________________
શારદા સરિતા
૭૪૭ અંદર કેણ છે તે ખબર પડે તેમ ન હતું. અંદર શુંબૂક ઉંધે મસ્તકે સાધના કરી રહ્યો હતો. લક્ષમણે ખડગ્ર લઈને ઝાટકે માર્યો તેવું ઝાડ સાથે બૂકનું મસ્તક પણ કપાઈ ગયું. ખડગ્ર જ્યાં લોહીવાળું થયું ત્યાં લક્ષમણનું કાળજુ ચીરાઈ ગયું. જોયું તે ઉંચે પગ ટીંગાય છે ને માથું નીચે હતું એટલે લક્ષમણ સમજી ગયા કે નકકી આ ખડ માટે કે પુરૂષ આ રીતે સાધના કરી રહ્યો હશે ! ને સાધનાની પૂર્ણાહુતિ થવા આવી છે માટે આ ખગ તેના માટે અહીં આવીને પડ્યું છે ને મેં એના સાધનથી એના પ્રાણ લીધા ! ખૂબ પશ્ચાતાપ થયો. અરરર...મેં પાપીએ આ શું કર્યું? હું અહીં ક્યાંથી આવ્યો? લક્ષમણની આંખમાંથી દડદડ આંસુ પડવા લાગ્યા ને તેમની પાસે જઈને તપાસ કરવા લાગ્યા કે આ કેણ છે? એટલામાં શૂપર્ણખા શબૂક માટે ભેજન લઈને જમાડવા માટે આવી પહોંચી ને પિતાના પુત્રને મરેલો જોઈ ખુબ કલ્પાંત કરતી બેલવા લાગી- મારા પુત્રને કેણે માર્યો? ત્યારે લમણે કહ્યું–બહેન ! અજાણતાં તારા પુત્રનું મારા હાથે મૃત્યુ થયું છે, તુ મને માફ કર. મેં તારે માટે અપરાધ કર્યો છે. મને માફ કર. લક્ષ્મણ જેમ જેમ નમ્રતાથી માફી માંગવા લાગે તેમ તેમ શૂપર્ણખાને ક્રોધ વધવા લાગ્યો. તરત પિતાને ઘેર આવીને પોતાના પતિ તથા દિયેરને કહેવા લાગી ધિકકાર છે તમારા રાજ્યપદને તમારા રાજ્યમાં કેવું અંધેર ચાલે છે. તમારા રાજ્યમાં મારા એકના એક નિર્દોષ પુત્રને લક્ષમણે મારી નાંખ્યો. એમ કહીને કરૂણ સ્વરે રૂદન કરવા લાગી. એટલે એને પતિ તથા બબ્બે દિયર, ખર-દૂષણને ત્રિશરા ત્રણે ભાઈઓ હથિયાર લઈને દેડતા આવ્યા. લક્ષ્મણ તે ફરવા માટે આવ્યા હતા. એમની પાસે તે કોઈ શસ્ત્ર ન હતું. અહીં શૂપર્ણખાને પતિ ખરરૂપી કેપ હતો. દૂષણ રૂપી અવગુણ ને ત્રિશરા રૂપી ત્રણ શલ્ય છે.
લક્ષમણની સાથે ત્રણે ભાઈએ લડાઈ કરી. પણ લક્ષ્મણ તે વાસુદેવ હતા. ખૂબ બળવાન હતા એટલે ત્રણેયને પરાક્રમથી મારી નાંખ્યા. પુત્ર-પતિ ને બંને દિયર ત્રણેયની લાશ પડી છે. આ સમયે શૂપર્ણખા સૂનમૂન બેસી રહી હતી. ત્યાં રહેજ આંખ ખેલીને લક્ષ્મણના મુખ સામું જોયું. લક્ષમણનું રૂપ જોઈને મુગ્ધ બની ગઈ. અહે! શું આનું રૂપ છે ! દેવ જેવું રૂપ જોઈને બેલી–હે લક્ષમણુ! હું તમારું રૂપ જઈને મુગ્ધ બની ગઈ છું. મારા પતિ તે ચાલ્યા ગયે તે આપ મારે રવીકાર કરે. ત્યારે લક્ષ્મણ કહે છે તમે આ શું બોલે છે ? અત્યારે આવા દુઃખના સમયમાં લગ્નની વાત! હું તે તમારા પુત્રને-પતિને અને દિયરને મારનાર દુશ્મન છું. દુશ્મન પ્રત્યે તમને આવા ભાવ આવે છે.
બંધુઓ! જુઓ, મેહનું નાટક કેવું છે. આ સંસારમાં તમે મેહ કરીને બેઠા છે પણ વિચાર કરો કેણ કોનું છે? શૂપર્ણખા કેવી કામાંધ છે. થોડી વાર પહેલાં