________________
શારદા સરિતા
૭૮૩
આયુષ્ય પૂર્ણ કરીને કેટલાક સમય સંસારમાં રખડી આગલા ભવમાં તેવા પ્રકારના શુભ અનુષ્ઠાન કરીને કયાં ઉત્પન્ન થાય છે!
એ કાકંદી નગરીમાં બીજા કાર્તિક નામના શેઠ રહેતા હતા. તે કાર્તિક શેઠને જયા નામની પત્ની હતી. તેની કુક્ષીમાં વિજયકુમારને જીવ પુત્રી પણે ઉપન્ન થયે. જન્યા પછી તેનું નામ લક્ષ્મી પાડવામાં આવ્યું. ધીમે ધીમે લક્ષ્મી મટી થઈ એટલે એના પિતા કાર્તિક શેઠે બંધુદત્ત શેઠને ત્યાં પિતાની દીકરીને ધરણસેનની સાથે પરણાવવાનું કહેણ મોકલ્યું ને કુદરતી બંનેને પૂર્વને ત્રાણાનુબંધ ચાલ્યો આવે છે એટલે બંનેના મનમાં નકકી થયું. ભવિતવ્યતાના જોરે બંનેના ધામધુમથી ધરણસેન અને લક્ષ્મીના લગ્ન થયા. પણ લક્ષ્મીને ધરણસેન પ્રત્યે બિલકુલ પ્રેમ આવતો નથી. ધરણ લક્ષ્મીને ખૂબ ચાહે છે, પ્રેમથી બોલાવે છે ને એને જે જોઈએ તે લાવી આપે છે, પણ લક્ષ્મીદેવીનું મન માનતું નથી. બંનેને સંસાર ફાટી ગયેલા દુધ જેવો બની ગયા છે. અબ પ્રેમથી લમીને ધરણ બોલાવે ત્યારે લક્ષમી શું બેલતી? અરેરે.મારું કેવું કમભાગ્ય છે કે મને આ પતિ મળે છે. મારા માતા-પિતાને હું એકની એક દીકરી પણ કંઈ જોયા કર્યા વિના મને ઉંડા કૂવામાં ઉતારી છે. રેજ ઉઠીને આ પાપીનું. મુખ જેવું પડે છે. આના કરતાં તે દુનિયામાં ઘણુય વર સારા હતા. મેં પૂરા પાપ કર્યા હશે કે મને અહીં પરણાવી. આ રીતે રેજ કકળાટ કર્યા કરે છે. પણ ધરણુસેન એ સમજુ ને ડાહ્યો છે કે એના માતાપિતાને ગંધ સરખી પણ આવવા દેતો નથી. ધરણસેન એક જ વિચાર કરે છે કે મારા પૂર્વના કર્મનો ઉદય છે એમાં એને બિચારીને શું દોષ? આ રીતે કલેશ-કંકાસમય સંસાર સુખને અનુભવનકતાં ઘણું વર્ષો વીતી ગયા.
ધરણસેન અને દેવનદી વચ્ચે સ્પર્ધા – એક વખત વસંત ઋતુમાં ધરણ ફરવા ગયે હમે ને પાછા વળતા ધરણને રથ ને દેવનંદને રથ ભેગા થઈ ગયા. બંનેના રથ ઘણું મોટા છે. ધરણ નમ્રતાપૂર્વક કહે છે ભાઈ! તારો રથ ડે પાછો વાળ, જેથી હું નીકળી શકું. પણ લક્ષ્મીના અભિમાને દેવનદી ના માન્યો. ધરણને મન કાંઈ નથી પણ રસ્તે નથી તેથી પાછો કેવી રીતે વાળે? છેવટે રસ્તો બંધ થવાથી અંદરના અંદર ને બહારના બહાર લેકેનું ટેળું ભેગું થયું. એટલે નગરજને અકળાયા. આખા ગામમાં વાત ફેલાઈ ગઈ. છેવટે મહાજન ત્યાં આવી ગયું.
નગરના વૃદ્ધ પુરૂષાએ ત્યાં આવીને તે બંનેને કહ્યું કે તમે તમારી જાતે કેટલું કમાયા છે ? કે બાપદાદાની કમાણ ઉપર આટલું અભિમાન કરે છે ! તમારા બંનેમાંથી કેણે પિતાના બાહુબળથી ધન કમાઈને દાન કર્યું છે, કે ધર્મના કાર્યમાં વાપર્યું છે કે આટલી મગરૂરી ધરાવો છે? આવી છેટી ચડસાચડસી કરવાથી શું લાભ છે? તમારા લીધે કેટલા લોકોને ઉભા રહેવું પડયું છે? માટે તમારા વાદ-વિવાદ છેડીને તમે બંને