________________
૭૫૮
શારદા સરિતા હે દેવાનુપ્રિયે! તમે જલ્દી સેંકડો સ્થંભ (થાંભલાથી) યુકત લીલાપૂર્વક પૂતળીઓથી યુક્ત (રાયપ્રશ્નીય સૂત્રમાં વિમાનનું વર્ણન કર્યું છે તેવી) યાવત્ મણીરત્નની ઘંટડીઓના સમૂહથી યુક્ત એક હજાર માણસોથી ઉચકી શકાય તેવી શીબીકા-પાલખી તૈયાર કરે. ને તૈયાર કરીને મારી આજ્ઞા મને પાછી આપે. એટલે તરત કૌટુંબિક પુરૂએ જમાલિકુમારને બેસવા માટે ઉત્તમ મોટા પ્રકારની મેટી શીબીકા તૈયાર કરીને મહારાજાને તેમની આજ્ઞા પાછી મેંપી.
'ઉત્તમ પ્રકારના વસ્ત્રાભૂષણોથી અલંકૃત, સૂર્ય સમાન એમના તેજ ઝળકી ઉઠયા છે. વળી એમને માટે હજાર માણસે ઉંચકે તેવી ઉત્તમ પ્રકારની શીબીકા તૈયાર કરી છે. એના દીક્ષા મહોત્સવમાં શું ખામી હોય? દેવલોકમાં દેવ અને ઈન્ટે કુદરતી રીતે અવધિજ્ઞાનને ઉપગ મૂકીને જોતા હોય ને તેમાં પણ આ દીક્ષા મહોત્સવ જુએ ત્યારે તેનું હૈયું હર્ષથી નાચી ઉઠે છે. અહે! આ અવસર અમને ક્યારે આવે! ને આ અવિરતીની કેદમાંથી મુકત બનીએ. દેવે અવધિજ્ઞાનને ઉપયોગ મૂકીને જુવે છે કેણ મહાન યોગી તપમાં રત છે, કેણુ ગુણગ્રાહી છે, કેણ વયાવચ્ચી છે, કેણ આત્માથી છે? કેણ સત્યવાદી છે? કેણ દાનવીર છે કે ભક્તિવાન છે. આવા ત્યાગી, તપસ્વી, સત્યવાદી, સંયમી અને સેવાભાવી વિગેરે ગુણવાન આત્માઓને જોઈને ઈન્દ્રનું હૃદય હર્ષથી નાચી ઉઠે છે. સમ્યદષ્ટિ દેવે કેઈના દેષ જોતા નથી. ફક્ત ગુણવાન વ્યકિતએના ગુણ જોઈને હરખાય છે ને પોતાની સભામાં, દેવેની સભા વચ્ચે તેઓ આવા ગુણવાન વ્યક્તિઓની પ્રફુલ્લિત હદયથી પ્રશંસા કરતાં બોલી ઉઠે છે કે ધન્ય છે આવા ત્યાગી તપસ્વી પવિત્ર સંતને તેમને કઈ પણ વ્યક્તિ તેમની સાધનાથી ડોલાવવા શકિતમાન નથી, કહ્યું છે કે -
“નિત્યુત્તર નવા દિ કાળાાિ સત્પન્ન ” ", જે ઉત્તમ આત્માઓ છે તે કસોટીના સમયમાં પણ ધર્મનું રક્ષણ કરવા માટે પિતાના પ્રાણનું બલિદાન આપવા તૈયાર થઈ જાય છે. પણ સત્યમાર્ગને છોડતા નથી. આ રીતે ઈન્દ્ર જ્યારે સદગુણ વ્યકિતની પ્રશંસા કરે છે ત્યારે સભામાં બેઠેલા મિથ્યાદષ્ટિ દેવે ઈષ્યની અગ્નિથી પ્રજળી ઉઠે છે ને બોલે છે કે એ મૃત્યુલોકના માનવીઓ અન્નના કીડા અને અલ્પ આયુષ્યવાળા હોય છે. છતા એમની આટલી બધી પ્રશંસા ઈન્દ્ર મહારાજા શા માટે કરે છે? તેમને ઇન્દ્ર મહારાજાની વાત ઉપર વિશ્વાસ હેતે નથી. અહીં પણ જુઓ સંઘમાં કે સમાજમાં કેઈ એક પ્રશંસનીય કાર્ય કરવાનું હેય છે ત્યારે તેમાં બધા માણસને એ વાત મંજુર હોતી નથી એવા ઈર્ષ્યાળુ માણસ હોય છે. તેઓને કેઈના ગુણ ગવાતા હોય તો સાંભળીને ઈષ્યમાં આવે છે. આવા ઉચ્ચકુળમાં જન્મીને, વીતરાગનું શાસન પામીને પણ સદગુણના સગુણની પ્રશંસા સાંભળીને જે