________________
શારદા સરિતા
૭૫૭
કરાવ્યું. સ્નાન કર્યા પછી એકદમ સુંવાળા અને સુગંધીદાર કિંમતી લાલ વસ્ત્ર વડે જમાલિકુમારના અને લૂછે છે. શરીર લુછયા પછી “સરસે જોર જંલvr Tયારું સાત્તિ ” જમાલિકુમારના શરીર ઉપર એકદમ કિંમતી સુગંધીદાર ગશીર્ષ ચંદનનું વિલેપન કરે છે ને એમની માતા કહે છે હે દીકરા ! આ ચંદન જેમ શીતળ છે તેમ તું તારા આત્માને શીતળ બનાવજે ને સંયમની સૌરભ મહેંકાવજે. ચંદનનું વિલેપન કર્યા પછી નાકના વાયરે ઉડી જાય તેવું હલકું, આંખને ગમી જાય તેવું સુંદર, વર્ણને સ્પર્શથી યુકત, ઘેડાની લાળ કરતાં પણ વધારે નરમ “ઘવ રાવત ત મ્ય મહરિદ્ હંસ જીવવાનું ૫૪ સારાં રિત્તિ ” વેત અને સોનાની કસબી કિનારીવાળું મહામૂલ્યવાન, હંસના ચિન્હવાળું એવું પટશાટક (રેશમી વસ્ત્રો પહેરાવે છે ને કહે છે હે દીકરા ! તું આ વેત વસ્ત્ર પહેરીને તારા આત્માને વેત બનાવજે. ચારિત્રમાં બિલકુલ દોષરૂપી ડાઘ લગાડીશ નહિ. રંગીન વસ્ત્રમાં ડાઘ પડે તે દેખાય નહિ પણ વેત વસ્ત્રમાં ડાઘ પડે તે તરત દેખાઈ આવે છે, તેમ નિર્મળ ચરિત્રમાં દેષરૂપી ડાઘ ન પડે તેનું ખૂબ લક્ષ રાખજે.
હંસલક્ષણયુક્ત મહાન કિંમતી વેતવસ્ત્ર પહેરાવ્યા પછી શું કરે છે, એકલેરા, ત્રણસેરા, પાંચસેરા, નવસેરા કિંમતી રત્નના હાર જમાલિકુમારના કંઠમાં પહેરાવે છે ને કહે છે હે દીકરા ! જેમ આ હારમાં રને ચમકે છે તેમ તું તારા આત્માને જ્ઞાનદર્શન–ચારિત્રરૂપી રત્નોથી ચમકાવજે. આ રીતે જમાલિકુમારને કંઠમાં હાર પહેરાવ્યા. હાથે બાજુબંધ પહેરાવ્યા, કાનમાં કુંડળ પહેરાવ્યા, મસ્તકે મુગટ પહેરા હવે આગળ શું આવશે તેના ભાવ અવસરે કહેવાશે.
વ્યાખ્યાન નં. ૮૮ આ સુદ ૧૨ ને સેમવાર
- તા. ૮-૧૦-૭૩ સુજ્ઞ બંધુઓ, સુશીલ માતાઓ અને બહેન !
અનંત કરૂણાનિધી, સત્યના શોધક, મમતાના મારકને વિષાના વારક એવા ત્રિલેકીનાથની શાશ્વતી વાણી તેનું નામ સિદ્ધાંત.
જમાલિકુમારને બીજા સિંહાસન ઉપર બેસાડી સુગંધિત લાલ વસ્ત્ર વડે એમનું શરીર લૂછી ગોશીષ ચંદનના વિલેપન કર્યા. ત રેશમી હંસલક્ષણયુકત વસ્ત્રો પહેરાવીને વિષ્ટિમ-વીંટેલી, પૂરિ-પૂરેલી, ગ્રંથીમ-ગૂંથેલી ને સંઘાતિમ-એટલે પરસ્પર સંધાત વડે તૈયાર થયેલી ચાર પ્રકારની માળાઓ વડે કલ્પવૃક્ષની જેમ જમાલિકુમારને વિભૂષિત કરવામાં આવ્યા. ત્યાર પછી તે જમાલિકુમારના પિતા કૌટુંબિક પુરૂષને બોલાવે છે. બેલાવીને આ પ્રમાણે કહે છે