________________
શારદા સરિતા
૭૮૫
શંખાજા અને જમતી રાણીને દ્રાક્ષ ધેયેલું પાણી વહેરાવતાં એવી ભાવનાને ઉછાળે આવ્યો તે તીર્થકર નામકર્મ બાંધ્યું. નાગેશ્રીએ ઉલાસભેર સંતને શાક વહેરાવ્યું હતું, છતાં મરીને નરકે ગઈ. કારણ કે એના દાન દેવાના ભાવમાં મલીનતા હતી. સામાયિક કરે, પ્રતિક્રમણ કરે, તપ કર, કઈ પણ ધાર્મિક ક્રિયા કરે પણ તેમાં આધ્યાત્મિક ભાવ ન હોય તે બધી ક્રિયાઓ બેખા જેવી છે.
એક વાત છે કે ભાવ એટલે એકલે ભાવ નહિ. પણ ક્રિયા સહિત ભાવ હવે જોઈએ. ભાવ વિનાની ક્રિયા અને ક્રિયા વિન નો ભાવ ખાલી દુકાન જેવો છે. શુદ્ધ ભાવપૂર્વક ક્રિયા હોવી જોઈએ. એક દષ્ટાંત દ્વારા સમજાવું.
એક ગામમાં એક બ્રહ્મચારી પુરૂષ રહેતો હતો. એ મકાનના મેડા ઉપર ચઢવાની સીડીઓ અલગ અલગ હતી ને વચમાં ભીંતનું આંતરૂં હતું. એક બાજુ આ બ્રહ્મચારી પુરૂષ રહેતો હતો ને બીજી બાજુ એક વેશ્યા રહેતી હતી. વેશ્યાનું કામ તે તમે જાણે છે કે રોજ નવા નવા શણગાર સજવા અને નવા નવા પુરૂષોને રીઝવવા. એ એના કાર્યમાં મશગુલ રહેતી અને બ્રહ્મચારી બ્રહ્મચર્યનું પાલન કરતા. તેની પાસે જે કઈ માણસ આવે તેને દાન-શીયળ–તપનું સ્વરૂપ સમજાવી ધર્મના માર્ગે વાળો. એના ઉપદેશથી કંઈક જીવ સંસારની અસારતા સમજીને વૈરાગ્ય પામી જતા અને વેશ્યા જે કઈ એની પાસે આવે તેને ચારિત્રથી પડવાઈ કરીને ભોગમાં રકત બનાવતી. આ રીતે બંનેના જીવનમાં આસમાન – જમીન જેટલું અંતર હતું, છતાં આ વેશ્યા એના કાર્યમાંથી નિવૃત્ત થતી ત્યારે વિચાર કરતી કે હું કેવી અધમ છું, નીચ છું, પાપી છું કે મારી પાસે જે પુરૂષે આવે છે તેમને હું પતનના પંથે પ્રયાણ કરાવું છું. ધન્ય છે આ બ્રહ્મચારી પુરૂષને કે જે સંસારના દરેક રંગ-રાગ છોડીને આત્મસાધનામાં રત રહે છે ને તેમની પાસે જે મનુષ્ય આવે છે તેમને ધર્મને મર્મ સમજાવી ઉન્નતિને માર્ગ બતાવે છે. એ એના આત્માનું કલ્યાણ કરી જશે ને હું તે ભવમાં ભટકીશ. એ પવિત્ર પુરૂષના દર્શન કરૂં તે પણ હું પાવન થઈ જાઉં. વેશ્યાના મનમાં હમેંશા આવી ભાવના રહ્યા કરતી. પાપ કરતી હતી પણ એના દિલમાં પાપને ખટકારે થતું હતું.
બીજી તરફ પેલો બ્રહ્મચારી બ્રહ્મચર્યનું પાલન કરતે, તપ કરતે, જનતાને ધર્મ સમજાવતે. અનેક પ્રકારની ધર્મક્રિયાઓ કરતે હો છતાં વેશ્યાના જીવનને સુખમય માનતો હતો. બધા લોકોને ધર્મને ઉપદેશ આપે, એની પાસેથી બધા ચાલ્યા જાય ને કેઈ ન રહે ત્યારે ભીંતમાં એક તીરાડ હતી તેમાંથી રોજ છાનામાને વેશ્યાના રૂપ-રંગ અને સ્વાંગ જોયા કરતો. કેવી સુંદર દેખાય છે! શું દેવી જેવું સૌંદર્ય છે ! એનું જીવન સફળ છે. એને જોઈને મનમાં એ ભાવ લાવો. એક દિવસ સમય જોઈને