________________
૭૮૨
શારદા સરિતા
છોડીને સંયમી અને છે! તે! તમે જ્ઞાન-દન અને ચારિત્રમાં ખૂબ આગળ વધેા ને તમારૂ કલ્યાણ થાવ. હું રાજકુમાર! જ્ઞાન-દન અને ચારિત્ર વડે અજિત એવી ઇન્દ્રિઓને જીત અને જીતીને શ્રમણ ધર્મનું પાલન કર. હે દેવ ! બધા વિઘ્નાને જીતીને મેાક્ષમાં નિવાસ કર. ધૈર્ય રૂપી કચ્છને મજબૂત ખાંધીને તપ વડે રાગ-દ્વેષ રૂપી મત્લાના ઘાત કર અને ઉત્તમ શુકલધ્યાન વડે આઠ કર્મરૂપી શત્રુનું મન કર. હું ધીર પુરૂષ! તું અપ્રમત થઇને ત્રણ લેાકરૂપી રગમડપ મધ્યે આરાધના રૂપી પતાકાને ગ્રડણુ કરીને નિર્મૂળ અને અનુત્તર એવા કેવળજ્ઞાનને પ્રપ્ત કરી જિનેશ્વર ભગવતે ઉપદેશેલ સરળ સિધિમા વડે પરમપદરૂપ મેાક્ષને પ્રાપ્ત કર.
" अकुडिलेण हंता परीसह चमूं अभिन्नवियंगामकंटको वसग्गाणं
धम्मे ते अविग्धमत्थु तिकट्टु अभिनंदंतिय अभित्थुणं तिय । "
પિરસહરૂપી સેનાને હણીને ઇન્દ્રિઓને પ્રતિકૂળ એવા ઉપસર્ગાના પરાજય કર. અને તને ધર્મોમાં અવિઘ્ન થાઓ. અર્થાત્ તમારા માર્ગ નિર્વિઘ્ન અનેા. એ રીતે ખેલતાં અભિનંદન આપવા લાગ્યા. સ્તુતિ કરવા લાગ્યા.
એક ભુજાથી દશ હજાર સુભટને જીતવા સહેલ છે, પણ ઇન્દ્રિએને જીતવી સુકેલ છે. એટલે લેકે જમાલિકુમારને કહે છે તમે અજેય એવી ઇન્દ્રિઓને જીતીને વિજેતા અનેા. ગમે તેટલા રાજ્યને જીતે પણ જ્યાંસુધી માનવ ઇન્દ્રિયાને જીતે નહિ ત્યાં સુધી તે સાચા વિજેતા નથી. રાગ અને દ્વેષરૂપી મહાન મલ છે. હે રાજકુમાર! તમે જેને જીતી લેજો, કે જે તમને સંયમમાર્ગમાં હેરાન કરવા આવે નહિ. ધ્યાન ચાર છે. આ ધ્યાન, રૌદ્રધ્યાન, ધર્મધાન અને શુકલધ્યાન. આ ધ્યાનથી તિર્યંચ ગતિમાં જવાય છે. રૌદ્રધ્યાન કરવાથી નરકગતિમાં, ધર્મ ધ્યાનથી દેવગતિમાં ને શુકલધ્યાનથી મેાક્ષમાં જવાય છે. ચાર ધ્યાનમાં શુકલધ્યાન શ્રેષ્ઠ છે. પાંચ જ્ઞાનમાં કેવળજ્ઞાન શ્રેષ્ઠ છે. તમે સયમ લઇને શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ વસ્તુને પ્રાપ્ત કરી જલ્દી જલ્દી પરમપદ્મ મેક્ષને પ્રાપ્ત કરો. તમારા જય થાએ, વિજય થાએ. એ પ્રમાણે અભિનંદન આપે છે ને વધાવે છે. હવે આગળ શું ખનશે તેના ભાવ અવસરે કહેવાશે.
ચરિત્ર:- માર્કદી નગરીમાં અદત્ત શેઠને ત્યાં હારપ્રભા શેઠાણીની કુખે એક પુત્રના જન્મ થયા છે. તેનુ નામ ધણુ પાડવામાં આવ્યું. ધરણને જોઇને તેના માતા-પિતાને આનંદના પાર નથી. શુભ લક્ષણવાળા પુત્ર છે. તેને કલાચાર્યને ત્યાં ભણવા મેાકલે છે. ત્યાં પણ ખૂબ હાંશિયારીથી આછી મહેનતે ઘણું જ્ઞાન મેળવતા. હવે ખીજી તરફ શુ બને છે -
લક્ષ્મીને જન્મ ને ધણુ સાથે લગ્નઃ- વિજયરાજા જે જયમુનિની હત્યા કર્યા પછી ત્યાંથી મરીને નરકમાં ગયા હતા ત્યાં નરકની મહાન વેદના ભાગવી નરનુ