________________
શારદા સરિતા
૭૪૩
ભ્રમ-શંકા રૂપી મોટા મેાટા ભ્રમર છે. મિથ્યા ભ્રમ જીવને સાચી શ્રધ્ધા થવા દેતા નથી. સ્વર્ગ હશે કે નહિ હાય, ધર્મ એ ટુંબક છે, નરકમાં આવા ભયંકર દુઃખા રહેલા છે એમ બધા કહે છે તે સાચું હશે કે ખાટુ ? માણુસા ફાગઢ ડરે છે. આવા ભ્રમરૂપી સઁવરા સંસારસમુદ્રમાં રહેલા છે. તેમાં જે દૃઢધમી આત્માએ છે તે કૅસેટીના સમયે સ્થિર રહી શકે છે. જે આત્માઓને ધર્મની શ્રદ્ધા હેાતી નથી તે સંસારસમુદ્રમાં ડૂખી જાય છે. જેમ સમુદ્રમાં દ્વીપ હાય છે તેમ અહીં પણ ઈંત્રિકુટદ્વીપ છે તે કયા છે? મન–વચન અને કાયા એ ત્રણ દંડ છે. તત્વાર્થ સૂત્રમાં કહ્યું છે કે-ાય વાઙ મન: વર્મયોગ કોઈ જીવ મનથી કર્યું ખાંધે છે, કોઈ વચનથી ને કાઈ કાયાથી ખાંધે છે. પ્રસન્નચંદ્રરાજર્ષિએ મનથી કર્યું ખાંધ્યા પણ ભાનમાં આવ્યા તે મનથી ને મનથી કર્મના ભૂક્કા ઉડાવી નાંખ્યા. તમે અહીં ધર્મસ્થાનકમાં બેઠા છે, સામાયિકમાં બેઠા છે, વ્યાખ્યાન સાંભળેા છે. પણુ મનમાં જો અશુભ વિચાર ચાલતા હશે તેા કર્મ બંધાય. કાઇ ખરામ વચન ખાલી જાય ને બીજાના મનમાં દુઃખ થાય તેથી પણ કર્મ બાંધે છે ને કાઇ કાયાથી હિંસાદિ પાપ કરીને કમ બાંધે છે એટલે અહીં આધ્યાત્મિક દ્રષ્ટિથી મન-વચન-કાયરૂપ ત્રિદંડને ત્રિકૂટ કહેવામાં આવે છે.
લંકાનગરી કઈ છે? રાવણની લંકા સેાનાની હતી. આધ્યાત્મિક ક્ષેત્રમાં લાલચરૂપી લકા છે. હવે લંકાના રાજા કાણુ હતા ? આમ તા લકાને રાજા રાવણુ હતા. એના પિતા પણ લંકાના રાજા કહેવાય ને ? તે રાવણના પિતાનુ નામ શું હતુ તે જાણા છે!? રાવણનું નામ પ્રખ્યાત છે. એના પિતાનુ નામ રત્નસવા હતુ. આધ્યાત્મિક લાલચરૂપી લકામાં રહ્નસવા નામના મહા મેહરૂપી રાક્ષસ રાજ્ય કરે છે. ને રાવણુની માતાનું નામ કૈકસી હતું. તે। અહીં કલેશરૂપી કૈકસી રાણી છે. જ્યાં મહામહ રહે છે ત્યાં ક્લેશ પણ રહે છે. મેાહ એટલે અજ્ઞાન. મે!હને કારણે મનુષ્ય વસ્તુના યથાર્થ સ્વરૂપને સમજી શકતે નથી ને અજ્ઞાનના કારણે જ્યાં જુએ ત્યાં રાગ, દ્વેષ, કલેશ અને કંકાસ હાય છે. ગમે તેટલુ ધન હાય, સાહ્યખી હાય પણ એ ધનનેા મેહ રાખવા તે જીવનું અજ્ઞાન છે. એના પ્રત્યે માહ થયે તેા ભાઇ-ભાઈ વચ્ચે કલેશ થયા છે. એટલા માટે જ્ઞ!ની કહે છે જ્યાં મેહુ–અજ્ઞાન છે ત્યાં કલેશ છે. તેમ લાલચરૂપી લંકામાં મહા મેહ રાજાની સાથે કલેશરૂપી કેકસી રાણી રહે છે. હવે એના દીકરા કેટલા છે? રત્નસવા રાક્ષસને કેટલા પુત્ર છે ? મિથ્યા મેાહની ઉસકા ફંદ દસ મિથ્યા દસ આનન હૈ ! વીસ આશ્રવકી ભુજા હૈ ઉસકે કપટ વિદ્યા કી ખાનન હૈ! સમ્યકત્વ માહની વિભીષણ દૂજા નંદન સા કુછ હૈ ન્યાયી મિશ્ર માહનીય કુંભકર્ણે એ, લચપિય બાત હૈ અધિકા મહા મેહ કે એ તિન નંદન, સમજો સુગુણા નરનારી!