________________
૭૪૮
શારદા સરિતા
પુત્રને મારનાર લક્ષમણ પ્રત્યે કેટલે કેધ કરતી હતી ને હવે તેના પ્રત્યે કેટલે પ્રેમ બતાવે છે. પોતાના પતિને પણ ભૂલી ગઈ. લક્ષ્મણ કહે છે બહેન! તમે તે મારી માતા સમાન છે – ભાભી સમાન છે. મારા મોટા ભાઈ અહીં રહે છે તેમને પરણવું હોય તે તેમની પાસે જઈને પ્રાર્થના કરે. પણ હું તો તમારી સાથે લગ્ન નહિ કરું. લક્ષ્મણે આવો જવાબ આપે એટલે પિતાની ઈચ્છા પૂર્ણ નહિ થવાથી કેદની આગમાં બળવા લાગી. ને વિચારવા લાગી કે હવે આના વૈરનો બદલે લઉં ને એને બતાવી આપું એમ વિચાર કરી કે ધથી લાલપીળી થઈને પોતાના ભાઈ રાવણ પાસે આવી ને ત્યાં જઈને શું કર્યું? મિથ્યા મોહ રાવણ કે પાસ, વે સુમતિ સીતા કી કરી બડાઈ, સુના બહુત તબ લાલચવશ, વહાં ચલ આયા લંકા સાંઈ, છલ વિદ્યાકા નાદ સુનાકર સુમતિ સીતા કિવી હૈ ચેરી, રામ-લક્ષ્મણ જબ જાના ભેદ એ, સેચે અબલાની હૈ દેરી, સુંઠ સાહસ ગતિ દષ્ટ હૈ ઉસકી સત લક્ષ્મણુકી કારી વારી. - કુમતિરૂપ શૂપર્ણખાએ રાવણ પાસે જઈને સુમતિ રૂપી સીતાના ખૂબ વખાણ ક્ય ને કહ્યું ભાઈ! તારા અંતેઉરમાં મારા ભાભી મદદરી ગમે તેટલા રૂપાળા ભલે હોય પણ રામચંદ્રજીની પત્ની સીતા જેવા નહિ એ હેય તે તારૂં અંતેકર શોભી ઉઠે. રાવણ વિષયાસક્ત જીવ હતું, અભિમાની પણ ખૂબ હતું, એટલે એની બહેનને કહ્યું, જે સીતા એટલી બધી સૌંદર્યવાન છે તે હું હમણું જાઉં છું ને સીતાને અહીં લઈ આવું છું. એવી સીતા વનવગડામાં ન શોભે. એ તે મારા અંતેઉરમાં શેભે. તરત રાવણ ઉપડે. પણ રામ-લક્ષ્મણ હોય ત્યાં સુધી તો એનું કંઈ ચાલે નહિ. એટલે દૂરથી તેણે ચીસ પાડી હેરામ! બચા-બચાવે, એટલે દયાના અવતાર રામચંદ્રજી દેડયા, એ ઘણે દુર નીકળી ગયા ત્યારે ફરી બૂમ પાડી કે હે લક્ષ્મણ વીરા! બચાવો....બચાવે. આ સાંભળીને સીતાજી કહે છે વીર! આ તમારા ભાઈની બૂમો સંભળાય છે. એ મુશ્કેલીમાં આવી પડ્યા લાગે છે. તમે જલ્દી જાવ. લક્ષ્મણ કહે છે ભાભી ! આ મારા ભાઈની બૂમ નથી. આ તે કઈ બનાવટી અવાજ લાગે છે. મને તો પહેલા પણ બનાવટી અવાજ લાગ્યું હતું. પણ સીતાજી કહે છે તમે જાવ ને જાવ. લક્ષ્મણ કહે છે ભાભી! મારા ભાઈ તમને સાચવવાનું કહીને ગયા છે. ત્યારે સીતાજી કહે છે હું જાણું છું કે તમે કેમ નથી જતા? ભાભીએ ન કહેવાના શબ્દ કહી દીધા. એટલે લક્ષ્મણજી રામની વહારે ગયા ને પાછળથી રાવણ જોગીનું રૂપ લઈને ભિક્ષા લેવા માટે આવ્યા. ને કપટ કરીને સીતાજીને ઉપાડી લંકા તરફ ચાલતો થયો.
આ તરફ રામ અને લક્ષમણ ઝુંપડીએ પાછા આવ્યા ત્યાં સીતાજીને ન જોયા એટલે રામ ખૂબ ઉદાસ થઈ ગયા. ચિંતા કરવા લાગ્યા. સીતાજી ક્યાં ગયા હશે?