________________
૭૪૬
શારદા સરિતા કરવા માટે બાર વર્ષ સુધી સાધના કરવી પડશે. બાર વર્ષ સુધી એકાસણું કરીને ઉધે મસ્તકે લટકવું પડશે. માટે આપણે એની શી જરૂર છે? પણ શંબૂક ન માન્યું ને સૂર્યહંસ ખગની પ્રાપ્તિ માટે સાધના કરવા જંગલમાં ચાલ્યા ગયે. ખૂબ ગીચ ઝાડીમાં જઈને ઉંધે મસ્તકે લટકીને સાધના શરૂ કરી દીધી. દરરોજ તેની માતા શૂપર્ણખા એને જમાડવા માટે જંગલમાં જતી હતી. શંબૂક જંગલમાં રહેતો હતો. આ રીતે શંબુક સૂર્યહંસ ખર્ગ પ્રાપ્ત કરવા માટે સાધના કરતે હતે.
જ્યારે માણસને કંઈ પણ કાર્ય કરવાની લગની લાગે છે તે તેમાં તેને થાક લાગતું નથી. સૂર્યહંસ ખળું પ્રાપ્ત કરવા માટે સંબૂક ઉધે મસ્તકે કેવી સાધના કરે છે. તે પણ ૨૦ દિવસ કે મહિને નહિ પણ બાર બાર વર્ષો સુધી એકધારી સાધના કરવાની. ત્યાં જરા પણ થાક કે કંટાળો આવે છે? તમને દુકાનમાં ફૂલ ઘરાકી હોય તે વખતે ઉભા ઉભા કલાકો સુધી માલ બતાવ્યે જ જાવ, ત્યાં જરા પણ થાક કે કંટાળો આવે છે? પહેલાં તે બેઠા બેઠા રસાઈ કરવાની હતી. પણ આ જમાનામાં તે મોટા ભાગના ઉભા રસોડા થઈ ગયા. કલાક-દોઢ કલાક સુધી ઉભા ઉભા રસોઈ કરતાં બહેનને થાક લાગે છે? “ના.” ત્યાં જરાય થાક નથી લાગતું. કારણકે બહેનને ઉભા રસોડાને શોખ હોય છે. પણ અમે કહીએ કે બહેન ! તમે ઉભા ઉભા પ્રતિક્રમણ કરો. તે કહેશે “ના” મહાસતીજી એટલી બધી વાર ઉભા રહીએ તે પગ દુઃખી જાય. અહીં પગ દુઃખી જાય ને ત્યાં ઉભા ઉભા ૬૦ રોટલી કરતાં પણ પગ ના દુખે. આ શું બતાવે છે કે જીવને જ્યાં રસ છે ત્યાં થાક વાગતું નથી.
શંબૂકની બાર વર્ષની સાધના પૂરી થવા આવી હતી. આ તરફ દશરથ રાજાની આજ્ઞા થતાં રામ વનવાસ આવતાં તેમની સાથે લક્ષમણ ને સીતાજી પણ આવ્યા છે. એટલે રામ-લક્ષમણ અને સીતાજીની ત્રિપુટી જંગલમાં આવી હતી. વનમાં પર્ણકુટી બાંધીને આનંદથી રહેતા હતા. શંબૂકની સાધનાને છેલ્લે દિવસ હતો. તેની સાધનાથી સૂર્ય હંસ ખર્શ આવીને પડ્યું હતું. તે ખૂબ ચકમકતું તેજવી દેખાતું હતું. તે દિવસે કુદરતને કરવું કે લક્ષમણજી ફરતા ફરતા ત્યાં આવી પહોંચ્યા ને અચાનક તેમની દષ્ટિ પેલા ખગ ઉપર પડી. ત્યારે લક્ષમજીને થયું કે આ શું ઝગમગ થાય છે? લાવને જોઉં, શું છે? એને લેવા માટે હાથ લંબાવ્યું. લક્ષમણ વાસુદેવ હતા એટલે હાથ લંબાવતાની સાથે ખગ તેના હાથમાં આવી ગયું, આ પણ ભાગ્યની વાત. છે ને કે જેને માટે સંબૂક બાર બાર વર્ષથી સાધના કરી રહ્યો હતે ને હાથમાં આવી ગયું લક્ષમણને. ખર્શ હાથમાં આવ્યું એટલે લક્ષમણના મનમાં વિચાર થયે કે આવું તેજસ્વી ખડ્યું છે પણ કેવું ચાલે છે જેઉં તે ખરો ! એટલે એમણે ખડગ હાથમાં લઈ પાસે રહેલી ઝાડી ઉપર ઝાટકો માર્યો. એ ગીચ ઝાડીમાં