________________
૭૮૬
શારદા સરિતા બ્રહ્મચારીએ વેશ્યાને તેમની પાસે બોલાવી. આ સાંભળી વેશ્યાને ખૂબ આનંદ થયે. અહો ! બ્રહ્મચારી પવિત્ર પુરૂષ મારા જેવી અધમ સ્ત્રીને બેલાવે છે. મને આજે એ સંત જેવા પવિત્ર પુરૂષના દર્શન થશે. એમની સાથે વાત કરવાનો અવસર મળશે. આજે મારું જીવન પવિત્ર બની જશે. વેશ્યા ઉમંગભેર બ્રહ્મચારી પાસે આવી. એના દિલમાં સંત પ્રત્યે પવિત્ર ભાવ હતા. જ્યારે બ્રહ્મચારી એના રૂપ-રંગ જોઈને એની આંખેને તૃપ્ત કરવા ઈચ્છતો હતે. વેશ્યા આવીને બ્રહ્મચારીના ચરણમાં નમી ગઈ ને તેમના ખૂબ ગુણગ્રામ કર્યા. ધન્ય છે આપને આપ ઉન્નતિના માર્ગે જઈ રહ્યા છે. હું પતનના માર્ગે જઈ રહી છું છતાં આપના દર્શન કરી હું પાવન બની ગઈ.
બ્રહ્મચારી હોવા છતાં તેના અંતરમાં વિકાર ભર્યો હતો પણ ઉપરથી તેણે ગણિકાને ઉપદેશ આપ્યો કે હું ગણિકા ! તું શરીરને વ્યાપાર કરી રહી છે. નિર્વિકારી પુરૂષોને પણ વિકારી બનાવે છે ને જીવનને આનંદ માણે છે પણ વિચાર કર. તું કેટલા કર્મો બાંધે છે. તારી પાસે આવનાર પુરૂષોને તારે કહી દેવું જોઈએ કે હું તો જાતની વેશ્યા એટલે પૈસાની ભૂખી. જ્યાં સુધી પૈસા મળશે ત્યાં સુધી તમારી સાથે સબંધ રાખીશ ને પૈસા ખલાસ થઈ જશે ત્યારે લાત મારીને કાઢી મૂકીશ. આ રીતે પૈસા આપીને ભેગ ભેગવવા, જાતને ખુવાર કરવી ને પાપ બાંધવા એના કરતાં એટલા પૈસા સત્કાર્યમાં વાપરે તે તમને લાભ થશે. મારી પાસે આવવા કસ્તાં ધર્મારાધના કરે એનાથી કલ્યાણ થશે ને મારો સંગ કરતાં પાપ બંધાશે. આ રીતે ખૂબ સુંદર ઉપદેશ આપે.
બ્રહ્મચારીને ઉપદેશ સાંભળી વેશ્યાને ખૂબ આનંદ થયો. એની રગેરગમાં બ્રહ્મચારીને ઉપદેશ તાણાવાણાની જેમ વણાઈ ગયે. ને કહેવાતી વેશ્યા વૈરાગી બની ગઈ. એણે એનું જીવન પલ્ટાવી નાંખ્યું. હવે એની પાસે જે પુરૂષે આવતા એમને સમજાવવા લાગી કે ભાઈ ! તમે અહીં શા માટે આવો છો ? હું તો વેશ્યા છું, સ્વાર્થની સગી છું. શાસ્ત્રમાં કહ્યું છે કે પિતાની પત્ની સિવાય બીજી સ્ત્રીઓને સેવવી એ મહાન પાપ છે. પરસ્ત્રીગમન કરવાથી મનુષ્ય નરકમાં જાય છે ને એનું જીવન પાપકર્મના લેપથી મલીન બને છે. આ રીતે ઉપદેશ આપતી અને શુદ્ધ ભાવથી આપેલા ઉપદેશની અસર પુરૂષ ઉપર સારી થતી ને ભોગી બનીને આવનાર ગી બની જતાં. કંઈકના જીવન એણે સુધાર્યા. શુદ્ધ ભાવનાને કારણે છેવટે વેશ્યા મરીને દેવલોકમાં ગઈ અને પિલે બ્રહ્મચારી ઉપરથી ધર્મક્રિયાઓ કરતે હો લોકોને સુંદર ઉપદેશ આપતો હતે પણ એની ભાવનામાં વિકાર ભર્યું હતું એટલે મરીને નરકે ગયે.
બંધુઓ ! ભાવનાનું કેટલું મહત્વ છે. બ્રહ્મચારીની ક્રિયા હતી તેવી ભાવના હોત તે બેડો પાર થઈ જાત. ઉપરથી બ્રહ્મચારીને સ્વાંગ સ પણ મન મલીન રાખ્યું તે નરકે ગયે ને વેશ્યા તે છડેચક વેશ્યા હતી છતાં એની ભાવના પવિત્ર હતી.