________________
પર
શારદા સરિતા
જઈને સીતાજીની શોધ કરી રામને ખખર આપ્યા એટલે રામ તમના સાથીદારો સહિત દાન–શીયળ–તપ અને ભાવનારૂપી સૈન્ય લઈને સુમતિરૂપી સીતાને છોડાવવા લકામાં ગયા. રાવણુને ખખર પડી કે સીતાજીને લેવા માટે રામ સૈન્ય લઈને આવ્યા છે એટલે ઉપર કહ્યા પ્રમાણે સૈન્ય તૈયાર કરીને રામની સામે લડવા આન્યા. રાવણના સૈન્યની આગળ કુખ્યાન રૂપી ધ્વજા ફરકતી હતી અને રામની દ્વાન-શીયળ–તપ અને ભાવરૂપી ચતુરંગી સેનાની આગળ નીતિ રૂપી ધ્વજા ફરકતી હતી હવે આગળ શું થાય છે. દાનશિયળ–તપ–ભાવના રૂપી ચતુર ંગી સેનાને લઈને નીતિની ધ્વજા ફરકાવતા સ્વાધ્યાય રૂપી નગારા વગાડતાં રામ યુદ્ધભૂમિમાં પડેોંચી ગયા. પ્રથમ લક્ષ્મણજી લડવા માટે તૈયાર થયા. હવે લક્ષ્મણજીની પાસે કયે રથ હતા ને ક્યા શસ્રા હતા ?
સત્યરૂપી લક્ષ્મણ ધૈરૂપી ધનુષ્યને હાથમાં લઇને શીયળરૂપી થમાં બેસી ગયા. મને શસ્ર સજીને યુદ્ધભૂમિમાં આવી ગયા. સત્યરૂપી લક્ષ્મણને જોઈને મિથ્યાત્વ મેહનીયરૂપ રાવણને ખૂબ ક્રોધ આવ્યા એટલે તેણે અજ્ઞાનરૂપી ચક્ર લક્ષ્મણુ ઉપર છેડયું, પણ સત્યને અજ્ઞાન ક્યાંથી હણી શકે? અજ્ઞાન ચક્રનુ જોર ચાલ્યું નહિ. એ લક્ષ્મણની પ્રદક્ષિણા કરવા લાગ્યું. રાવણ એ ચક્રને પેાતાના હાથમાં લેવા ગયા પણ એની પાસે ચક્ર પાછું આવ્યું નહિ, પણ લક્ષ્મણના હાથ ઉપર આવીને બેસી ગયુ તે એ અજ્ઞાનચક્ર જ્ઞાન ચક્ર બની ગયું, ને લક્ષ્મણે રાવણ ઉપર છેડયું તેા તે ચક્રથી રાવણુનું મસ્તક છેદાઇ ગયું વણુ મરી ગયા. એવા નિયમ છે કે પ્રતિ વાસુદેવ બધું ભેગું કરે ને એને મારીને વાસુદેવ ભેળવે. રાવણુ પ્રતિ વાસુદેવ હતા ને લક્ષ્મણ વાસુદેવ હતા. તેથી રાવણને તેમણે માર્યાં, ને શમ-લક્ષ્મણની જીત થઇ ને જય જય નાટ્ટુના શબ્દો ગુંજી ઉઠયા.
ધર્મરૂપી રામ રાજા સીતાજીને લઈને અયે ધ્યા નગરીમાં આવ્યા. પછી યેાધ્યા નગરી કઈ? ધર્મરૂપી રાજા મુકિતરૂપી અયેાધ્યા નગરીમાં રાજ્ય કરે છે. એ મુકિત નગરીમાં જે વસે છે તેના જન્મ-જરા અને મરણના ફેરા ટળી જાય છે ને આત્મા અનંત અન્યાયાધ સુખ પ્રાપ્ત કરે છે. મધુઓ! શુદ્ધ ભાવથી ધર્મની આરાધના કરા જેથી મુકિતરૂપી અાધ્યામાં પહોંચી જવાય. આવી વિજયાદશમીનુ ભાવપૂર્વક સ્મરણુ કરી કલ્યાણ કરો. જમાલિકુમારના માતા-પિતાએ શું કર્યું ?
kr
“તપુ ાં से जमालिस्स खत्तियकुमारस्त अम्मापियरो दोच्चं पि उत्तरावक्कमणं सीहासणं रयावेन्ति दोच्चं पिरया वित्ता जमालिस्स खत्तिय कुमारस्त सेया पीए हिं कल सेहिं व्हावेंति ।
વાળ વડા થઈ ગયા પછી જમાલિકુમારના માતા-પિતાએ ઉત્તર દિશા સન્મુખ ખીજુ સિંહાસન મૂકાવ્યું ને ફરીને જમાલિમારને સેાના-રૂપાના ૧૦૮ કળશ વડે સ્નાન