________________
શારદા સરિતા
૭૮૧ લે છે ત્યારે તે મુક્ત બને છે. એટલા માટે મહાન પુરૂષ સંસારને છોડે છે ને બીજાને ત્યાગવાને ઉપદેશ આપે છે. સંતેને મન ભૌતિક પદાર્થો ત્યાજ્ય છે તેમ કેધ-માનમાયા અને લેભાદિ કષાયોને પણ ત્યાજ્ય સમજીને છોડી દે છે.
દયાનંદ સરસ્વતીના જીવનનો એક પ્રસંગ છે. કેઈ ઈર્ષ્યાળુ માણસે તેમને પાનમાં વિષ આપી દીધું. દુનિયામાં ત્યાગી પુરૂષોના પણ દુશ્મન હોય છે. મહાન પુરૂને ઝેરના લાડવા ખવડાવી દે તે પણ તે પચાવી લે છે, પણ કેઈને કહેતા નથી. દયાનંદ સરસ્વતી એ મહાન પુરૂષ હતા. તેમણે કેઈને વાત કરી નહિ, પણ ભકતોને ખબર પડી ગઈ એટલે કે કેધ વ્યાપી ગયો અને ઝેર આપનારને શોધી કાઢયે, ને ગામના મોટા અમલદારને ઓંખ્યો. અમલદાર દયાનંદ સરસ્વતીને ભકત હતો. તેણે ઝેર આપનાર વ્યકિતને સ્વામી દયાનંદ પાસે હાજર કરીને કહ્યું ગુરૂદેવ! આપને ઝેર આપનાર આ વ્યક્તિ છે. આપ કહે તે શિક્ષા તેને કરીએ. ત્યારે દયાના સાગર દયાનંદજી કહે છે કે હે ભકતો! એને છોડી દે. હું સંસારનાં પ્રાણીઓને કેદ કરાવવા નથી આવ્યો પણ મુક્ત કરાવવા આવ્યો છું.'
બંધુઓ! મહાન પુરૂષનું હૃદય કેટલું વિશાળ હોય છે. પિતાને ઝેર આપનાર ઉપર પણ કેવી કરૂણદષ્ટિી આજે આવા પુરૂષે કેટલા? આણે તે ઝેર આપ્યું હતું પણ આજે તે કઈ સહેજ ઉંચા અવાજે બોલે તે પણ સહન નથી થતું. કેઈ એક વચન કહે તે સામા તેને દશ શબ્દ સંભળાવે છે. થોડી મિલ્કતને માટે ભાઈ ભાઈનું ખૂન કરવા તૈયાર થઈ જાય છે. આજે દુનિયામાં કેઇનું ખરાબ કરવું સહેલું છે, પણ સારૂં કરવું મુશ્કેલ છે. જે મહાન બનવું હોય તે જ્ઞાની કહે છે કે પથ્થર મારનાર પ્રત્યે ફૂલની વર્ષા કરે. દરિયા જેવા ગંભીર બને.
એક રૂપક છે. એક કવિએ સમુદ્રને કહ્યું કે હે સાગરદેવ! તારી પાસે અગાધ પાણી છે પણ કેઈને પીવામાં કામ આવતું નથી. તારી પાસે અમૂલ્ય રત્ન છે પણ કોઈને આપતા નથી. ત્યારે દરિયો કહે છે ભાઈ! મારી પાસે રને ઘણા છે પણ મરજીવા થઈને અંદર ડૂબકી લગાવે તે રત્નો મેળવે છે. મારું પાણી ભલે ખારું છે પણ વર્ષારૂપે હું પૃથ્વી ઉપર વરસું છું. દેવાનુપ્રિયે! જે મરજીવા બનીને સાગરમાં ડૂબકી લગાવે છે તે અમૂલ્ય રત્ન મેળવે છે. તેમ સિદ્ધાંતરૂપી ગહન સાગરમાં જે આત્માઓ ડૂબકી લગાવે છે તે જ્ઞાન-દર્શન અને ચારિત્ર રૂપી અમૂલ્ય રત્ન મેળવે છે અને સંસાર રૂપી ખારા સમુદ્રમાં પણ વીતરાગવાણું રૂપી વીરડામાંથી મીઠું પાણી મળે છે. લાખોની કિંમત આપતાં પણ ન મળે તે ધર્મ તમને મળે છે એની કિંમત સમજે.
જમાલિકુમારની શિબિકા ક્ષત્રિયકુંડ નગરના મધ્યભાગમાંથી નીકળી છે. જોકે તે જમાલિકુમારને નીરખે છે ને બોલે છે, હે લાડકવાયા કુંવર! તમે આવી રિદ્ધિ-સિદ્ધિ