________________
૭૪૪
શારદા રુરિતા રત્નસવાને ત્રણ પુત્ર હતા. તે રાવણ-વિભીષણ અને કુંભકર્ણ. અહીં એ પુત્રને મિથ્યાત્વ મોહનીય, સમ્યકત્વ મેહનીય ને મિશ્ર મોહનયની ઉપમા આપી છે. એ મહામહને સૌથી મોટા પુત્ર મિથ્યાત્વ મેહનીય રૂ૫ રાવણ છે. રાવણના દશ મુખ હતા ને? તેમ આ મિથ્યા મોહનીય રૂપી રાવણના પણ દશ મુખ છે તે કયા. જીવને અજીવ માનવે તે, અજીવને જીવ માનવ તે, ધમને અધર્મ માને , અધર્મને ધર્મ માનવે તે, સાધુને કુસાધુ માનવા તે, કુસાધુને સાધુ માનવા તે, આઠ કર્મથી મૂકાણ છે તેને નથી મૂકાયા તેમ માનવું અને આઠ કર્મોથી નથી મૂકાણાં તેમને મૂકાણુ માનવા તે આદિ દશ પ્રકારના મિથ્યાત્વરૂપી જેના દશ મુખ છે તેવા મિથ્યાત્વ મેહનીયરૂપી દશ મુખવાળા રાવણ છે. હવે જેના દશ મુખ છે તેની ભુજાઓ પણ વીશ હોય છે. એ વીશ ભુજાઓ કઈ છે?
બંધુઓ! જ્યાં મિથ્યાત્વ હોય છે ત્યાં આશ્રવ પણ હોય છે. આશ્રવ એટલે જ્યાંથી પાપરૂપી પાણીને પ્રવાહ આત્મારૂપી તળાવમાં આવે છે તેનું નામ આવે છે, એ આશ્રવના વીસ ભેદ છે. એ વિશ ભેદરૂપી મિથ્યાત્વ મેહનીયરૂપ રાવણને વશ ભુજાઓ છે. રાવણ ખૂબ માયાકપટ કરનારે હતે. એને કઈ સાચું કહેવા જાય તે પણ સાચું માનતું ન હતું. જેમ મિથ્યાત્વ મેહનીય હોય ત્યાં સુધી જીવને વસ્તુના યથાર્થ સ્વરૂપનું ભાન થવા દેતું નથી તેમ આ મિથ્યાત્વ મેહના કારણે જીવ અનાદિકાળથી સંસારમાં રખડે છે. રાવણ સીતાને હરણ કરીને લાવ્યા ત્યારે એને વિભીષણે ખૂબ કહ્યું હે ભાઈ ! તમે રામને સીતા પાછી મેંપી દે. તમે ગમે તેમ કરશે પણ સીતા મહાન સતી છે. એ ત્રણ કાળમાં શીયળ ખંડન નહિ કરે, પણ રાવણને સત્ય વાત સમજાઈ નહિ ને અંતે રામ-રાવણ વચ્ચે યુદ્ધ થયું. રાવણ સહિત આખી લંકા રાખમાં રોળાઈ ગઈ.
હવે બીજો પુત્ર વિભીષણ હતું. વિભીષણ સમ્યકત્વ મોહનીય જે હતું, જેમ સમ્યકત્વ મેહનીય માનવને સત્કાર્યો કરવાની, સાચા રાહ પર ચાલવાની પ્રેરણું આપે છે તેમ વિભીષણ ન્યાયમાર્ગે ચાલનારો હતો. જ્યારે જ્યારે રાવણ ભાન ભૂલી જત, મહામોહમાં અટવાઈ જતો ત્યારે સાચેસાચું કહી દેતે. સીતાને રાવણ ઉપાડી લાવ્યા ત્યારે રાવણ મટે ભાઈ હોવા છતાં એણે સત્ય વાત કહી દીધી કે ભાઈ! પારકી સ્ત્રીને ઉઠાવીને પિતાના ઘરમાં લાવવી એ મહાન પાપ છે. આ તમને શોભતું નથી. હજુ પણ સીતા રામને પી દેશે તે તેની સાથે ભાઈ જે પ્રેમ થશે. જે નહિ સમજે તે તમારે વિનાશ થશે. એમ નગ્ન સત્ય કહી દીધું. તેમ સમ્યવ-મોહનીય પણ જીવને સાચા માર્ગે જવાની પ્રેરણા આપે છે પણ મેહને કારણે જીવને સાચી સમજ પડતી નથી.
હવે ત્રીજો ભાઈ કુંભકર્ણ એ મિશ્ર મોહનીય લે છે. મિશ્ર મોહનીય એ બિટાને પણ સાચું માને છે, ને સાચાને પણ સાચું માની લે છે, પણ એમાં સાચું શું