શૂળીની શિક્ષામાં છૂટી જશે. તે હસતાં હસતાં કહેવા લાગ્યા છે શૂળી! તું આજે મારે જીગરજાન મિત્ર બની છે. આજે તે તું શૂળીના રૂપમાં આવેલ છે. પણ બીજા કઈ રૂપમાં કેમ ન આવે. હું તને ઓળખ્યા વિના નહિ રહું.
બંધુઓ! સાચા ભકતોનું હૃદય ખૂબ વિશાળ હોય છે. પોતાને ગમે તેવા કષ્ટ કેમ ન પડે પણ એ ભગવાન અને ભગવાનની પ્રાર્થનામાં કોઈ અંતર માનતા નથી. કોઈ પણ નામથી ભગવાનનું રટણ કરે છે પણ એના ભાવ તે એક જ હોય છે.
રામ કહો રહેમાન કહે કેઉ કાન્હ કહે મહાદેવ રી, પારસનાથ કહે કેઉ બ્રહ્મા, સકલ બ્રહ્મા સ્વયમેવરી. નિજપદ રમે રામ સે કહિએ, રહિમ કરે રહિમાન રી, હર્ષે કરમ કાન્હ સે કહિએ, મહાદેવ નિર્માણી. પરસેરૂપ પારર સે કહીએ, બ્રહ્મ ચિહે છે બ્રહ્મ રી, ઈહ વિદ્ધ સાધે આપ આનંદઘન, ચેતનમય નિષ્કર્મરી!
આનંદઘનજી કહે છે આત્મ સ્વરૂપમાં રમણતા કરે તે રામ છે. પ્રાણીઓ ઉપર દયા રાખે તે રહિમ છે. કર્મોને કાપવાને પુરુષાર્થ કરે તે કૃષ્ણ છે. સંસારથી મુક્ત બનીને