SearchBrowseAboutContactDonate
Page Preview
Page 786
Loading...
Download File
Download File
Page Text
________________ શારદા સરિતા ૭૪૫ છે તે સમજી શકતા નથી. જે તરફ જાય તે તરફ ઢળી પડે છે. કુંભક રાવણુ પાસે જાય ત્યારે રાવણને સારૂ લગાડતા ને વિભીષણુ પાસે જાય ત્યારે વિભીષણને સારૂ લગાડતા. વિભીષણુ કહે કે મેટા ભાઈએ સીતાને પાછી આપી દેવી જોઈએ. તેા કહે હા, સાચી વાત છે. તે રાવણ પાસે જાય ત્યારે કહેતા હતા કે ના સીતાને પાછી નહિ સોંપવી. આ રીતે બંનેને સારા રહેતા પણ સાચી વાત કહી શક્તા નહિ. રાવણની પત્ની અને દાદરી કાણુ હતાં તે કવિ કહે છે પપચ નામ સદાદરી નામે મિથ્યામેાહ રાવન રાની, વિષય ઇન્દ્રજીત અહ· મેઘવાહન, મિશ્રશ્ન રાવન કે સુખદાની, કુમતિનામ ચંદ્રનખા બહન હૈ, કઠીન ક્રોધ ખરકે વ્યાહી દૂષણ દૂષણુતીન શય ત્રિશીરા, એ દાનુ હી ઉસકે ભાઈ સજ્જવલ તિક ચંદ્રનખા, શબુકકળ એક આયા હુશિયારી રાવણની પત્નીનુ નામ મ ંદોદરી હતુ. મિથ્યાત્વ માહનીયની પત્નીમાં માયા અથવા પ્રપંચ હેાય છે. રાવણને બે પુત્ર હતા. એકનુ નામ ઇન્દ્રજીત અને ખીજો મેઘવાહન. રાવણને ખૂબ અભિમાન હતું કે મારા મેટા દીકરા ઇન્દ્રજીત એવેા પરાક્રમી છે કે મેાટા ઇન્દ્રને પણ પળવારમાં જીતી લે અને મેઘવાહન તે મેઘ જેમ, ગના કરે છે તેમ શત્રુઓની સામે ગર્જના કરવામાં ખૂબ હોંશિયાર. મિથ્યાત્વ મહનીય રૂપ રાવણુના એ સતાન છે. એક વિષય ને બીજો અહંકાર. મધુએ ! આજે દુનિયામાં વિષયની ભૂખ વધતી જાય છે. જેને ખાવાના ઠેકાણા નથી હાતા તેઓ પણ વિષયવાસના છોડતા નથી. વિષયલંપટ મનુષ્યા કાઇની પરવા નથી કરતા. મિથ્યામાહના પુત્ર વિષયવિકાર છે ને ખીજો અહંકાર છે. જેને એમ લાગે છે કે હું દુનિયામાં કંઈક છું. મારા સમાન કાઇ નથી. આવા અહંભાવ આવે છે ત્યારે બીજા ફાઈની પરવા કરતા નથી. ને પેતાની મેટી ગર્જના આગળ નાનાને અવાજ સાંભળતે નથી. માટે વિષય અને અહંકાર એ બે મિથ્યાત્વ માહના સતાના છે. હવે રાવણની બહેનનું નામ ચંદ્રનખા હતુ. તેના સૂપડા જેવા મેટામેટા નખ હાવાથી તેને ગ્રુપણુંખા પણ કહે છે. એ શુપ ખાએ રાવણને કુબુદ્ધિ આપી હતી. એ કઇ રીતે આપી. રાવણને તેણે સમાન્યા હતા, એ તમે જાણા છે ? શૂપર્ણખાને શબુક નામના પુત્ર હતેા. એક વખત તેના મ'મા રાવણને ત્યાં ગયેલા, ત્યાં તેણે સૂહંસ નામનુ ખડ્ગ જોયુ, તે જોઇને તેને એવુ ખડ્ગ પ્રાપ્ત કરવાની ખૂબ ઈચ્છા થઈ. એટલે તેણે ઘેર આવીને તેના માતા-પિતાને વાત કરી કે મારે આવુ ખડ્ગ પ્રાપ્ત કરવુ છે. શૂપણું ખાએ તેમજ તેના પિતા ખરે કહ્યું બેટા ! તારા મામા તા પ્રતિવાસુદેવ છે. એમને એગ સ્હેજે પ્રાપ્ત થયું છે. પશુ તારે એને પ્રાપ્ત
SR No.023360
Book TitleSharda Sarita
Original Sutra AuthorN/A
AuthorShardabai Mahasati
PublisherSudharma Gyanmandir
Publication Year
Total Pages1020
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy